Dangના સાપુતારાના પ્રવાસીઓમાં આશ્ચર્યસહ કુતૂહલ, આ તે કેવો વંટોળ
ડાંગના સાપુતારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 150 ફૂટ ઊંચું રેતીનું વંટોળ દેખાય છે. પ્રવાસીઓ પણ આ પ્રકારનો વંટોળ જોઈ આશ્ચર્યપામ્યા હતા. રેતીનો વંટોળ ગોળ-ગોળ ફરી ઉંચે ને ઉંચે જાય છે. જો કે આ વંટોળની આસપાસના સ્થાન કોઈ ખરાબ અસર દેખાતી નથી. એટલે જ વધુ આશ્ચર્યસહ કુતૂહલ થયું કે આખરે આ કેવો વંટોળ છે.પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયું રેતીનું વંટોળ જોઈ પ્રવાસીઓમાં કુતૂહલ વંટોળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વંટોળનો વિડિયો વાયરલડાંગ જિલ્લાના સાપુતારામાં વંટોળનો વિડિઓ વાયરલ થયો છે. ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓએ 150 ફૂલ ઊંચો વંટોળ જોયો. ટેબલ પોઇન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતું. ટેબલ પોઈન્ટ પર સ્થાનિક લારી વાળાએ આ ઘટનાનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. લોકો પણ આ વીડિયો જોઈ વિચાર કરવા લાગ્યા કે આ વંટોળ કેવી રીતે થયો, જો કે સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે એક રાઈડીંગ બાઈકમાંથી અગમ્ય કારણસર આ વંટોળ ઉઠ્યો છે અને ઊંચે-ઊંચેને આકાશ તરફ જઈ રહ્યો છે. અનેક વખત બાઈકમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે પરંતુ કદાચ એવું પહેલી વખત બન્યું છે કે કોઈ રાઈડીંગ બાઈકમાંથી આવો વંટોળ ઉઠ્યો હોય.વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ સંભવત આ રાઈડીંગ બાઈકની સ્થાનિક સ્તરે તપાસ થઈ શકે. કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારાકુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગિરિમથક સાપુતારાની ચારેય તરફ ડુંગરની હારમાળા જોવા મળે છે.સાપુતારાનું સૌંદર્ય જોઈ પ્રવાસીઓને ત્યાં જ રહેવાનું મન થાય છે. સામાન્ય દિવસોમાં પણ સાપુતારમાં તાપમાન 20 થી 30 ડિગ્રીની આસપાસ રહે છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સાપુતારામાં 9 ડિગ્રીએ તાપમાન પંહોચતા ગામના લોકોએ કડકડતી ઠંડીથી બચવા તાપણાંનો સહારો લીધો હતો. સાપુતારા ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. ગિરિમથક સાપુતારમાં હંમેશા પ્રવાસીઓને ધસારો રહે છે. અંહીનું કુદરતી સૌંદર્ય કુલુ-મનાલી અને સિમલાને ટક્કર આપે તેવું છે. સાપુતારમાં પ્રવાસીઓને આકર્ષવા લેકમાં બોટિંગ, રોપ-વે, બાઈક રાઈડિંગ અને ફલાઈંગની એક્ટિવીટી કરવામાં આવે છે. આ ઉપરાતં અંહી અનેક પ્રવાસીઓ ખાસ કરીને સનરાઈઝ પોઇન્ટ પર કુદરતી સોંદર્યનો અદભુત લાભ ઉઠાવે છે. થોડા દિવસો પહેલા જ ડાંગની મહિલા રમતવીરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ખો-ખો રમતમાં ભારતની ઓપીનાએ દિલ્હી ખાતે આયોજીત ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત દેશની ટીમ સાથે રમી હતી અને વર્લ્ડકપ જીતવમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખો ખો વર્લ્ડ કપ 'બાદ ઓલીના ઓલિમ્પિકસમાં પણ જઈ શકે છે.
