Gandhinagar News : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, 84 મામલતદારોની બદલી, 45 નાયબ મામલતદારોને બઢતી

Aug 9, 2025 - 00:30
Gandhinagar News : ગુજરાતમાં મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, 84 મામલતદારોની બદલી, 45 નાયબ મામલતદારોને બઢતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે રાજ્યભરમાં 84 મામલતદારોની બદલી કરી છે, જ્યારે 45 નાયબ મામલતદારોની બઢતી આપીને મામલતદાર તરીકેની જવાબદારી સોંપી છે. આ અંગેનો સત્તાવાર આદેશ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.

વહીવટી કાર્યક્ષમતા વધારવા પર ભાર

પ્રશાસનિક કારણોસર અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આ બદલીઓ અને બઢતીઓ કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે અધિકારીઓની બદલીઓ અને બઢતીઓ કરવામાં આવતી હોય છે જેથી એક જ જગ્યાએ લાંબા સમય સુધી રહેવાથી ઉદ્ભવતા પ્રશાસનિક પ્રશ્નોને ટાળી શકાય અને નવીનતા જાળવી શકાય. આ નિર્ણય મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરજ બજાવતા 84 મામલતદારોને નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે. આ બદલીઓ દ્વારા મહેસૂલ તંત્રમાં નવી ઉર્જા અને ગતિશીલતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તંત્રમાં સુધારાના ભાગરૂપે મોટા પાયે ફેરબદલ

આ ઉપરાંત, જે 45 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બળથી આપવામાં આવી છે, તે તેમના પ્રશાસનિક અનુભવ અને કાર્યદક્ષતાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે.આ બઢતીઓથી તેમની કામગીરીને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ જવાબદારીપૂર્વક કામ કરી શકશે. મહેસૂલ વિભાગના આદેશમાં આ તમામ અધિકારીઓની નવી પોસ્ટિંગની જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ બદલીઓ અને બઢતીઓનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલ વિભાગની કામગીરીને વધુ પારદર્શક અને નાગરિકો માટે સુલભ બનાવવાનો છે. સરકારના આ નિર્ણયને કારણે રાજ્યના મહેસૂલ તંત્રમાં એક નવી કાર્યપ્રણાલી શરૂ થશે અને નાગરિકોને વધુ સારી સેવાઓ પ્રાપ્ત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0