Gandhinagar News : સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા બનશે પ્રદેશ પ્રમુખ? આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ભાજપના રાજકારણમાંથી હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ હવે રાજ્યના સંગઠનને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના નામ પર લગભગ મહોર મારી દેવામાં આવી છે. જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવાના સંકેતો સ્પષ્ટ થતાં જ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ તેઓ રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમના નામની સત્તાવાર જાહેરાત પહેલાં જ હવે તેઓ પ્રમુખ પદ માટેની ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ કરશે.
વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ પદ માટેનું ઉમેદવારી પત્ર આજે ભરશે. આ ફોર્મ ભરવા માટે ખાસ વિજય મુહૂર્ત પસંદ કરવામાં આવ્યું છે. તેઓ બપોરે 12.39 કલાકે શુભ મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરશે, જે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાશે. આ ઘટનાક્રમ પરથી સ્પષ્ટ થાય છે કે તેમનું પ્રમુખ બનવું હવે માત્ર ઔપચારિકતા જ છે. જગદીશ વિશ્વકર્માએ સંગઠન અને સરકાર એમ બંનેમાં સારી પકડ અને અનુભવ ધરાવે છે. લાંબા સમયથી પક્ષની નિષ્ઠાપૂર્વક સેવા કરતા હોવાથી તેમને આ મોટી જવાબદારી સોંપવામાં આવી રહી છે.
સંગઠનને મજબૂત કરવાની મોટી જવાબદારી
જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા, તેમની સામે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાનો મોટો પડકાર રહેશે. તેઓ જમીની સ્તરે કાર્યકરો સાથેના જોડાણ અને સંગઠનની વ્યૂહરચનામાં ફેરફાર લાવવા માટે જાણીતા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્યમાં સંગઠન અને શાસન વચ્ચે સંતુલન જાળવવા તેમજ કાર્યકરોને યોગ્ય નેતૃત્વ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જગદીશ વિશ્વકર્મા હવે ટૂંક સમયમાં જ નવા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળીને ગુજરાતમાં પક્ષની ગતિવિધિઓને આગળ ધપાવશે.
જગદીશ વિશ્વકર્મા કોણ છે?
જગદીશ વિશ્વકર્મા (પૂરું નામ: જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ) અમદાવાદ શહેરના 46-નિકોલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમનો જન્મ 12 ઑગસ્ટ, 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે બી.એ. અને માર્કેટિંગમાં એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ કાપડ મશીનરીના ધંધા સાથે જોડાયેલા છે. તેમને વાંચન, તરવું, બેડમિન્ટન રમવું અને સમાજસેવા જેવા શોખ છે. રાજ્યમાં સત્તા બદલાયા બાદ તેમને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
What's Your Reaction?






