DNA Match Explainer : DNA મેચ કરવાથી લઈ જાણો સમગ્ર પ્રોસેસ

Jun 15, 2025 - 11:30
DNA Match Explainer : DNA મેચ કરવાથી લઈ જાણો સમગ્ર પ્રોસેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં બરાબર 1 વર્ષ અને 18 દિવસ બાદ ફરીથી એક વખત ગાંધીનગર એફએસએલમાં આખી રાત કામગીરી ચાલી હતી. એક વર્ષ અગાઉ પણ આ જ રીતે એફએસએલ સતત 72 કલાક સુધી ચાલુ રહી હતી અને ઓળખ કરી હતી એક સાથે 27 મૃતદેહોની. જી હા, રાજકોટની ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામનાર લોકોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને બરાબર હવે એ જ રીતે પ્લેન ક્રેશની ઘટના માં પણ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

ડીએનએ કરવાની તમામ પ્રક્રિયા એફએસએલ ખાતે કરવામાં આવશે

અમદાવાદ ખાતે પ્લેન ક્રેશની ગોઝારી ઘટના એ સમગ્ર દુનિયાને હચમચાવી છે, મૃત્યુ પામનાર લોકોની ઓળખ થઈ રહી છે. પ્લેનમાં મુસાફરી કરનારા મુસાફરો એ હદે હ્રદયદ્રાવક રીતે મોતને ભેટ્યા છે કે હવે તેની ઓળખ કરવા માટે મદદ લેવામાં આવી રહી છે ડીએનએ ટેસ્ટ ની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની મુલાકાત દરમિયાન કહ્યું કે ડીએનએ કરવાની તમામ પ્રક્રિયા એફએસએલ ખાતે કરવામાં આવશે.

મૃતકોના ડીએનએ ટેસ્ટ મેચ કરવામાં આવ્યા

ગૃહમંત્રીના નિવેદન બાદ એફએસએલની ટીમ લાગી ગઈ છે મૃતકોના ડીએનએ ટેસ્ટ મેચ કરવામાં. ગાંધીનગર એફએસએલ ખાતે કર્મચારીઓની ગાડીઓ પાર્ક થયેલી જોવા મળી. ઓફિસના બીજા માળ પર આખી રાત સતત લાઈટ ચાલુ રહી. અહીં મૃતકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એક વર્ષમાં આ બીજી ઘટના એવી બની છે કે જેમાં એફએસએલ આખી રાત ચાલુ રહી હોય. આજથી બરાબર એક વર્ષ અગાઉ 25મી મે, 2024 ના રોજ રાજકોટના TRP ગેમ ઝોન માં આગ લાગી હતી જેમાં 27 લોકોના મોત થયા હતા.

મૃતકોના શરીરમાં લોહીનું ટીપું પણ બચ્યું ન હતું

આ આગ એટલી ભયંકર હતી કે મૃતકોના શરીરમાં લોહીનું ટીપું પણ બચ્યું ન હતું. મૃતદેહ એ હદે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી. જેના કારણે ગાંધીનગર FSL માં તમામ મૃતકોના DNA ટેસ્ટ કરાયા હતા, શરીરમાંથી લોહીના નમૂના ન મળવાના કારણે મૃતકના હાડકાંની અંદર જે કેલ્શિયમ રહેલું હોય છે એ કેલ્શિયમના આધારે DNA ટેસ્ટ કરાયા. તેના પછી તમામ મૃતકો ની ઓળખ શક્ય બની હતી. દેશના ઇતિહાસમાં આ પહેલો એવો બનાવ હતો કે જેમાં 72 કલાકમાં 27 ડેડ બોડી ની ઓળખ થઇ હોય.

DNA એટલે શું?

DNA એટલે Deoxyribonucleic acid (ડીઓક્સિરિબોન્યૂક્લિક એસિડ). આપણા શરીરમાં લાખો કોષ હોય છે. લાલ રક્ત વાહિનીઓ સિવાય અન્ય કોષમાં પણ એક આનુવંશિક કોડિંગ હોય છે. આ આનુવંશિક કોડિંગ ને DNA કહેવાય છે. DNA ટેસ્ટ એટલે એક એવા વૈજ્ઞાનિક ટેસ્ટ જેના થકી જનીનો અથવા પૂર્વજો અંગેની માહિતી જાણી શકાય છે.

8 તબક્કામાં થાય છે DNA ટેસ્ટ

પહેલો તબક્કો- પરીક્ષણ માટે નમૂનાઓને ખોલવા માટેની કેસ ઓપનિંગ પ્રક્રિયા. આ પ્રક્રિયા પાછળ અંદાજે 6થી 7 કલાકનો સમય લાગે છે.

બીજો તબક્કો- નમૂના માંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવું. આ પ્રક્રિયા પાછળ અંદાજે 6થી 7 કલાક લાગે છે.

ત્રીજો તબક્કો- DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવી. જેની પાછળ 3 થી 4 કલાક લાગે છે.

ચોથો તબક્કો- DNA સંવર્ધનની પ્રક્રિયા. જેની પાછળ 3 થી 4 કલાક લાગે છે.

પાંચમો તબક્કો- DNA પ્રોફાઇલીંગ કરવું. જેમાં 8થી 9 કલાકનો સમય લાગે છે.

છઠ્ઠો તબક્કો- મળેલા DNA પ્રોફાઇલ નું એનાલિસીસ કરવું. જેમાં અંદાજે 2થી 3 કલાકનો સમય લાગે છે.

સાતમો તબક્કો- એનાલિસીસ થયેલા નમૂનાઓનું ઇન્ટરપ્રિટેશન કરવું. જેમાં અંદાજે 6થી 7 કલાકનો સમય લાગે છે.

આઠમો તબક્કો- DNA રિપોર્ટ તૈયાર કરવો. જેમાં અંદાજે 3 થી 5 કલાક લાગે છે.

કયા હાડકાંમાંથી થાય ડીએનએ મેચ

1 વ્યક્તિના શરીરમાં 206 હાડકા હોય.

- સ્મોલ પીસ ઓફ બોન્સ એટલે કે હાડકાંના નાના ટુકડાં

- ક્લેવિકલ એટલે કે હાંસળી

- ફૂટ બોન્સ એટલે કે પગના હાડકાં

- ટીથ બોન્સ એટલે કે દાંતના જડબાના હાડકા

- સ્ટરનમ એટલે કે છાતીમાં વચ્ચેના ભાગ ના હાડકાં

- ટીબિયા એટલે કે ઘૂંટણથી નીચેના પગના હાડકા નો પાછળનો ભાગ

- વટી બ્રા એટલે કે મણકા

- સ્કલ એટલે કે ખોપરી

- ફીમર બોન એટલે કે સાથળનું હાડકું

- હીપ બોન એટલે કે નિતંબ ના હાડકા

આખા દેશમાં સૌથી અદ્યતન મશીનરી ગાંધીનગર FSL પાસે છે

આ અદ્યતન મશીનરી દ્વારા DNA ટેસ્ટિંગ થાય છે. જેમાં નમૂનાઓને ખોલવા માટેની પ્રક્રિયા થી માંડીને પ્રોફાઇલીંગ, એનાલિસીસ અને છેક છેલ્લે રિપોર્ટ તૈયાર કરવા સુધીના જુદા-જુદા તબક્કા હોય છે. આમ, ગુજરાત એફએસએલ ને ફરીથી એક વખત ડીએનએ ના આધારે મૃતદેહો ઓળખવાની પ્રક્રિયા કરવાની સિદ્ધિ તો જરૂર મળી રહી છે પરંતુ અકાળે મોતની ઘટનામાં જીવ ગુમાવનારા લોકો માટેની પ્રક્રિયા હોવાને કારણે કર્મચારીઓમાં દુખની લાગણી જણાઈ રહી છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0