Anjar: રણજિત બિલ્ડકોન કંપનીએ ખાણ ખનિજની બે બોગસ NOC બનાવી

વર્ષ 2021માં રણજિત બિલ્ડકોન લિ. દ્વારા સામખિયાળીથી કિડિયાનગર રેલવે ટ્રેક તૈયાર કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા પછી અંજાર ખાણ ખનિજ કચેરી દ્વારા ફાળવવામાં આવેલી એનઓસીની અલગ અલગ વધુ ક્ષમતાવાળી બે એનઓસી બનાવીને ઈન્ચાર્જ અધિકારીની ખોટી સહી, આવક - જાવકના નંબરો નાખીને બોગસ એનઓસીનો ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રણજિત બિલ્ડકોન દ્વારા મોટાપાયે રોયલ્ટી ચોરીની સંભાવના દર્શાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અંજાર ખાણ ખનિજ કચેરીના સિનિયર કલાર્ક જુવાનસિંહ ઘનશ્યામસિંહ ડાભીએ અંજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મે. રણજિત બિલ્ડકોન લિ.ના પ્રતિનિધિઓને ખાણ ખનિજ કચેરીમાંથી એનઓસી ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. આ એનઓસી મે. રણજિત બિલ્ડકોન લિ.ના પ્રતિનિધિઓએ પોતાના અંગત ઈરાદાઓ પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને તેના જેવી જ બનાવટી એનઓસી તૈયાર કરી તેમજ ખાણ ખનિજ કચેરીના ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંગના ખોટા અને બનાવટી સહી-સિક્કા કરી ખાણ ખનિજ કચેરીના પત્ર જેવા કચેરીના જાવક નંબરને અન્ય બે બનાવટી એનઓસી બનાવી ખરા હોય તે રીતે અમદાવાદ રેલ વિકાસ નિગમ લિ.માં રજૂ કરવામાં આવ્યા હતા.આ દરમ્યાન અંજાર ખાણ ખનિજ વિભાગ અને અમદાવાદ રેલ વિકાસ નિગમ લિ.ના ક્રોસ ચેકિંગમાં અંજારની ખાણ ખનિજ કચેરીના અધિકારીના ખોટા સહી-સિક્કાઓ અને જાવક નંબર સહિતના બનાવટી ત્રણ પત્રો બનાવીને તે ખરા હોવાનું જણાવી ગત તા.7/5/2021થી તા.24/5/2023 સુધીના સમયગાળામાં બનાવટી એનઓસીનો ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાવતાં પીઆઈ એ.આર. ગોહિલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, સામખિયાળીથી કિડિયાનગર રેલવે ટ્રેકની કામગીરીમાં રેતી અને કપચીઓની જરૂરિયાત સામે મસમોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોઈ જેથી બનાવટી એન.ઓ.સી. વડે મોટાપાયે રોયલ્ટી ચોરી કરવામાં આવ્યાની પોલીસ દ્વારા આશંકા દર્શાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરતમાં બે ક્રેઈન તૂટી પડવા મામલે રણજિત બિલ્ડકોનના અધૂરા જવાબથી GMRC અસંતુષ્ટ સુરત : નાના વરાછામાં થોડા સમય પહેલા મેટ્રો પ્રોજેક્ટના નિર્માણાધીન એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોંચર ચડાવતી વખતે બે ક્રેન તૂટી પડી હતી. જે અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા કોન્ટ્રાક્ટર કંપની રણજિત બિલ્ડકોનને શો-કોઝ નોટિસ ફટકારાઈ હતી. જે અંગે રણજિત બિલ્ડકોને સમગ્ર ઘટના માટે હાઇડ્રોલિક ફેલ્યોર કે મિકેનિકલ ફેલ્યોરને જવાબદાર ગણાવી હતી તેમજ તમામ કામગીરી વ્યવસ્થિત કરી હોવાનો બચાવ કર્યો હતો. જોકે આ જવાબથી જીએમઆરસી અસંતુષ્ટ છે અને તેનો અડધો-અધૂરો જવાબ માનીને તેની સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

