Library Inauguration: વિદ્યાર્થીઓને આનંદો! અમીરગઢમાં નમો લાયબ્રેરીનું લોકાર્પણ
અમીરગઢ તાલુકોએ આદિવાસી તેમજ પછાત વિસ્તાર માનવા આવે છે. ત્યારે આ વિસ્તારમાં સરકારી નોકરીઓની તૈયારીઓ કરતા વિધાર્થીઓને તકલીફ ના પડે તે હેતુ થી લાયબ્રેરી બનાવવા માં આવી છે. આ લાયબ્રેરીનું રાજ્યસભાના સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુરાજ્યસભાના સાંસદ દ્વારા કરાયુ લોકાર્પણ અમીરગઢ તાલુકામાં કુલ આઠ નમો લાયબ્રેરી સરકાર દ્વારા પાસ કરવામાં આવી છે. જે પૈકી ચાર લાયબ્રેરી તૈયાર થઈ ગઈ છે. ત્યારે અમીરગઢ તાલુકાના ગોદડપુરા ગામ માં બનેલી લાયબ્રેરી નું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ બાબુ ભાઈ દેસાઈ ના હસ્તે રીબીન કાપીને કરાયું હતું., જોકે બાબુ ભાઈ દ્વારા લાયબ્રેરીમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા વિધાર્થીઓને વાંચવા માટે સવલત મળી રહે તે માટે રાજ્ય સભાના સાસંદ પોતાની ગ્રાન્ટ માંથી રૂ એક લાખ નમો લાયબ્રેરી માં આપવાની જાહેરાત કરેલ હતી. જ્યાં લાયબ્રેરીમાં કોઈ પુસ્તકો કે કોઈ અન્ય સામગ્રી પુરી પાડવા કામ લાગશે. સમગ્ર ગોદડપુરા ગામના દેસાઈ સમાજ દ્રારા રાજ્ય સભાના સાંસદ બાબુભાઇ દેસાઈ ને સમાજના રીતરિવાજ મુજબ પાઘડી અને લાકડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં પાલનપુર ધારાસભ્ય અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા. અમારુ ભાડુ બચી જશે- વિદ્યાર્થીની આ મામલે એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પહેલા અમારે લાયબ્રેરી માટે પાલનપુર અથવા અમીરગઢ જવું પડતું હતું પરંતુ હવે અમારા જ ઘર આંગણે નમો લાયબ્રેરી આવી જતા અમારે હવે ઘર આંગણે જ વાંચવાનું રહેશે. જેથી અમારો ટાઈમ અને ભાડુ પણ બચશે. શાલ ઓઢીને કારાયુ સન્માન અમીરગઢ તાલુકાના ગોદડપુરા ખાતે નવીન બનેલ નમો લાયબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સાંસદ બાબુ દેસાઈના હસ્તે તેમજ ધારાસભ્ય માવજી દેસાઈ, ધારાસભ્ય પાલનપુર, અમીરગઢ એપીએમસી ચેરમેન , અમીરગઢ તાલુકા ભાજપ પ્રમુખ, પાલનપુર નગરપાલિકા ના ઉપપ્રમુખ, તેમજ દાનાભાઈ દેલવાડા ની ઉપસ્થિતિમાં લાયબ્રેરીને ખુલ્લી મુકી વધુમાં વધું દિકરા દિકરીઓ આ લાયબ્રેરી થકી ઉચ્ચ કારકિર્દી મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગોદડપુરા ગ્રામજનો દ્વારા મહેમાનોને પાઘડી, શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -