Gandhinagar: ગૃહમંત્રી અમિત શાહ આજે પોલીસ આવાસો-સ્ટેશનનું ખાતમૂહૂર્ત કરશે

Jan 14, 2025 - 01:30
Gandhinagar: ગૃહમંત્રી અમિત શાહ આજે પોલીસ આવાસો-સ્ટેશનનું ખાતમૂહૂર્ત કરશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સોમવારે સાંજે 7-50 કલાકે દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. લાંબા અંતરાલ બાદ તેઓ સળંગ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ કરી રહ્યા છે.

ભાજપમાં હાલમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અટકેલી છે, સંગઠન રચના ચાલી રહી છે એ તબક્કે શાહના ત્રણ દિવસના રોકાણને કારણે ભાજપમાં ઉત્તેજના છે. અલબત્ત 14મી જાન્યુઆરીને મંગળવારે સવારે તેઓ અમદાવાદથી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત રહેણાંક માટેના 920 આવાસો તેમજ પોલીસ સ્ટેશનનું ખાતમૂર્હત કરશે.

ઉત્તરાયણના દિવસે અમિત શાહ મેમનગરમાં શાંતિનિકેશન એપોર્ટમેન્ટમાં કાર્યકરના ધાબા ઉપર પતંગોત્સવ ઉજવશે. સવારે 10-45ના આ કાર્યક્રમ બાદ પરીવાર સાથે જમાલપુરમાં જગન્નાથ મંદિરે પરિવાર સાથે દર્શનાર્થે જશે. બપોરે 12 કલાકે દર્શન બાદ 3-45 કલાકે ન્યુ રાણીપના આર્યવીલા એપાર્ટમેન્ટના રહીશો સાથે અને સાંજે 4-15 કલાકે સાબરમતી વોર્ડ ખાતે આવેલા અર્હમ ફ્લેટના રહીશો સાથે પતંગોત્સવ ઉજવશે. ઉત્તરાયણના બીજા દિવસે તેઓ ગાંધીનગર સંસદિય ક્ષેત્રમાં માણસા, કલોલ અને બોપલમાં દિવસભર છ કાર્યક્રમોમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે લોકાપર્ણ અને ખાતમૂર્હત કરશે. 16મી જાન્યુઆરીને ગુરૂવારે તેઓ મહેસાણા વડનગરમાં, ગણપત યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે. સાંજે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી પરત જશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0