Gandhinagar News: કલોલના વાંસજડા ગામે જૂની અદાવતમાં યુવક પર હિંસક હુમલો, ધારિયા અને લાકડીઓથી ચાર લોકોએ માર માર્યો

Sep 27, 2026 - 23:30
Gandhinagar News: કલોલના વાંસજડા ગામે જૂની અદાવતમાં યુવક પર હિંસક હુમલો, ધારિયા અને લાકડીઓથી ચાર લોકોએ માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વાંસજડા ગામેથી એક અત્યંત ચોંકાવનારી અને હિંસક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા રસિકજી કાનાજી ઠાકોર પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ગામના રોડ પર આવેલા મંદિર પાસે બેઠા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતો રાજુજી બાબુજી ઠાકોર પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં આવ્યો હતો અને જૂની અદાવતનું મનદુઃખ રાખીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. મામલો ઉગ્ર બનતા તેણે ઝપાઝપી કરી પોતાના અન્ય મિત્રોને પણ બોલાવી લીધા હતા.

પકડી રાખીને માથામાં ધારિયાનો જીવલેણ ઘા ફટકાર્યો

થોડી જ વારમાં રાજુજીના મિત્રો કિશનજી જયંતીજી ઠાકોર, આકાશજી કિનારી ઠાકોર અને મિતેશજી છનાજી ઠાકોર હાથમાં લાકડી અને ધારિયું લઈને ત્યાં દોડી આવ્યા હતા. હુમલા દરમિયાન કિશનજી અને આકાશજીએ યુવક રસિકજીને પકડી રાખ્યો હતો, જ્યારે રાજુજીએ તેની ઉપર ધારિયાથી હુમલો કરીને માથામાં જીવલેણ ઘા ફટકારી દીધો હતો. આ ક્રૂર હુમલાને કારણે રસિકજી લોહીલુહાણ થઈને રસ્તા પર ઢળી પડ્યા હતા. હુમલાખોરોએ ત્યારબાદ તેમને લાકડીઓ વડે પણ માર માર્યો હતો.

Gandhinagar News: Youth Brutally Attacked with Sharp Weapons in Vansajada Village Over Old Grudge in Kalol

108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે ગુનો નોંધ્યો

આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રસિકજીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે ભોગ બનનાર રસિકજીની ફરિયાદના આધારે સાંતેજ પોલીસે રાજુજી બાબુજી ઠાકોર, કિશનજી જયંતીજી ઠાકોર, આકાશજી ટીનાજી ઠાકોર અને મિતેશજી ઠાકોર વિરુદ્ધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: Gandhinagarમાં વિદ્યાર્થીઓનો રૌદ્ર અવતાર, ખરાબ ભોજન અને પાણીની સમસ્યા સામે સમરસ હોસ્ટેલના છાત્રો પહોંચ્યા સચિવાલય!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0