Election: ચૂંટણીમાં રોકડ જપ્તી 86%ઘટી, વોટ લેવા અપાતી 107કરોડની વસ્તુઓ જપ્ત

ક્ષત્રિય આંદોલન, ઉમેદવારોમાં બદલાવ વચ્ચે 'ધનબળ' ગરમ રહ્યું !ECIએ ગુજરાતમાંથી રૂ.1,461 કરોડનો મુદ્દામાલ પકડયો 36 રાજ્યોમાં સૌથી વધારે 16.44 ટકા હિસ્સો ગુજરાતમાંથી પકડાયો ગુજરાતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન પૂર્ણ થયુ છે. પરંતુ, ચૂંટણી આચારસંહિતાનો અમલ યથાવત છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા- ECIએ શનિવારે જાહેર કરેલી વિગતો મુજબ દેશના 36 રાજ્યોમાંથી દારૂ, ડ્રગ્સ, સોનુ- જવેરાત અને રોકડ રકમ સહિત અત્યાર સુધીમાં કુલ રૂપિયા 8,889 કરોડ 74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જે પૈકી માત્ર ગુજરાતમાંથી જ 1,461 કરોડ 73 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જે દેશમાં કુલ જપ્તીના 16.44 ટકા જેટલો થવા થાય છે. અલબત્ત આ ચૂંટણીમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીની 2019ના સાપેક્ષમાં રોકડ જપ્તીમાં 86 ટકા જેટલો ઘટાડો થયો છે ! જ્યારે વોટની લાલચે ઉમેદવારો કે રાજકીય પક્ષોના કાર્યકરો તરફથી રૂ.107 કરોડની મફત લ્હાણીઓ અર્થાત વિવિધ પ્રકારની ચીજ વસ્તુ ECIએ જપ્તી કરી છે.સામાન્યતઃ ગુજરાતમાં ચૂંટણી વેળાએ મફતમાં ચીજ વસ્તુઓ વહેંચવાના કિસ્સા જવલ્લે જ બહાર આવતા હોય છે. હાલની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ક્રિકેટ કિટ, મોબાઈલ અને વાહનો જેવી ચીજ વસ્તુઓની લ્હાણીથી મતદારોને પોતાની તરફેણમાં વોટિંગ માટે લાલચ આપ્યાનું બહાર આવ્યુ છે. ECIએ આવો રૂ.107 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકસભા- 2019ની ચૂંટણીમાં ગુજરાતમાંથી રૂ.58.88 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ વેળાએ 1લી માર્ચથી 18મી મે અર્થાત 78-79 દિવસમાં માત્ર રૂ.8.61 કરોડની કેશ જ જપ્ત થઈ છે ! જે આ બંને ચૂંટણીઓ વચ્ચે 86 ટકાના ઘટાડાને પ્રદર્શિત કરે છે. શરૂઆતને તબક્કે નીરસ જાણાતી લોકસભાની ચૂંટણી 16મી માર્ચ પછી ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં ઉમેદવારોના બદલવાના ઘટનાક્રમથી રસપ્રદ રહી છે ત્યારે મતદાને અપવિત્ર કરતા દારૂ, ડ્રગ્સ, સોનુ ઝવેરાત અને રોકડને કારણે ગરમ બની રહી છે. ECIએ જાહેર કરેલા ડેટા મુજબ ચૂંટણી દરમિયાન 36 રાજ્યોમાંથી રૂ.3,958.85 કરોડના મુલ્યનું ડ્રગ્સ જપ્ત કરાયુ છે. જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ રૂ.1,187.80 કરોડનું ડ્રગ્સ મળ્યુ છે ! પાંચ વર્ષ પૂર્વે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રૂ.524 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયુ હતું. આ સિવાય ECIએ વિવિધ એજન્સી દ્વારા રાજ્યમાંથી રૂ.29.76 કરોડના મુલ્યનો 10.09 લાખ લીટર દારૂ પકડયો છે. અલબત્ત તેના સિવાય આ ચૂંટણીમાં કેટલી પિવાયો, વહેંચાયો એ અંગે કોઈ જ અધિકૃત માહિતી જાહેર થઈ નથી. ચૂંટણી વચ્ચે ગુજરાત ATSએ રૂ.892 કરોડનું ડ્રગ્સ પકડયું ગુજરાત ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમે લોકસભા ચૂંટણી દરમિયાન ત્રણ ઓપરેશન કરીને રૂ.892 કરોડનું ડ્રગ્સ પકડયુ છે. જેમાં પોરબંદર પાસેના દરિયામાંથી રૂ.602 કરોડનુ ડ્રગ્સનો જથ્થો, રાજસ્થાન અને ગુજરાતમાં એક સાથે દરોડા પાડીને રૂ.230 કરોડના મુલ્યના મેફેડ્રોન પાવડર અને 124 લીટર મેફેડ્રોન પ્રવાહી તેમજ રૂ.60.5 કરોડની કિંમતનો 173 કિલો હશીશનો પણ સમાવેશ થાય છે. આમ, દેશભરમાંથી જપ્ત રૂ.3,958.85 કરોડમાંથી ગુજરાતમાંથી જ રૂ.1,187.80 કરોડનું ડ્રગ્સ મળ્યુ છે ! જે કુલ જથ્થાના 30 ટકા જેટલુ થવા જાય છે.

Election: ચૂંટણીમાં રોકડ જપ્તી 86%ઘટી, વોટ લેવા અપાતી 107કરોડની વસ્તુઓ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય આંદોલન, ઉમેદવારોમાં બદલાવ વચ્ચે 'ધનબળ' ગરમ રહ્યું !
  • ECIએ ગુજરાતમાંથી રૂ.1,461 કરોડનો મુદ્દામાલ પકડયો
  • 36 રાજ્યોમાં સૌથી વધારે 16.44 ટકા હિસ્સો ગુજરાતમાંથી પકડાયો

ગુજરાતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન પૂર્ણ થયુ છે. પરંતુ, ચૂંટણી આચારસંહિતાનો અમલ યથાવત છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા- ECIએ શનિવારે જાહેર કરેલી વિગતો મુજબ દેશના 36 રાજ્યોમાંથી દારૂ, ડ્રગ્સ, સોનુ- જવેરાત અને રોકડ રકમ સહિત અત્યાર સુધીમાં કુલ રૂપિયા 8,889 કરોડ 74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જે પૈકી માત્ર ગુજરાતમાંથી જ 1,461 કરોડ 73 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જે દેશમાં કુલ જપ્તીના 16.44 ટકા જેટલો થવા થાય છે. અલબત્ત આ ચૂંટણીમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીની 2019ના સાપેક્ષમાં રોકડ જપ્તીમાં 86 ટકા જેટલો ઘટાડો થયો છે ! જ્યારે વોટની લાલચે ઉમેદવારો કે રાજકીય પક્ષોના કાર્યકરો તરફથી રૂ.107 કરોડની મફત લ્હાણીઓ અર્થાત વિવિધ પ્રકારની ચીજ વસ્તુ ECIએ જપ્તી કરી છે.

સામાન્યતઃ ગુજરાતમાં ચૂંટણી વેળાએ મફતમાં ચીજ વસ્તુઓ વહેંચવાના કિસ્સા જવલ્લે જ બહાર આવતા હોય છે. હાલની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ક્રિકેટ કિટ, મોબાઈલ અને વાહનો જેવી ચીજ વસ્તુઓની લ્હાણીથી મતદારોને પોતાની તરફેણમાં વોટિંગ માટે લાલચ આપ્યાનું બહાર આવ્યુ છે. ECIએ આવો રૂ.107 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકસભા- 2019ની ચૂંટણીમાં ગુજરાતમાંથી રૂ.58.88 કરોડ રોકડા જપ્ત કર્યા હતા. આ વેળાએ 1લી માર્ચથી 18મી મે અર્થાત 78-79 દિવસમાં માત્ર રૂ.8.61 કરોડની કેશ જ જપ્ત થઈ છે ! જે આ બંને ચૂંટણીઓ વચ્ચે 86 ટકાના ઘટાડાને પ્રદર્શિત કરે છે. શરૂઆતને તબક્કે નીરસ જાણાતી લોકસભાની ચૂંટણી 16મી માર્ચ પછી ક્ષત્રિય આંદોલન અને ભાજપમાં ઉમેદવારોના બદલવાના ઘટનાક્રમથી રસપ્રદ રહી છે ત્યારે મતદાને અપવિત્ર કરતા દારૂ, ડ્રગ્સ, સોનુ ઝવેરાત અને રોકડને કારણે ગરમ બની રહી છે.

ECIએ જાહેર કરેલા ડેટા મુજબ ચૂંટણી દરમિયાન 36 રાજ્યોમાંથી રૂ.3,958.85 કરોડના મુલ્યનું ડ્રગ્સ જપ્ત કરાયુ છે. જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ રૂ.1,187.80 કરોડનું ડ્રગ્સ મળ્યુ છે ! પાંચ વર્ષ પૂર્વે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રૂ.524 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયુ હતું. આ સિવાય ECIએ વિવિધ એજન્સી દ્વારા રાજ્યમાંથી રૂ.29.76 કરોડના મુલ્યનો 10.09 લાખ લીટર દારૂ પકડયો છે. અલબત્ત તેના સિવાય આ ચૂંટણીમાં કેટલી પિવાયો, વહેંચાયો એ અંગે કોઈ જ અધિકૃત માહિતી જાહેર થઈ નથી.

ચૂંટણી વચ્ચે ગુજરાત ATSએ રૂ.892 કરોડનું ડ્રગ્સ પકડયું

ગુજરાત ATS અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સંયુક્ત ટીમે લોકસભા ચૂંટણી દરમિયાન ત્રણ ઓપરેશન કરીને રૂ.892 કરોડનું ડ્રગ્સ પકડયુ છે. જેમાં પોરબંદર પાસેના દરિયામાંથી રૂ.602 કરોડનુ ડ્રગ્સનો જથ્થો, રાજસ્થાન અને ગુજરાતમાં એક સાથે દરોડા પાડીને રૂ.230 કરોડના મુલ્યના મેફેડ્રોન પાવડર અને 124 લીટર મેફેડ્રોન પ્રવાહી તેમજ રૂ.60.5 કરોડની કિંમતનો 173 કિલો હશીશનો પણ સમાવેશ થાય છે. આમ, દેશભરમાંથી જપ્ત રૂ.3,958.85 કરોડમાંથી ગુજરાતમાંથી જ રૂ.1,187.80 કરોડનું ડ્રગ્સ મળ્યુ છે ! જે કુલ જથ્થાના 30 ટકા જેટલુ થવા જાય છે.