![Dangના સાપુતારાના પ્રવાસીઓમાં આશ્ચર્યસહ કુતૂહલ, આ તે કેવો વંટોળ](https://epapercdn.sandesh.com/images/2025/02/07/B1uocUIWynxsEkZNvgfK0mPYgE4uxdjujb8YKsss.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગના સાપુતારાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 150 ફૂટ ઊંચું રેતીનું વંટોળ દેખાય છે. પ્રવાસીઓ પણ આ પ્રકારનો વંટોળ જોઈ આશ્ચર્યપામ્યા હતા. રેતીનો વંટોળ ગોળ-ગોળ ફરી ઉંચે ને ઉંચે જાય છે. જો કે આ વંટોળની આસપાસના સ્થાન કોઈ ખરાબ અસર દેખાતી નથી. એટલે જ વધુ આશ્ચર્યસહ કુતૂહલ થયું કે આખરે આ કેવો વંટોળ છે.
- પ્રવાસીઓએ 150 ફૂટ ઊંચો વંટોળ જોયું
- રેતીનું વંટોળ જોઈ પ્રવાસીઓમાં કુતૂહલ
- વંટોળનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વંટોળનો વિડિયો વાયરલ
ડાંગ જિલ્લાના સાપુતારામાં વંટોળનો વિડિઓ વાયરલ થયો છે. ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓએ 150 ફૂલ ઊંચો વંટોળ જોયો. ટેબલ પોઇન્ટ ઉપર રેતીનો વંટોળ જોઈને પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યુ હતું. ટેબલ પોઈન્ટ પર સ્થાનિક લારી વાળાએ આ ઘટનાનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.
લોકો પણ આ વીડિયો જોઈ વિચાર કરવા લાગ્યા કે આ વંટોળ કેવી રીતે થયો, જો કે સામે આવેલ વીડિયોમાં દેખાય છે કે એક રાઈડીંગ બાઈકમાંથી અગમ્ય કારણસર આ વંટોળ ઉઠ્યો છે અને ઊંચે-ઊંચેને આકાશ તરફ જઈ રહ્યો છે. અનેક વખત બાઈકમાં આગ લાગવાના બનાવો બનતા હોય છે પરંતુ કદાચ એવું પહેલી વખત બન્યું છે કે કોઈ રાઈડીંગ બાઈકમાંથી આવો વંટોળ ઉઠ્યો હોય.વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ સંભવત આ રાઈડીંગ બાઈકની સ્થાનિક સ્તરે તપાસ થઈ શકે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારા
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ગિરિમથક સાપુતારાની ચારેય તરફ ડુંગરની હારમાળા જોવા મળે છે.સાપુતારાનું સૌંદર્ય જોઈ પ્રવાસીઓને ત્યાં જ રહેવાનું મન થાય છે. સામાન્ય દિવસોમાં પણ સાપુતારમાં તાપમાન 20 થી 30 ડિગ્રીની આસપાસ રહે છે. ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સાપુતારામાં 9 ડિગ્રીએ તાપમાન પંહોચતા ગામના લોકોએ કડકડતી ઠંડીથી બચવા તાપણાંનો સહારો લીધો હતો.
સાપુતારા ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે. ગિરિમથક સાપુતારમાં હંમેશા પ્રવાસીઓને ધસારો રહે છે. અંહીનું કુદરતી સૌંદર્ય કુલુ-મનાલી અને સિમલાને ટક્કર આપે તેવું છે. સાપુતારમાં પ્રવાસીઓને આકર્ષવા લેકમાં બોટિંગ, રોપ-વે, બાઈક રાઈડિંગ અને ફલાઈંગની એક્ટિવીટી કરવામાં આવે છે. આ ઉપરાતં અંહી અનેક પ્રવાસીઓ ખાસ કરીને સનરાઈઝ પોઇન્ટ પર કુદરતી સોંદર્યનો અદભુત લાભ ઉઠાવે છે.
થોડા દિવસો પહેલા જ ડાંગની મહિલા રમતવીરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. ખો-ખો રમતમાં ભારતની ઓપીનાએ દિલ્હી ખાતે આયોજીત ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત દેશની ટીમ સાથે રમી હતી અને વર્લ્ડકપ જીતવમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખો ખો વર્લ્ડ કપ 'બાદ ઓલીના ઓલિમ્પિકસમાં પણ જઈ શકે છે.