Banaskantha જિલ્લાના ખેડૂતોએ ખાતર લેવા માટે લગાવી લાઈનો, શિયાળુ પાક કરવામાં તકલીફ

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મહત્વની રવિ સિઝન દરમિયાન જ ખાતરની અછત સામે આવી છે. ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું પરંતુ હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રઝળી રહ્યા છે. અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવી ઉભા રહેવા મજબુર બન્યા છે. કાંકરેજ વિસ્તારમાં ભારે સમસ્યા બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે ખેડૂતો માટે રવિ સિઝન એ મહત્વની સિઝન ગણાય છે. ત્યારે ખેડૂતોએ રવિ સીઝન દરમિયાન પોતાના ખેતરોમાં ઘઉં, બાજરી, જુવાર સહીતના અલગ અલગ પાકોના વાવેતર માટે મોંઘા દાટ બિયારણો લાવી ખેતરમાં વાવેતર તો કરી દીધું પરંતુ આ પાકોના ઉત્પાદન માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે અને ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરીયાત વચ્ચે યુરિયા ખાતરનો જથ્થો ન મળતા કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઇ છે. ખાતરની પડે છે અછત ખાતરની અછત વચ્ચે ખાતર મેળવવા ખેડૂતો શિયાળાની કડકડથી ઠંડી વચ્ચે ખેતરના કામો છોડી ખાતર કેન્દ્રોની બહાર વહેલી સવારથી જ કતારો લગાવવા મજબૂર બન્યા છે જો કે ખેડૂતો આ કતારોમાં જઈને ખાતર મેળવવા ઉભા તો રહે છે પરંતુ બે-બે ત્રણ-ત્રણ દિવસ લાઈનોમાં ઉભા રહ્યા બાદ ખેડૂતોને ખાતર નથી મળતું અને તેને જ કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોમાં નુકસાન ભીતિ છે કે જો યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોએ પોતાના ખેતરોમાં કદાચ બિયારણો લાવી વાવેલો પાક નાશ પામશે.ત્યારે ખાતરની કપરી સ્થિતિથી પીડાતો જગતનો તાત અત્યારે તો સરકાર પાસે ખાતરની માંગ કરી રહ્યો છે કે સરકાર જાગે અને અમારા વિસ્તારમાં યુરિયા ખાતરની અછત પૂરી કરે.

Banaskantha જિલ્લાના ખેડૂતોએ ખાતર લેવા માટે લગાવી લાઈનો, શિયાળુ પાક કરવામાં તકલીફ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મહત્વની રવિ સિઝન દરમિયાન જ ખાતરની અછત સામે આવી છે. ખેડૂતોએ મોંઘા દાટ બિયારણો લાવી પોતાના ખેતરોમાં પાકોનું વાવેતર કરી દીધું પરંતુ હવે ખેડૂતોને યુરિયા ખાતર ન મળી શકતા ખેડૂતો યુરિયા ખાતર માટે રઝળી રહ્યા છે. અને ખાતર મેળવવા કડકડતી ઠંડી વચ્ચે પણ વહેલી સવારે ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર કતારો લગાવી ઉભા રહેવા મજબુર બન્યા છે.

કાંકરેજ વિસ્તારમાં ભારે સમસ્યા

બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે ખેડૂતો માટે રવિ સિઝન એ મહત્વની સિઝન ગણાય છે. ત્યારે ખેડૂતોએ રવિ સીઝન દરમિયાન પોતાના ખેતરોમાં ઘઉં, બાજરી, જુવાર સહીતના અલગ અલગ પાકોના વાવેતર માટે મોંઘા દાટ બિયારણો લાવી ખેતરમાં વાવેતર તો કરી દીધું પરંતુ આ પાકોના ઉત્પાદન માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે અને ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરીયાત વચ્ચે યુરિયા ખાતરનો જથ્થો ન મળતા કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઇ છે.

ખાતરની પડે છે અછત

ખાતરની અછત વચ્ચે ખાતર મેળવવા ખેડૂતો શિયાળાની કડકડથી ઠંડી વચ્ચે ખેતરના કામો છોડી ખાતર કેન્દ્રોની બહાર વહેલી સવારથી જ કતારો લગાવવા મજબૂર બન્યા છે જો કે ખેડૂતો આ કતારોમાં જઈને ખાતર મેળવવા ઉભા તો રહે છે પરંતુ બે-બે ત્રણ-ત્રણ દિવસ લાઈનોમાં ઉભા રહ્યા બાદ ખેડૂતોને ખાતર નથી મળતું અને તેને જ કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોમાં નુકસાન ભીતિ છે કે જો યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોએ પોતાના ખેતરોમાં કદાચ બિયારણો લાવી વાવેલો પાક નાશ પામશે.ત્યારે ખાતરની કપરી સ્થિતિથી પીડાતો જગતનો તાત અત્યારે તો સરકાર પાસે ખાતરની માંગ કરી રહ્યો છે કે સરકાર જાગે અને અમારા વિસ્તારમાં યુરિયા ખાતરની અછત પૂરી કરે.