Ahmedabad: કોલ્ડપ્લેના ચાહકો માટે 26 જાન્યુઆરીએ બીજો શો યોજાશે, બુકિંગ શરૂ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાનાર કોલ્ડપ્લેની ટિકિટ વેચાઈ જતા કોલ્ડપ્લેના ચાહકો માટે બીજા દિવસે એટલે કે 26 જાન્યુઆરી, 2025ના રોજ ફરી આયોજન કરવામાં આવ્યું છે. જેનું બુકિંગ આજે બપોરે 01.00 વાગ્યાથી શરૂ થયું છે. બીજા શોની ટિકિટ માટે નવો વેઇટિંગ રૂમ પણ ઓપન કરી દેવામાં આવ્યો છે. 25 જાન્યુઆરી, 2025ના કોલ્ડપ્લેના કોન્સર્ટની તમામ ટિકિટો SOLD OUT થઈ જતાં ટિકિટનું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે તમે 26 જાન્યુઆરીના શો માટેના નવા વેઇટિંગમાં રૂમમાં એન્ટર થઈ બીજા શોની ટિકિટ મેળવી શકશો. ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતના અમદાવાદમાં વિશ્વના નંબર 1 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. કોલ્ડપ્લે કોન્સર્ટના પ્રથમ શોની તમામ ટિકિટ SOLD OUT થઈ જતાં હવે આજે બપોરે 1 વાગ્યાથી બુક માય શો પર બીજા શોની ટિકિટ માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એના માટે બુક માય શો એપ્લિકેશન પર પહેલાં વેઇટિંગ રૂમ ઓપન કરાયો હતો. એકવાર વેઇટિંગ રૂમમાં એન્ટર થયા પછી બહાર નીકળશો તો ટિકિટ મેળવવાનો ચાન્સ ઓછો થવાની શક્યતા છે. મુંબઈમાં યોજાનાર ત્રણ શો હાઉસફુલ મુંબઈમાં યોજાનાર કોલ્ડપ્લેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થવાની સંભાવના છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેચાય એવી શક્યતા સેવાઈ રહી છે. કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇને અમદાવાદમાં હોટલોનાં ભાડામાં 13 ગણો વધારો થયો છે, જ્યારે ફ્લાઇટોનાં ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે. મુંબઈમાં 18, 19 અને 21મી જાન્યુઆરીએ યોજાશે આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. એની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાને કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બુકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતાં અનેક ચાહકો નિરાશ થયા હતા. ત્યારે હવે અમદાવાદમાં યોજાનારા શો માટે બુક માય શોમાં આજથી ઓનલાઇન બુકિંગ શરૂ થયું છે. ત્યારે મુંબઈના શોની ટિકિટ મેળવવાનું ચૂકી ગયેલા ચાહકો પણ અમદાવાદના શો માટે ટિકિટ બુક કરાવશે, જેના કારણે હવે અમદાવાદના કોન્સર્ટમાં ભારે ધસારો જોવા મળશે. બુક માય શોમાં ટિકિટ બુક કરાવતાં પહેલાં આટલા સ્ટેપ્સ ધ્યાન રાખો કોલ્ડપ્લેના ટિકિટનું વેચાણ શરૂ થાય એના એક કલાક પહેલાં વેઇટિંગ રૂમ ખૂલશે, પરંતુ તમે વેઇટિંગ રૂમમાં પહેલા પ્રવેશ કર્યો હશે તો તમને પહેલા ટિકિટ મળી શકે એની કોઈ ખાતરી નથી. જ્યારે વેચાણ શરૂ થશે ત્યારે બુક માય શોના વેઇટિંગ રૂમમાં રહેલી દરેક વ્યક્તિને બુક માય શો એપ્લિકેશનના આધારે એક QUEUE નંબર આપવામાં આવશે. વેઇટિંગ રૂમમાં QUEUE નંબર મળ્યા બાદ તમે એકવાર સીટ લેઆઉટ પર આવી ગયા પછી તમારી પાસે સીટ બુક કરવા માટે લગભગ 4 મિનિટ હશે. તમારો QUEUE નંબર તમને ટિકિટ મળશે જ એવી બાંયધરી આપતો નથી. એ ફક્ત તમારો વારો આવે ત્યારે ટિકિટની ઉપલબ્ધતા પર આધાર રાખશે. પેજને વારંવાર 'રિફ્રેશ' કરવાથી અથવા 'બેક' બટન પર ક્લિક કરવાથી તમે QUEUEના પેજમાંથી બહાર નીકળી જશો અને તમે બુકિંગ ચાલુ થયાના કલાક પહેલા કરેલી તમામ પ્રક્રિયા પર પાણી ફરી જશે અને એકડો ફરીથી ઘૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થશે. માટે તમે ખાતરી કરો કે QUEUEના પેજમાં જ રહો. તમે આ શો માટે વધુમાં વધુ 4 ટિકિટ જ બુક કરી શકશો આ તારીખોમાં અમદાવાદની હોટલો ફુલ અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં દેશભરમાંથી જ નહિ, પરંતુ વિશ્વના અનેક દેશમાંથી લોકો આવી શકે છે. ત્યારે લોકો અમદાવાદની હોટલમાં પણ રોકાશે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા છે. તો કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ફ્લાઇટ અને હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇટ અગોડામાં અત્યારે 23થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે. ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા અમદાવાદની હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હોટલમાં જે ભાડા સામાન્ય દિવસમાં 6થી 10 હજાર સુધી હતા એ ભાડા 80 હજાર પહોંચ્યા છે. હોટલના ભાડામાં 13 ગણા સુધીનો વધારો થયો છે, કેટલીક હોટલમાં તો હવે રૂમ પણ મળી શકે એમ નથી. 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી હોટલના તમામ રૂમ હાઉસફૂલ થઇ ચૂક્યા છે, જેથી હવે બુકિંગ પણ કરાવી શકાશે નહી. અત્યારથી જ ટિકિટ બુક કરાવો તો સામાન્ય ભાવમાં મળશે અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી સંગીતના રસિયાઓ અને કોલ્ડપ્લે બેન્ડના ફેન અમદાવાદ ખાતે આવશે ત્યારે આધુનિક જમાનામાં સમયની બચત માટે મોટા ભાગના લોકો ફ્લાઈટ મારફત ટ્રાવેલ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દેશનાં મહાનગરો, જેમ કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, પુણે, જયપુર, ઇન્દોર, ગોવા જેવાં શહેરોમાંથી અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ચાહકો આવશે, જેના કારણે વહેલી તકે ફ્લાઇટનું બુકિંગ કરાવવું હિતાવહ છે. કોલ્ડપ્લેમાં એવું તો શું છે કે લોકો લાખો રૂપિયા ખર્ચે છે? કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે. આ બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ? કોલ્
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ યોજાનાર કોલ્ડપ્લેની ટિકિટ વેચાઈ જતા કોલ્ડપ્લેના ચાહકો માટે બીજા દિવસે એટલે કે 26 જાન્યુઆરી, 2025ના રોજ ફરી આયોજન કરવામાં આવ્યું છે. જેનું બુકિંગ આજે બપોરે 01.00 વાગ્યાથી શરૂ થયું છે. બીજા શોની ટિકિટ માટે નવો વેઇટિંગ રૂમ પણ ઓપન કરી દેવામાં આવ્યો છે.
25 જાન્યુઆરી, 2025ના કોલ્ડપ્લેના કોન્સર્ટની તમામ ટિકિટો SOLD OUT થઈ જતાં ટિકિટનું ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે તમે 26 જાન્યુઆરીના શો માટેના નવા વેઇટિંગમાં રૂમમાં એન્ટર થઈ બીજા શોની ટિકિટ મેળવી શકશો.
ઘણા વખતથી ચર્ચામાં રહેલા અને આખું વિશ્વ જેની પાછળ ઘેલું થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતના અમદાવાદમાં વિશ્વના નંબર 1 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીતનો ભવ્ય જલસો થશે. કોલ્ડપ્લે કોન્સર્ટના પ્રથમ શોની તમામ ટિકિટ SOLD OUT થઈ જતાં હવે આજે બપોરે 1 વાગ્યાથી બુક માય શો પર બીજા શોની ટિકિટ માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. એના માટે બુક માય શો એપ્લિકેશન પર પહેલાં વેઇટિંગ રૂમ ઓપન કરાયો હતો. એકવાર વેઇટિંગ રૂમમાં એન્ટર થયા પછી બહાર નીકળશો તો ટિકિટ મેળવવાનો ચાન્સ ઓછો થવાની શક્યતા છે.
