Devbhumi Dwarkaના બેટ દ્વારકામાં દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધભ્યાસ કરવામાં આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકા જિલ્લા પ્રસિધ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું ત્યાર પછી ગઈ કાલે દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓ દ્વારા યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યુ જેમાં ભારતીય આર્મી, નવી, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળી આતંકી વિરોધી પ્રવૃત્તિઓ અને યુદ્ધ અભ્યાસ કરી દેશની સુરક્ષા પર ક્ષમતાથી ચકાસણી કરી.
EX જલ થલ રક્ષા 2025
ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા, બેટ દ્વારકામાં "EX જલ થલ રક્ષા 2025" નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કસરત આયોજિત કરવામાં આવી હતી. આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ સહભાગી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસન, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, એનએસજી, મત્સ્યખાતા, કસ્ટમ્સ અને વન વિભાગના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.
What's Your Reaction?






