Ahmedabadના નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને હડફેટે લેતા મચી અફરાતફરી

શહેરના નિકોલ વિસ્તારમાં પણ સર્જાયો અકસ્માત નિકોલમાં કારચાલકે 4 બાઈકચાલકોને લીધા અડફેટે નિકોલ સિવિક સેન્ટર પાસે સર્જાયો અકસ્માત અમદાવાદ શહરેમાં મોડી રાત્રે નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લીધા હતા નિકોલના સિવિક સેન્ટર પાસે આ ઘટના બની હતી.ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા સાથે સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા.ચારમાંથી બે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અમદાવાદ શહેરમાં મોડી રાતે 2 અકસ્માત અમદાવાદ શહેરમાં મોડી રાત્રે બે અકસ્માતની ઘટના બની હતી,જેમાં પહેલો અકસ્માત નિકોલ પાસે થયો હતો અને બીજો અકસ્માત હેલમેટ ચાર રસ્તા પાસે થયો છે,બન્ને અકસ્માતમાં બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા છે.નિકોલ અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી છે અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે,કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઉંધી પડી ગઈ હતી,તો લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢયો હતો. AEC બ્રિજ પાસે અકસ્માત અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં પણ એઈસી બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી,આ અકસ્માત થાર અને વેગેનાર કાર વચ્ચે થયો હતો,જેમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી,કાર ચાલકના નિવેદન નોંધ્યા હતા અને તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ શહેમાં અકસ્માતની સંખ્યા વધી અમદાવાદ શહેર વિકસિત શહેર છે,આ શહેરમાં નબીરાઓ જાણે ગાડી લઈને નિકળે તો એમને એવું લાગે કે તેવો પ્લેન લઈને નિકડે છે એટલી સ્પીડે કાર ચલાવતા હોય છે,પોલીસની જાણે બીક જ ના હોય તેમ નબીરાઓ ગાડી હંકારતા હોય છે,ત્યારે રોડ પર ચાલતી વ્યકિત અથવા વાહન પર જઈ રહેલી વ્યકિત આવા અકસ્માતનો ભોગ બનતી હોય છે,પોલીસ પણ આવા બેફામ કાર ચલાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.  

Ahmedabadના નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને હડફેટે લેતા મચી અફરાતફરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરના નિકોલ વિસ્તારમાં પણ સર્જાયો અકસ્માત
  • નિકોલમાં કારચાલકે 4 બાઈકચાલકોને લીધા અડફેટે
  • નિકોલ સિવિક સેન્ટર પાસે સર્જાયો અકસ્માત

અમદાવાદ શહરેમાં મોડી રાત્રે નિકોલમાં કાર ચાલકે 4 બાઈક ચાલકોને અડફેટે લીધા હતા નિકોલના સિવિક સેન્ટર પાસે આ ઘટના બની હતી.ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા સાથે સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા.ચારમાંથી બે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અમદાવાદ શહેરમાં મોડી રાતે 2 અકસ્માત

અમદાવાદ શહેરમાં મોડી રાત્રે બે અકસ્માતની ઘટના બની હતી,જેમાં પહેલો અકસ્માત નિકોલ પાસે થયો હતો અને બીજો અકસ્માત હેલમેટ ચાર રસ્તા પાસે થયો છે,બન્ને અકસ્માતમાં બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા છે.નિકોલ અકસ્માતમાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી છે અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથધરી છે,કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત બાદ તે ઉંધી પડી ગઈ હતી,તો લોકોએ કારચાલકને કારમાંથી બહાર કાઢયો હતો.

AEC બ્રિજ પાસે અકસ્માત

અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં પણ એઈસી બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી,આ અકસ્માત થાર અને વેગેનાર કાર વચ્ચે થયો હતો,જેમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી,કાર ચાલકના નિવેદન નોંધ્યા હતા અને તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેમાં અકસ્માતની સંખ્યા વધી

અમદાવાદ શહેર વિકસિત શહેર છે,આ શહેરમાં નબીરાઓ જાણે ગાડી લઈને નિકળે તો એમને એવું લાગે કે તેવો પ્લેન લઈને નિકડે છે એટલી સ્પીડે કાર ચલાવતા હોય છે,પોલીસની જાણે બીક જ ના હોય તેમ નબીરાઓ ગાડી હંકારતા હોય છે,ત્યારે રોડ પર ચાલતી વ્યકિત અથવા વાહન પર જઈ રહેલી વ્યકિત આવા અકસ્માતનો ભોગ બનતી હોય છે,પોલીસ પણ આવા બેફામ કાર ચલાવતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.