Ahmedabadના સાબરમતીમાં બેટરીના પાર્સલમાં ધુમાડો નીકળ્યા બાદ થયો મોટો બ્લાસ્ટ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મંગાવ્યુ હતુ તેમાં મોટો બ્લાસ્ટ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,પાર્સલમાંથી એક બેટરી મળી આવી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો,સાથે સાથે સમગ્ર ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.બળદેવભાઈ સુખડિયાના ઘરે પાર્સ આવ્યું હતુ અને પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથધરી છે,સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.પાર્સલમાં બોંબનું ષડયત્ર ? સાબરમતીના શિવમ-રો હાઉસમાં આ ઘટના બનતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ડોગ સ્કોર્ડ ઘટના સ્થળે પહોંચ્યું છે,સવારના સમયે ઘરમાં પાર્સલ આવ્યું અને બ્લાસ્ટ થયો છે,આ સમગ્ર ઘટનામાં એટીએસ પણ જોડાઈ છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ ફરાર થયા છે,હાઈકોર્ટના કલાર્ક બળદેવભાઈ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,બે લોકોએ બટન દબાવીને બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે.પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે જેમાં માહિતી સામે આવી રહી છે કે,રિક્ષામાં બેસીને ત્રણ શખ્સો આવ્યા હતા અને છૂટાછેડાની મગજમારી ચાલતી હતી જેમાં અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.જે વ્યકિત આ પાર્સલ લઈને આવ્યો હતો તેનું નામ ગૌરવ ગઢવી છે અને પોલીસે તેને ઝડપી પાડયો છે,રોહનભાઈ રાવલે પાર્સલ મોકલ્યું હોવાની વાત સામે આવી છે,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,ફરાર થયેલા બે લોકોને શોધવા પોલીસે ટીમ બનાવી છે. પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત આ સમગ્ર ઘટનામાં આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટયા છે અને વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ પાર્સલ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જેને પાર્સલ મોકલવાનું હતું તે વ્યક્તિના સ્વજનને પાર્સલ ખોલતા સમયે બ્લાસ્ટ થતા ઈજા થઈ છે.આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. દંપતીના છૂટાછેડાનું મનદુખ રાખીને બ્લાસ્ટ છૂટાછેડા લેનાર મહિલા બળદેવને ભાઈ માનતી હતી અને છૂટાછેડા માટે બળદેવ જવાબદાર હોવાનું માનીને બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે,રીક્ષામાં કુલ ત્રણ લોકો પાર્સલ આપવા આવ્યા હતા અને બે લોકોએ બટન દબાવી બ્લાસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી છે,એક વ્યક્તિ પાર્સલ આપવા ગયો ત્યારે બટન દબાવ્યું હતુ અને આરોપી ગૌરવ નિરંજનભાઇ ગઢવીની અટકાયત કરાઈ છે,બ્લાસ્ટ કરીને રિક્ષામાં રહેલા બે આરોપીઓ ફરાર થયા છે.

Ahmedabadના સાબરમતીમાં બેટરીના પાર્સલમાં ધુમાડો નીકળ્યા બાદ થયો મોટો બ્લાસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મંગાવ્યુ હતુ તેમાં મોટો બ્લાસ્ટ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા,પાર્સલમાંથી એક બેટરી મળી આવી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો,સાથે સાથે સમગ્ર ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.બળદેવભાઈ સુખડિયાના ઘરે પાર્સ આવ્યું હતુ અને પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથધરી છે,સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.

પાર્સલમાં બોંબનું ષડયત્ર ?

સાબરમતીના શિવમ-રો હાઉસમાં આ ઘટના બનતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ડોગ સ્કોર્ડ ઘટના સ્થળે પહોંચ્યું છે,સવારના સમયે ઘરમાં પાર્સલ આવ્યું અને બ્લાસ્ટ થયો છે,આ સમગ્ર ઘટનામાં એટીએસ પણ જોડાઈ છે,પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે અન્ય બે આરોપીઓ ફરાર થયા છે,હાઈકોર્ટના કલાર્ક બળદેવભાઈ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,બે લોકોએ બટન દબાવીને બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે.

પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો

પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે જેમાં માહિતી સામે આવી રહી છે કે,રિક્ષામાં બેસીને ત્રણ શખ્સો આવ્યા હતા અને છૂટાછેડાની મગજમારી ચાલતી હતી જેમાં અંગત અદાવતમાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે.જે વ્યકિત આ પાર્સલ લઈને આવ્યો હતો તેનું નામ ગૌરવ ગઢવી છે અને પોલીસે તેને ઝડપી પાડયો છે,રોહનભાઈ રાવલે પાર્સલ મોકલ્યું હોવાની વાત સામે આવી છે,અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે,ફરાર થયેલા બે લોકોને શોધવા પોલીસે ટીમ બનાવી છે. 

પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત

આ સમગ્ર ઘટનામાં આસપાસ લોકોના ટોળે ટોળા ઉમટયા છે અને વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ પાર્સલ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જેને પાર્સલ મોકલવાનું હતું તે વ્યક્તિના સ્વજનને પાર્સલ ખોલતા સમયે બ્લાસ્ટ થતા ઈજા થઈ છે.આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો.

દંપતીના છૂટાછેડાનું મનદુખ રાખીને બ્લાસ્ટ

છૂટાછેડા લેનાર મહિલા બળદેવને ભાઈ માનતી હતી અને છૂટાછેડા માટે બળદેવ જવાબદાર હોવાનું માનીને બ્લાસ્ટ થયો હોવાની વાત સામે આવી છે,રીક્ષામાં કુલ ત્રણ લોકો પાર્સલ આપવા આવ્યા હતા અને બે લોકોએ બટન દબાવી બ્લાસ્ટ કર્યો હોવાની કબૂલાત કરી છે,એક વ્યક્તિ પાર્સલ આપવા ગયો ત્યારે બટન દબાવ્યું હતુ અને આરોપી ગૌરવ નિરંજનભાઇ ગઢવીની અટકાયત કરાઈ છે,બ્લાસ્ટ કરીને રિક્ષામાં રહેલા બે આરોપીઓ ફરાર થયા છે.