Gandhinagar News: GEL દ્વારા રાજ્ય સરકારને સૌથી વધુ રૂ.384.67 કરોડનું ડિવિડન્ડ એક જ વર્ષમાં ચૂકવાયુ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારના સાહસ ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 માટે રાજ્ય સરકારને કુલ રૂ. 384.67 કરોડના ડિવિડન્ડની ચૂકવણી કરીને એક નવો નાણાંકીય માપદંડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ડિવિડન્ડની રકમના ચેક ગુજરાત એનર્જી લિમિટેડના એમ.ડી. તથા GTLના વાઈસ ચેરમેન અવંતિકા સિંઘે ગાંધીનગરમાં અર્પણ કર્યા હતા.
અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે
GEL અને GSPL ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ચુકવાયેલું આ ડિવિડન્ડ રાજ્ય સરકારના તાબા હેઠળની કોઈ પણ કંપની દ્વારા એક જ નાણાકીય વર્ષમાં સરકારને ચૂકવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે.આ ચૂકવણીમાં ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા રૂ. 324 કરોડ અને જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા રૂ. 60.67 કરોડનો સમાવેશ થાય છે. બંને કંપનીઓની આ નાણાંકીય ભાગીદારી રાજ્યની આવકમાં વધારો કરવા ઉપરાંત વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી કાર્યોમાં યોગદાન આપવાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.
સરકારને ડિવિડન્ડરૂપે લાભ આપવાની ક્ષમતા ઘણી મર્યાદિત હતી
મુખ્ય સચિવ અને GEL તથા GTLના ચેરમેન મનોજ કુમાર દાસે “આ ડિવિડન્ડ રકમની ચૂકવણીને GEL અને GTL બંને માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. GELના મેનેજિંગ ડિરેક્ટર તથા GTLના વાઇસ ચેરપર્સન અવંતિકા સિંઘએ જણાવ્યું હતું કે, વર્ષોથી કંપનીની જૂની કોર્પોરેટ સંરચનાના કારણે સરકારને ડિવિડન્ડરૂપે લાભ આપવાની ક્ષમતા ઘણી મર્યાદિત હતી.હવે,સ્કીમ ઓફ એરેન્જમેન્ટ નિર્ણાયક સાબિત થઈ છે,તેનાથી સાચી નાણાંકીય ક્ષમતા ઉજાગર થતાં રાજ્યના વિકાસ તથા કલ્યાણકારી કાર્યોમાં મજબૂત યોગદાન આપવાની તક મળી છે.સ્કીમ ઓફ એરેન્જમેન્ટથી કંપનીની નાણાંકીય ક્ષમતામાં વધારો થયો છે.જીએસપીસી ગ્રૂપ સાથે સંકળાયેલી આ સ્કીમને રાજ્ય સરકાર, સંબંધિત કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરહોલ્ડર્સ તેમજ ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જરૂરી મંજૂરીઓ મળ્યા પછી 2026માં 1લી મે ગુજરાત ગૌરવ દિવસથી ટે અમલી બનાવવામાં આવી છે.
ગુજરાત ગેસ લિમિટેડમાં રાજ્ય સરકારનું શેરહોલ્ડિંગ
આ સ્કીમ અંતર્ગત ગુજરાત ગેસ લિમિટેડમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)નો સમાવેશ થતાં ગુજરાત ગેસ લિમિટેડને ગુજરાત એનર્જી લિમિટેડ (GEL) તરીકે નવી ઓળખ મળી છે. બીજી તરફ,અગાઉ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) દ્વારા હાથ ધરવામાં આવતો ગેસ ટ્રાન્સમિશનનો વ્યવસાય હવે જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ (GTL) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.સ્કીમના અમલ પહેલાં ગુજરાત ગેસ લિમિટેડમાં રાજ્ય સરકારનું શેરહોલ્ડિંગ અંદાજે 6 ટકા હતું, તે સ્કીમ બાદ વધીને અંદાજે 38 ટકા થયું છે.
પ્રત્યક્ષ શેરહોલ્ડિંગ અગાઉ નહોતું તે હવે અંદાજે 38 ટકા થયુ
તેવી જ રીતે, જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડમાં સરકારનું કોઈ પ્રત્યક્ષ શેરહોલ્ડિંગ અગાઉ નહોતું તે હવે અંદાજે 38 ટકા થયુ છે. આ નવી કોર્પોરેટ રચનાથી રાજ્ય સરકારને બંને કંપનીઓના નાણાંકીય પરિણામો અને ડિવિડન્ડ મારફતે મળતા લાભમાં નોંધપાત્ર વધારો થયો છે.આ સ્કીમ ઓફ એરેન્જમેન્ટની અસર સરકારને મળેલા ડિવિડન્ડના આંકડાઓમાં સ્પષ્ટપણે દેખાય છે. નાણાંકીય વર્ષ 2022-23થી 2024-25 દરમિયાનનાં ત્રણ વર્ષમાં ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા રાજ્ય સરકારને કુલ અંદાજે રૂ. 81.55 કરોડનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું હતું.તેની સામે, સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અમલમાં આવ્યા બાદ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા નાણાંકીય વર્ષ 2025-26ના એક જ વર્ષમાં રૂ. 324 કરોડનું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. અગાઉનાં ત્રણ વર્ષના કુલ ડિવિડન્ડની સરખામણીએ એક જ નાણાકીય વર્ષમાં સરકારને લગભગ ચાર ગણું વધુ ડિવિડન્ડ પ્રાપ્ત થયું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

