Panchmahal:કાલોલની રેફરલ હૉસ્પિટલ ખાતે એઈડ્સ દિવસનો કાર્યક્રમ યોજાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તા. 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ, રેફરલ હોસ્પિટલ કાલોલ, વાત્સાયન કેન્દ્ર તથા કાલોલ તાલુકા હેલ્થ કચેરી કાલોલ દ્વારા રેફરલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ. એમ.વી. દોશીએ એઈડ્સ નિયંત્રણ અને નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું. નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષીએ એઈડ્સ સામે જનજાગૃતિ અભિયાનને વધુને વધુ મજબૂત બનાવવા અપીલ કરી તથા એઈડ્સ અંગે કામગીરી કરતા પંકજભાઈનું સન્માન કરાયું હતું. તાલુકા હેલ્થ ઓફ્સિર ડૉ.એમ.વી.દોશી, રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લા મહામંત્રી વાઘાભાઈ ભરવાડ, રેફરલ હોસ્પિટલના ડેન્ટીસ્ટ ડૉ.પાઠક, આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