Anjar: રણજિત બિલ્ડકોન કંપનીએ ખાણ ખનિજની બે બોગસ NOC બનાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષ 2021માં રણજિત બિલ્ડકોન લિ. દ્વારા સામખિયાળીથી કિડિયાનગર રેલવે ટ્રેક તૈયાર કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યા પછી અંજાર ખાણ ખનિજ કચેરી દ્વારા ફાળવવામાં આવેલી એનઓસીની અલગ અલગ વધુ ક્ષમતાવાળી બે એનઓસી બનાવીને ઈન્ચાર્જ અધિકારીની ખોટી સહી, આવક - જાવકના નંબરો નાખીને બોગસ એનઓસીનો ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં રણજિત બિલ્ડકોન દ્વારા મોટાપાયે રોયલ્ટી ચોરીની સંભાવના દર્શાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, અંજાર ખાણ ખનિજ કચેરીના સિનિયર કલાર્ક જુવાનસિંહ ઘનશ્યામસિંહ ડાભીએ અંજાર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મે. રણજિત બિલ્ડકોન લિ.ના પ્રતિનિધિઓને ખાણ ખનિજ કચેરીમાંથી એનઓસી ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. આ એનઓસી મે. રણજિત બિલ્ડકોન લિ.ના પ્રતિનિધિઓએ પોતાના અંગત ઈરાદાઓ પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને તેના જેવી જ બનાવટી એનઓસી તૈયાર કરી તેમજ ખાણ ખનિજ કચેરીના ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવસિંગના ખોટા અને બનાવટી સહી-સિક્કા કરી ખાણ ખનિજ કચેરીના પત્ર જેવા કચેરીના જાવક નંબરને અન્ય બે બનાવટી એનઓસી બનાવી ખરા હોય તે રીતે અમદાવાદ રેલ વિકાસ નિગમ લિ.માં રજૂ કરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન અંજાર ખાણ ખનિજ વિભાગ અને અમદાવાદ રેલ વિકાસ નિગમ લિ.ના ક્રોસ ચેકિંગમાં અંજારની ખાણ ખનિજ કચેરીના અધિકારીના ખોટા સહી-સિક્કાઓ અને જાવક નંબર સહિતના બનાવટી ત્રણ પત્રો બનાવીને તે ખરા હોવાનું જણાવી ગત તા.7/5/2021થી તા.24/5/2023 સુધીના સમયગાળામાં બનાવટી એનઓસીનો ઉપયોગ કર્યાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાવતાં પીઆઈ એ.આર. ગોહિલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સામખિયાળીથી કિડિયાનગર રેલવે ટ્રેકની કામગીરીમાં રેતી અને કપચીઓની જરૂરિયાત સામે મસમોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોઈ જેથી બનાવટી એન.ઓ.સી. વડે મોટાપાયે રોયલ્ટી ચોરી કરવામાં આવ્યાની પોલીસ દ્વારા આશંકા દર્શાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં બે ક્રેઈન તૂટી પડવા મામલે રણજિત બિલ્ડકોનના અધૂરા જવાબથી GMRC અસંતુષ્ટ

સુરત : નાના વરાછામાં થોડા સમય પહેલા મેટ્રો પ્રોજેક્ટના નિર્માણાધીન એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોંચર ચડાવતી વખતે બે ક્રેન તૂટી પડી હતી. જે અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા કોન્ટ્રાક્ટર કંપની રણજિત બિલ્ડકોનને શો-કોઝ નોટિસ ફટકારાઈ હતી. જે અંગે રણજિત બિલ્ડકોને સમગ્ર ઘટના માટે હાઇડ્રોલિક ફેલ્યોર કે મિકેનિકલ ફેલ્યોરને જવાબદાર ગણાવી હતી તેમજ તમામ કામગીરી વ્યવસ્થિત કરી હોવાનો બચાવ કર્યો હતો. જોકે આ જવાબથી જીએમઆરસી અસંતુષ્ટ છે અને તેનો અડધો-અધૂરો જવાબ માનીને તેની સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.