Dang Rain News: મુખ્ય નદીઓમાં ઘોડાપુર, કોઝ વે પર પાણી ફરી વળ્યાં

Jun 19, 2025 - 16:00
Dang Rain News: મુખ્ય નદીઓમાં ઘોડાપુર, કોઝ વે પર પાણી ફરી વળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ડાંગમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. બીજી તરફ અનેક કોઝ વે પર પાણી ફરી વળ્યાં છે. અંબિકા નદી પરનો ગીરા ધોધ અને શંકર ધોધ પણ સક્રિય થઈ ગયો છે. જિલ્લાની ચાર નદીઓમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યાં છે.

જીવના જોખમે નદી પાર કરતા લોકોનો વીડિયો વાયરલ

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાની ચાર મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. ભારે વરસાદને કારણે નદીઓ ઉફાન પર પહોચી ગઈ છે. જેથી જિલ્લાના અનેક કોઝ વે પર પાણી ભરાઈ ગયાં છે. અંબિકા નદીનો સુસરદા કોઝવે પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો છે. જેના કારણે જીવના જોખમે નદી પાર કરવા ગ્રામજનો મજબૂર બન્યાં છે. પાણીનો પ્રવાહ એટલે ખતરનાક છે કે તેમાં ગરકાવ થઈ જવાની સંભાવનાઓ છે. જેથી પ્રવાસીઓને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. સુસરવા કોઝ વે પરથી જીવના જોખમે નદી પાર કરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે.

ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ પણ સક્રિય થઈ ગયો

ડાંગ જિલ્લામાં બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરા ધોધ પણ સક્રિય થઈ ગયો છે. પ્રવાસીઓને ગીરાધોધ પાસે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જિલ્લાની અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી નદીઓમાં ઘોડાપૂર આવતા અનેક કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. જિલ્લામાં કોઝવે ઉપર પાણી ફરી વળતાં 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. સાપુતારા વઘઇ મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ભેખડો ધસી પડવાના બનાવો પણ બન્યા છે. જેથી તંત્રએ પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0