આયોજકોએ વર્ચસ્વ ધરાવતા લોકોના નામ સરનામા પોલીસને આપવાના રહેશે

અમદાવાદ,શનિવારઆગામી ગણેશ  ચતુર્થી અને ગણેશ  સ્થાપના તેમના વિસર્જન માટેના સરઘસ માટેની પરમીશનને લઇને અમદાવાદ શહેર પોલીસે વિચિત્ર નિયમ જાહેર કર્યો છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમીશન સમયે તેમના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ૧૫ થી ૨૦ લોકોના નામ સરનામા ફરજિયાત લખાવવાના રહેશે. એટલું જ નહી ગણપતિ વિસર્જનના સરઘસ માટે વિશેષ શાખામાંથી પરમીશન લેવાની રહેશે.  આમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વર્ચસ્વ ધરાવતા લોકોના નામ આપવાની વાત લઇને આયોજકો મુંઝવણમાં મુકાયા છે. અમદાવાદમાં અનેક સ્થળો પર  આગામી ૭ સપ્ટેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગણેશની મૂર્તિ સ્થાપના માટેની પરવાનગી સ્થાનિક પોલીસ મથકમાંથી આપવામાં આવશે અને ગણેશ વિસર્જન સમયે સરઘસ કાઢવા માટેની પરવાનગી પણ અલગથી લેવાની રહેશે. પરંતુ, જો સરઘસ એક કરતા વધારે ઝોનમાંથી પસાર થવાની હશે તો વિશેષ શાખામાંથી પરવાનગી લેવાની રહેશે. જો કે આ પ્રક્રિયા નિયમ મુજબ સામાન્ય છે. પરંતુ, વિશેષ શાખાના વડા  અજયકુમાર ચૌધરીએ જાહેર કરેલા નિયમોમાં તેમણે જણાવ્યું છે કે જે તે આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરવાનગી માટેની અરજીની સાથે તેમના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ૧૫ થી ૨૦ લોકોના નામ આપવાની રહેશે. પોલીસના આ વિચિત્ર નિર્ણયને લઇને આયોજકોમાં દ્રિધા જોવા મળી રહી છે.  

આયોજકોએ વર્ચસ્વ ધરાવતા લોકોના નામ સરનામા પોલીસને આપવાના રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

આગામી ગણેશ  ચતુર્થી અને ગણેશ  સ્થાપના તેમના વિસર્જન માટેના સરઘસ માટેની પરમીશનને લઇને અમદાવાદ શહેર પોલીસે વિચિત્ર નિયમ જાહેર કર્યો છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમીશન સમયે તેમના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ૧૫ થી ૨૦ લોકોના નામ સરનામા ફરજિયાત લખાવવાના રહેશે. એટલું જ નહી ગણપતિ વિસર્જનના સરઘસ માટે વિશેષ શાખામાંથી પરમીશન લેવાની રહેશે.  આમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વર્ચસ્વ ધરાવતા લોકોના નામ આપવાની વાત લઇને આયોજકો મુંઝવણમાં મુકાયા છે. અમદાવાદમાં અનેક સ્થળો પર  આગામી ૭ સપ્ટેમ્બરથી ૧૭ નવેમ્બર દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગણેશની મૂર્તિ સ્થાપના માટેની પરવાનગી સ્થાનિક પોલીસ મથકમાંથી આપવામાં આવશે અને ગણેશ વિસર્જન સમયે સરઘસ કાઢવા માટેની પરવાનગી પણ અલગથી લેવાની રહેશે. પરંતુ, જો સરઘસ એક કરતા વધારે ઝોનમાંથી પસાર થવાની હશે તો વિશેષ શાખામાંથી પરવાનગી લેવાની રહેશે. જો કે આ પ્રક્રિયા નિયમ મુજબ સામાન્ય છે. પરંતુ, વિશેષ શાખાના વડા  અજયકુમાર ચૌધરીએ જાહેર કરેલા નિયમોમાં તેમણે જણાવ્યું છે કે જે તે આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરવાનગી માટેની અરજીની સાથે તેમના વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ૧૫ થી ૨૦ લોકોના નામ આપવાની રહેશે. પોલીસના આ વિચિત્ર નિર્ણયને લઇને આયોજકોમાં દ્રિધા જોવા મળી રહી છે.