મુંબઈમાં યોજાનાર ત્રણ શો હાઉસફુલ
મુંબઈમાં યોજાનાર કોલ્ડપ્લેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થવાની સંભાવના છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ઘોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેચાય એવી શક્યતા સેવાઈ રહી છે.
કોલ્ડપ્લેના કોન્સર્ટને લઇને અમદાવાદમાં હોટલોનાં ભાડામાં 13 ગણો વધારો થયો છે, જ્યારે ફ્લાઇટોનાં ભાડામાં પણ વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે.
મુંબઈમાં 18, 19 અને 21મી જાન્યુઆરીએ યોજાશે
આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. એની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ધસારાને કારણે અનેક લોકોને ટિકિટ મળી શકી નહોતી. ઓનલાઈન બુકિંગમાં લાખો લોકોનું વેઇટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતાં અનેક ચાહકો નિરાશ થયા હતા. ત્યારે હવે અમદાવાદમાં યોજાનારા શો માટે બુક માય શોમાં આજથી ઓનલાઇન બુકિંગ શરૂ થયું છે. ત્યારે મુંબઈના શોની ટિકિટ મેળવવાનું ચૂકી ગયેલા ચાહકો પણ અમદાવાદના શો માટે ટિકિટ બુક કરાવશે, જેના કારણે હવે અમદાવાદના કોન્સર્ટમાં ભારે ધસારો જોવા મળશે.
બુક માય શોમાં ટિકિટ બુક કરાવતાં પહેલાં આટલા સ્ટેપ્સ ધ્યાન રાખો
- કોલ્ડપ્લેના ટિકિટનું વેચાણ શરૂ થાય એના એક કલાક પહેલાં વેઇટિંગ રૂમ ખૂલશે, પરંતુ તમે વેઇટિંગ રૂમમાં પહેલા પ્રવેશ કર્યો હશે તો તમને પહેલા ટિકિટ મળી શકે એની કોઈ ખાતરી નથી. જ્યારે વેચાણ શરૂ થશે ત્યારે બુક માય શોના વેઇટિંગ રૂમમાં રહેલી દરેક વ્યક્તિને બુક માય શો એપ્લિકેશનના આધારે એક QUEUE નંબર આપવામાં આવશે.
- વેઇટિંગ રૂમમાં QUEUE નંબર મળ્યા બાદ તમે એકવાર સીટ લેઆઉટ પર આવી ગયા પછી તમારી પાસે સીટ બુક કરવા માટે લગભગ 4 મિનિટ હશે. તમારો QUEUE નંબર તમને ટિકિટ મળશે જ એવી બાંયધરી આપતો નથી. એ ફક્ત તમારો વારો આવે ત્યારે ટિકિટની ઉપલબ્ધતા પર આધાર રાખશે.
- પેજને વારંવાર 'રિફ્રેશ' કરવાથી અથવા 'બેક' બટન પર ક્લિક કરવાથી તમે QUEUEના પેજમાંથી બહાર નીકળી જશો અને તમે બુકિંગ ચાલુ થયાના કલાક પહેલા કરેલી તમામ પ્રક્રિયા પર પાણી ફરી જશે અને એકડો ફરીથી ઘૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થશે. માટે તમે ખાતરી કરો કે QUEUEના પેજમાં જ રહો.
- તમે આ શો માટે વધુમાં વધુ 4 ટિકિટ જ બુક કરી શકશો
આ તારીખોમાં અમદાવાદની હોટલો ફુલ
અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં દેશભરમાંથી જ નહિ, પરંતુ વિશ્વના અનેક દેશમાંથી લોકો આવી શકે છે. ત્યારે લોકો અમદાવાદની હોટલમાં પણ રોકાશે. અમદાવાદની જાણીતી અને ફાઈવસ્ટાર હોટલમાં કોન્સર્ટના અગાઉના દિવસના હોટલના ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા છે. તો કેટલીક જાણીતી હોટલમાં અત્યારથી જ તમામ રૂમ બુક થઈ ગયા હોવાથી હોટલ પણ હાઉસફુલ થઈ ચૂકી છે. ફ્લાઇટ અને હોટલોની બુકિંગ માટે જાણીતી વેબસાઇટ અગોડામાં અત્યારે 23થી 26 જાન્યુઆરીની તારીખોમાં અમદાવાદની 80 % હોટલો બુક બતાવી રહી છે.
