Digital Gujarat: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઈન્ટરનેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઑક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી.જેને 2015માં ભારતનેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) નામના SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ)ની સ્થાપના કરી હતી, જેના અંતર્ગત 22 જિલ્લાઓમાં 35,000થી વધુ કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. ગામડાઓ આધુનિક બન્યા: 8,036 ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઈન્ટરનેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-2 અંતર્ગત 8,036 ગ્રામ પંચાયતોમાં 100 Mbps સુધીનું હાઈસ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ 12 ફાઇબરનું પ્રાવધાન કર્યું છે. હાલમાં રાજ્યમાં 300 સ્થાનોએ GSWAN (જિલ્લા અને તાલુકા મથક) સાથે ભારતનેટ નેટવર્કનું સીમલેસ વર્ટિકલી એલાઈનમેન્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતનેટ પહેલાં રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 Kbps હતી, જે હવે 1000 ગણી વધીને 100 Mbps સુધી પહોંચી ગઈ છે. ભારતનેટના સામાજિક-આર્થિક ફાયદાઓ ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપ્યો છે. હોરિઝોન્ટલ કનેક્ટિવિટીનો વિસ્તાર કરીને ગ્રામ પંચાયત કક્ષાની જાહેર કચેરીઓના વિલેજ લોકલ એરિયા (V-LAN) નેટવર્કની રચના 7340 શાળાઓ, 587 ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રો અને 372 પોલીસ ચોકીમાં કરવામાં આવી છે. ડિજિટલ સમાવેશને આગળ ધપાવતાં 7692 ગામોમાં સાર્વજનિક Wi-Fi સુવિધા પહોંચાડવામાં આવી છે. Wi-Fiમાં નોંધાયેલ કુલ વપરાશકર્તાઓની સંખ્યા 3,68,443 સુધી પહોંચી ગઈ છે. મહાત્મા મંદિર, ધોલેરા SIR, સાયન્સ સિટી, GIDCs, સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા 50 આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ 2 નેટવર્ક દ્વારા સેવા આપવામાં આવે છે. એટલું જ નહીં, 200થી વધુ સરકારી કાર્યક્રમો (PM, CM ઇવેન્ટ્સ) ભારતનેટ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવે છે. ઈ-લર્નિંગ પ્લેટફૉર્મ્સ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સના ઍક્સેસને કારણે શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે છે. ટેલિકોમ સેક્ટર અને RailTelમાં ભારતનેટ ફેઝ-2નો શ્રેષ્ઠ ઉપયોગ ભારતનેટ ફેઝ-2 નેટવર્કના કારણે ટેલિકોમ સેક્ટરનું પણ સશક્તિકરણ થયું છે. સમગ્ર રાજ્યમાં ડિજિટલ કનેક્ટિનિટી વધારવા અને ગ્રામીણ સમુદાયોના ઉત્થાન માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સહિત વિવિધ ઉદ્યોગ ભાગીદારોને 16000 થી વધુ કિમી ડાર્ક ફાઈબર લીઝ પર આપવામાં આવ્યા છે. તો છેલ્લા ચાર મહિનામાં 60 ટાવર સહિત 140 મોબાઇલ ટાવરનું ફાઇબરાઇઝેશન કરવામાં આવેલ તથા RailTel સાથે રેવન્યુ શૅરિંગ પાર્ટનરશિપ દ્વારા જનતા માટે પોસાય તેવી FTTH (ફાઇબર-ટુ-ધ-હોમ) સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. લીઝ્ડ ફાઇબરનો ઉપયોગ કરીને 90 હજારથી વધુ FTTH અને 1.6 લાખથી વધુ કેબલ ટીવી કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે. ભારતનેટ પ્રોજેક્ટ શું છે? ભારતનેટ પ્રોજેક્ટ એ વિશ્વનો સૌથી મોટો બ્રોડબૅન્ડ પ્રોગ્રામ છે જે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ એક સંપૂર્ણ મેઇક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ છે. ભારતનેટ પ્રોજેક્ટ દ્વારા સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL)નું વિઝન વિશ્વ કક્ષાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક બનાવીને ગ્રામીણ વસ્તીને ગુણવત્તાયુક્ત અને ભરોસાપાત્ર નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું છે, જે બધા માટે સુલભ હશે અને રાજ્યના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.

Digital Gujarat: ભારતનેટ ફેઝ-2 હેઠળ 8000થી વધુ ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઈન્ટરનેટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનના ડિજિટલ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટની સુવિધા પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે 25 ઑક્ટોબર 2011ના રોજ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહેલ શરૂ કરી હતી.

