આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા રિટર્નની ડેટ લંબાવવાની માગણી કરવામાં આવી

Aug 14, 2025 - 08:30
આવકવેરા પોર્ટલના ધાંધિયા વધતા  રિટર્નની ડેટ લંબાવવાની માગણી  કરવામાં આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

આવકવેરાના રિટર્ન ફાઈલ કરવાના ફોર્મ ઇશ્યૂ કરવામાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે વિલંબ કર્યા પછી આવકવેરાના રિટર્ન ફાઈલ કરવા માટેના પોર્ટલના કેટલાક વિભાગો ખૂલતા જ ન હોવાથી આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ લંબાવી આપવાની માગણી કરવામાં આવી રહી છે. વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે અત્યારે આવકવેરાના પોર્ટલ પર રિટર્ન ફાઈલ કરવા જાય ત્યારે ટીડીએસની વિગતોનો વિભાગ પોર્ટલ અપડેશનને કારણે ઠપ થઈ જાય છે. તેને પરિણામે ટીડીએસની વિગતો મળી શકતી નથી. આ જ રીતે કેટલીકવાર એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અને ટેક્સ પેયર્સ ઇન્ફોર્મેસન સમરીનો વિભાગ પણ ઠપ થઈ જતો હોવાથી રિટર્ન ફાઈલ કરવા માટેની માહિતી ઉપલબ્ધ બનતી નથી.  ફોર્મ ૨૬એએસમાં પણ અનિયમિતતાઓ જોવા મળી રહી હોવાથી રિટર્ન ફાઈલ કરવા તકલીફદાયક બની રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0