ભાવ સામાન્ય દિવસ કરતાં 13 ગણા સુધી વધ્યા
અમદાવાદની હોટલના ભાવમાં ધરખમ વધારો થયો છે. હોટલમાં જે ભાડા સામાન્ય દિવસમાં 6થી 10 હજાર સુધી હતા એ ભાડા 80 હજાર પહોંચ્યા છે. હોટલના ભાડામાં 13 ગણા સુધીનો વધારો થયો છે, કેટલીક હોટલમાં તો હવે રૂમ પણ મળી શકે એમ નથી. 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી હોટલના તમામ રૂમ હાઉસફૂલ થઇ ચૂક્યા છે, જેથી હવે બુકિંગ પણ કરાવી શકાશે નહી.
અત્યારથી જ ટિકિટ બુક કરાવો તો સામાન્ય ભાવમાં મળશે
અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાંથી સંગીતના રસિયાઓ અને કોલ્ડપ્લે બેન્ડના ફેન અમદાવાદ ખાતે આવશે ત્યારે આધુનિક જમાનામાં સમયની બચત માટે મોટા ભાગના લોકો ફ્લાઈટ મારફત ટ્રાવેલ કરવાનું વધુ પસંદ કરે છે. ત્યારે દેશનાં મહાનગરો, જેમ કે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકાતા, પુણે, જયપુર, ઇન્દોર, ગોવા જેવાં શહેરોમાંથી અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ચાહકો આવશે, જેના કારણે વહેલી તકે ફ્લાઇટનું બુકિંગ કરાવવું હિતાવહ છે.
કોલ્ડપ્લેમાં એવું તો શું છે કે લોકો લાખો રૂપિયા ખર્ચે છે?
કોલ્ડપ્લે બેન્ડ લગભગ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે, આ બેન્ડનું લાઈવ પર્ફોર્મન્સ જોવા માટે સંગીતરસિકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. આ બેન્ડ વર્ષ 2022થી મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેની યાદીમાં મુંબઈ અને હવે અમદાવાદનું પણ નામ જોડાઈ ગયું છે. આ બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બેસિસ્ટ ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત 4 સભ્ય છે. ફિલ હાર્વે આ ગ્રુપનો મેનેજર છે.
આ બેન્ડની શરૂઆત કેવી રીતે થઈ?
કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત ક્રિસ માર્ટિન અને જોની બકલેન્ડે કરી હતી. બંનેની મુલાકાત વર્ષ 1996માં લંડન યુનિવર્સિટીમાં થઈ હતી. આ પછી ક્રિસ અને જોનીએ સાથે પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું, એ સમયે બંને 'બિગ ફેટ નોઈઝ' અને 'પેક્ટોરલ્સ' તરીકે જાણીતા હતા. થોડા સમય પછી બેરીમેન બંનેને મળ્યો અને તે પણ તેમની સાથે જોડાયો. પછી બેન્ડનું નામ બદલીને 'સ્ટારફિશ' રાખવામાં આવ્યું, પરંતુ એનું નામ બદલીને ફરીથી 'કોલ્ડપ્લે' રાખવામાં આવ્યું. એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ આલ્બમ માટે બેન્ડે 'ધ સાયન્ટિસ્ટ' ગીત લખ્યું હતું. બેન્ડની શરૂઆતના ચાર વર્ષ પછી તેણે 2 હજારમાં તેનું પહેલું સ્ટુડિયો આલ્બમ રજૂ કર્યું, જેનું શીર્ષક 'પેરાશૂટ્સ' હતું. કોલ્ડપ્લેનું પહેલું સૌથી હિટ ગીત 'શિવર' હતું. ભારતમાં 2016માં કોલ્ડપ્લેએ પર્ફોર્મ કર્યું હતું.
2025માં યોજાનારા 47 કોન્સર્ટમાંથી 40ની ટિકિટો અત્યારથી વેચાઈ ગઈ!
જાન્યુઆરી 2025થી સપ્ટેમ્બર 2025 દરમિયાન ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાનાર છે. અત્યારસુધીમાં 2025માં કુલ 47 કોન્સર્ટનું આયોજન કરાયું છે, જેમાં 40 કોન્સર્ટની ટિકિટો અત્યારથી જ વેચાઈ ચૂકી છે. એપ્રિલ-2025માં સિઓલમાં યોજાનારા કોન્સર્ટની ટિકિટો જ ઉપલબ્ધ છે.