જેને 2015માં ભારતનેટ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. ભારતનેટ પ્રોજેક્ટના બીજા તબક્કાના સફળ અમલીકરણ માટે ગુજરાત સરકારે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) નામના SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ)ની સ્થાપના કરી હતી, જેના અંતર્ગત 22 જિલ્લાઓમાં 35,000થી વધુ કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે.

ગામડાઓ આધુનિક બન્યા: 8,036 ગ્રામ પંચાયતોને મળ્યું હાઈસ્પીડ ઈન્ટરનેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ભારતનેટ ફેઝ-2 અંતર્ગત 8,036 ગ્રામ પંચાયતોમાં 100 Mbps સુધીનું હાઈસ્પીડ નેટવર્ક સ્થાપિત કર્યું છે અને ગ્રામ પંચાયત દીઠ 12 ફાઇબરનું પ્રાવધાન કર્યું છે. હાલમાં રાજ્યમાં 300 સ્થાનોએ GSWAN (જિલ્લા અને તાલુકા મથક) સાથે ભારતનેટ નેટવર્કનું સીમલેસ વર્ટિકલી એલાઈનમેન્ટ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારતનેટ પહેલાં રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 Kbps હતી, જે હવે 1000 ગણી વધીને 100 Mbps સુધી પહોંચી ગઈ છે.

ભારતનેટના સામાજિક-આર્થિક ફાયદાઓ

  • ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપ્યો છે.
  • હોરિઝોન્ટલ કનેક્ટિવિટીનો વિસ્તાર કરીને ગ્રામ પંચાયત કક્ષાની જાહેર કચેરીઓના વિલેજ લોકલ એરિયા (V-LAN) નેટવર્કની રચના 7340 શાળાઓ, 587 ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રો અને 372 પોલીસ ચોકીમાં કરવામાં આવી છે.
  • ડિજિટલ સમાવેશને આગળ ધપાવતાં 7692 ગામોમાં સાર્વજનિક Wi-Fi સુવિધા પહોંચાડવામાં આવી છે. Wi-Fiમાં નોંધાયેલ કુલ વપરાશકર્તાઓની સંખ્યા 3,68,443 સુધી પહોંચી ગઈ છે.
  • મહાત્મા મંદિર, ધોલેરા SIR, સાયન્સ સિટી, GIDCs, સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા 50 આઇકોનિક સ્થળોને ભારતનેટ ફેઝ 2 નેટવર્ક દ્વારા સેવા આપવામાં આવે છે. એટલું જ નહીં, 200થી વધુ સરકારી કાર્યક્રમો (PM, CM ઇવેન્ટ્સ) ભારતનેટ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
  • ઈ-લર્નિંગ પ્લેટફૉર્મ્સ અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ્સના ઍક્સેસને કારણે શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે છે.

ટેલિકોમ સેક્ટર અને RailTelમાં ભારતનેટ ફેઝ-2નો શ્રેષ્ઠ ઉપયોગ

ભારતનેટ ફેઝ-2 નેટવર્કના કારણે ટેલિકોમ સેક્ટરનું પણ સશક્તિકરણ થયું છે. સમગ્ર રાજ્યમાં ડિજિટલ કનેક્ટિનિટી વધારવા અને ગ્રામીણ સમુદાયોના ઉત્થાન માટે ટેલિકોમ સેવા પ્રદાતાઓ સહિત વિવિધ ઉદ્યોગ ભાગીદારોને 16000 થી વધુ કિમી ડાર્ક ફાઈબર લીઝ પર આપવામાં આવ્યા છે. તો છેલ્લા ચાર મહિનામાં 60 ટાવર સહિત 140 મોબાઇલ ટાવરનું ફાઇબરાઇઝેશન કરવામાં આવેલ તથા RailTel સાથે રેવન્યુ શૅરિંગ પાર્ટનરશિપ દ્વારા જનતા માટે પોસાય તેવી FTTH (ફાઇબર-ટુ-ધ-હોમ) સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. લીઝ્ડ ફાઇબરનો ઉપયોગ કરીને 90 હજારથી વધુ FTTH અને 1.6 લાખથી વધુ કેબલ ટીવી કનેક્શન સ્થાપિત કરવામાં આવ્યા છે.

ભારતનેટ પ્રોજેક્ટ શું છે?

ભારતનેટ પ્રોજેક્ટ એ વિશ્વનો સૌથી મોટો બ્રોડબૅન્ડ પ્રોગ્રામ છે જે ગામડાઓમાં ઝડપી ઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ એક સંપૂર્ણ મેઇક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ છે. ભારતનેટ પ્રોજેક્ટ દ્વારા સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL)નું વિઝન વિશ્વ કક્ષાનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક બનાવીને ગ્રામીણ વસ્તીને ગુણવત્તાયુક્ત અને ભરોસાપાત્ર નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનું છે, જે બધા માટે સુલભ હશે અને રાજ્યના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે.