Diuની કેશવ હોટેલમાં હનીટ્રેપ મુદ્દે કાર્યવાહી, પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કેશવ હોટલમાં હની ટ્રેપ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. દીવ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા જ બુચરવાડા ગામ ખાતે આવેલી કેશવ હોટલમાં યુવકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પર્દાફાશ દીવ પોલીસે કર્યો હતો. કેશવ હોટેલ ભાડે રાખનાર બે‌ યુવક સંજય કાનજી રાઠોડ અને અલ્તમાસ અબ્બાસ મન્સુરીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી રવિ લખમણ નકુમની કોડીનારથી દીવ પોલીસે ધરપકડ કરી રૂમમાં સ્વીચ બોર્ડમાં કેમેરા રાખીને અંગત પળોનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતા હતા. આ કેસમાં વધુ એક આરોપી રવિ લખમણ નકુમની કોડીનારથી દીવ પોલીસે ધરપકડ કરી છે. આ તપાસ દરમિયાન દીવ કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા. ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે રવિ લખમણ નકુમને જ્યુડિશયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. હોટલમાં સ્વીચમાંથી મળી આવ્યો હતો હિંડન કેમેરો તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવતો હતો. તેને રેન્ટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી. આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિંડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો, દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી. હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા હાલમાં હોટેલ સંચાલક અને મેનેજરને દબોચી લેવામાં આવ્યા છે, જો કે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ દીવના ફોરર્ટેલ રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરો બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલમાંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે.

Diuની કેશવ હોટેલમાં હનીટ્રેપ મુદ્દે કાર્યવાહી, પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કેશવ હોટલમાં હની ટ્રેપ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. દીવ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા જ બુચરવાડા ગામ ખાતે આવેલી કેશવ હોટલમાં યુવકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો પર્દાફાશ દીવ પોલીસે કર્યો હતો. કેશવ હોટેલ ભાડે રાખનાર બે‌ યુવક સંજય કાનજી રાઠોડ અને અલ્તમાસ અબ્બાસ મન્સુરીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી રવિ લખમણ નકુમની કોડીનારથી દીવ પોલીસે ધરપકડ કરી

રૂમમાં સ્વીચ બોર્ડમાં કેમેરા રાખીને અંગત પળોનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરતા હતા. આ કેસમાં વધુ એક આરોપી રવિ લખમણ નકુમની કોડીનારથી દીવ પોલીસે ધરપકડ કરી છે. આ તપાસ દરમિયાન દીવ કોર્ટમાં રજુ કરતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા હતા. ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે રવિ લખમણ નકુમને જ્યુડિશયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે.

હોટલમાં સ્વીચમાંથી મળી આવ્યો હતો હિંડન કેમેરો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવતો હતો. તેને રેન્ટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી. આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિંડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો, દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા

હાલમાં હોટેલ સંચાલક અને મેનેજરને દબોચી લેવામાં આવ્યા છે, જો કે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ દીવના ફોરર્ટેલ રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરો બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલમાંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે.