મહીસાગર કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો

Mahisagar Collector Nehakumari's Case : મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો?મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું.

મહીસાગર કલેક્ટર નેહાકુમારીની મુશ્કેલીમાં વધારો: રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે DGP પાસે રિપોર્ટ માંગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mahisagar Collector Nehakumari's Case : મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે, ત્યારે આંદોલન અગાઉ નેહાકુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે. જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા DGPને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. 

શું છે સમગ્ર મામલો?

મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેમાં નેહાકુમારીએ 'ચપ્પલ ખોલ કે મારને જેસી હૈ' જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું.