Dwarka News : ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

Aug 16, 2025 - 10:00
Dwarka News : ભગવાન શ્રીકૃષ્ણનો 5252મો જન્મોત્સવ, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભગવાન શ્રીકૃષ્ણનો આજે 5252મો જન્મોત્સવ છે, ત્યારે દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે, વહેલી સવારથી દર્શન કરવા ભકતો દ્વારકા આવી રહ્યા છે, જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, શ્રીકૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

ભગવાન દ્વારકાધીશનો આજે જન્મદિવસ

આજ જન્માષ્ટમીના પાવન પર્વ દિવસે વહેલી સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, દ્વારકા જય કનૈયા લાલના નાદથી ગુંજી ઉઠયું છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા કીર્તિસ્થંભ સુદામા સેતુ થઈ 56 સીડી સ્વર દ્વારા ચડી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો મોક્ષ દ્વારથી નીકળતા રહે છે અને આજે રાત્રિના બાર વાગે ભગવાન દ્વારકાધીશનો જન્મ ઉત્સવ સમગ્ર દેશવાસીઓ ધામધૂમ પૂર્વક ઉજવવા દ્વારકા આવી પહોંચ્યા છે, ભગવાન દ્વારકાધીશના જન્મ ઉત્સવ ઉજવવા દ્વારકાવાસીઓ પૂજારીઓ તેમજ આવનાર ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

યાત્રાધામ શામળાજીમાં ભક્તો ધજા લઈને આવ્યા છે અને કાળિયા ઠાકરને ધજા અર્પણ કરવાનું આગવું મહત્વ છે, નાના ચેખલા ગામના ભક્તો ધોળી ધજા લઈને શામળાજી પહોંચી રહ્યાં છે, ભક્તોએ ધોળી ધજા સાથે મંદિરની પરિક્રમા કરી છે. દર વર્ષે દ્વારકામાં ભગવાન રણછોડરાયના દર્શનાર્થે સેંકડો ભાવિકો ઉમટે છે. મથુરા છોડીને ભગવાન શ્રીકૃષ્ણએ અહીં ભારતદેશના પશ્ચિમ છેવેડા સમુદ્ર કિનારે આવીને દ્વારકાનગરી વસાવી હતી. હિન્દુ શાસ્ત્રોમાં ચારધામ પૈકીનું એક ધામ અને સપ્તપુરી પૈકીની એક પુરી દ્વારકા પુરી તરીકે પ્રસિદ્ધ ગણાય છે. જન્માષ્ટમી પર્વ નિમિતે મંદિર વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ શ્રીજીને દિવ્ય શૃંગાર ચાંદીના ઝુલામાં શ્રીજીને ઝુલાવવામાં આવે છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0