Gandhinagar: ગુજરાતમાં 122 % વરસાદ છતાંયે ધરોઈ, શેત્રુંજી ડેમ છલકાણા નહીં !

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વિદાયની ઘડીઓ ગણી રહ્યુ છે. સને 1994થી વર્ષ 2023 એમ બે દાયકાની સાપેક્ષમાં 22ટકા વધુ અર્થાત 122.21 ટકા વરસાદ થયાનું ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- GSDMAએ નોંધ્યુ છે. આવો સવાયો વરસાદ છતાંયે 'નર્મદા યોજના' પછી રાજ્યની સૌથી મોટો સ્ત્રોવ ક્ષેત્ર ધરાવતી સિંચાઈ યોજનાના ધરોઈ ડેમમાં માંડ 71 ટકા જ પાણી આવ્યું છે ! જે ચિંતાજનક છે. માત્ર ધરોઈ જ નહીં પરંતુ, ભાવનગરના ક્ષેત્રુજી બંધમાં 67 ટકા પાણી ભરાયુ છે. આ વર્ષે 17 મોટી યોજના પૈકી માત્ર 10 ડેમમાં જ જળસપાટી હાઈ લેવલ રહી છે. તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ, એવા જ કારણોસર વરસાદની બદલાયેલી પેટર્ન કારણભૂત હોવાનું નિષ્ણાતોએ નોંધ્યુ છે.આ ચોમાસે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે તે જળ વ્યવસ્થાપન, કૃષિ અને સ્થાનિક અર્થતંત્ર માટે રાહતરૂપ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. તેમાં પણ બનાસકાંઠામાં 91.31 ટકા જ વરસાદ છે, રાજસ્થાનનો સ્ત્રાવ ક્ષેત્ર ધરાવતા સીપુ ડેમમાં તો માંડ 12 ટકા નવુ પાણી આવ્યુ છે. નજીકના દાંતિવાડામાં માંડ 43 ટકા જ જળસ્તર રહ્યુ છે ! આ બંને ડેમ ગુજરાતની 17 મોટી યોજના પૈકીના છે. તદ્ઉપરાંત અરવલ્લીના હાથમતીમાં પણ 65 ટકા જ પાણી ભરાયુ છે. છેલ્લા છ વર્ષથી જ્યાં સૌથી વધુ ડેમ છે તે ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓના સ્ત્રાવ ક્ષેત્રોમાં વરસાદનું જોર ઘટી રહ્યુ છે. આ કારણોસર પંચમહાલ અને ખેડા એમ બે જિલ્લામાં અનુક્રમે 62 ટકા અને 89 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સરકારે જાહેર કરેલા ડેટા મુજબ રાજ્યમાં સરદાર સરોવર સિવાય નાના- મોટા મળી કુલ 206 પૈકી 44 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે. તેમાંય જૂનાગઢના ઓઝત- વિયરમાં 7 ટકા, ભાવનગરના લાખણકામાં 4 ટકા પાણી છે. જામકલ્યાણપુરનો સાની ડેમ તો હજી પણ સાવ ખાલી જ પડયો છે !

Gandhinagar: ગુજરાતમાં 122 % વરસાદ છતાંયે ધરોઈ, શેત્રુંજી ડેમ છલકાણા નહીં !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વિદાયની ઘડીઓ ગણી રહ્યુ છે. સને 1994થી વર્ષ 2023 એમ બે દાયકાની સાપેક્ષમાં 22ટકા વધુ અર્થાત 122.21 ટકા વરસાદ થયાનું ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- GSDMAએ નોંધ્યુ છે.

આવો સવાયો વરસાદ છતાંયે 'નર્મદા યોજના' પછી રાજ્યની સૌથી મોટો સ્ત્રોવ ક્ષેત્ર ધરાવતી સિંચાઈ યોજનાના ધરોઈ ડેમમાં માંડ 71 ટકા જ પાણી આવ્યું છે ! જે ચિંતાજનક છે. માત્ર ધરોઈ જ નહીં પરંતુ, ભાવનગરના ક્ષેત્રુજી બંધમાં 67 ટકા પાણી ભરાયુ છે. આ વર્ષે 17 મોટી યોજના પૈકી માત્ર 10 ડેમમાં જ જળસપાટી હાઈ લેવલ રહી છે. તેની પાછળ ગ્લોબલ વોર્મિંગ, એવા જ કારણોસર વરસાદની બદલાયેલી પેટર્ન કારણભૂત હોવાનું નિષ્ણાતોએ નોંધ્યુ છે.

આ ચોમાસે સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે તે જળ વ્યવસ્થાપન, કૃષિ અને સ્થાનિક અર્થતંત્ર માટે રાહતરૂપ છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે. તેમાં પણ બનાસકાંઠામાં 91.31 ટકા જ વરસાદ છે, રાજસ્થાનનો સ્ત્રાવ ક્ષેત્ર ધરાવતા સીપુ ડેમમાં તો માંડ 12 ટકા નવુ પાણી આવ્યુ છે. નજીકના દાંતિવાડામાં માંડ 43 ટકા જ જળસ્તર રહ્યુ છે ! આ બંને ડેમ ગુજરાતની 17 મોટી યોજના પૈકીના છે. તદ્ઉપરાંત અરવલ્લીના હાથમતીમાં પણ 65 ટકા જ પાણી ભરાયુ છે. છેલ્લા છ વર્ષથી જ્યાં સૌથી વધુ ડેમ છે તે ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓના સ્ત્રાવ ક્ષેત્રોમાં વરસાદનું જોર ઘટી રહ્યુ છે. આ કારણોસર પંચમહાલ અને ખેડા એમ બે જિલ્લામાં અનુક્રમે 62 ટકા અને 89 ટકા જળસંગ્રહ નોંધાયો છે. સરકારે જાહેર કરેલા ડેટા મુજબ રાજ્યમાં સરદાર સરોવર સિવાય નાના- મોટા મળી કુલ 206 પૈકી 44 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી ભરાયું છે. તેમાંય જૂનાગઢના ઓઝત- વિયરમાં 7 ટકા, ભાવનગરના લાખણકામાં 4 ટકા પાણી છે. જામકલ્યાણપુરનો સાની ડેમ તો હજી પણ સાવ ખાલી જ પડયો છે !