Dahodમાં કુંભથી પરત ફરતા ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માતમાં 4ના મોત
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જયારે 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટના બની હતી. કુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડયો અકસ્માત દાહોદના લીમખેડા પાલ્લી હાઈવે પર મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ઉભી હતી અને તેની પાછળ ટ્રાવેલર ઘુસી જતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા સાથે સાથે 8 લકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 4 ના ઘટના સ્થળે મોત થયા હોવાની માહિતી સામે આવી છે.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે જયારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યાં હતા અને અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી. પોલીસે હાથધરી તપાસ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરી હતી હાઈવે પર જતા અન્ય લોકો પણ મદદમાં જોડાયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,તમામ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે તો મૃતદેહને લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા છે,ત્યારે મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,ત્યારે પોલીસે ટ્રકના ડ્રાઈવરનું નિવેદન લીધું છે. યુપીમાં પણ અકસ્માતમાં 10ના મોત પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં પરત ફરતી બસને મોટો અકસ્માત નડ્યો. શ્રદ્ધાળુઓથી ભરેલ બસ મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતી હતી દરમિયાન ભીષણ અકસ્માતની ઘટના બની. બસની બોલેરો કાર સાથે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચી ગયો. અકસ્માતમાં ભોગ બનેલ 10 શ્રદ્ધાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જયારે 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટના બની હતી.
કુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડયો અકસ્માત
દાહોદના લીમખેડા પાલ્લી હાઈવે પર મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ઉભી હતી અને તેની પાછળ ટ્રાવેલર ઘુસી જતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા સાથે સાથે 8 લકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 4 ના ઘટના સ્થળે મોત થયા હોવાની માહિતી સામે આવી છે.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે જયારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યાં હતા અને અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી.
પોલીસે હાથધરી તપાસ
જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરી હતી હાઈવે પર જતા અન્ય લોકો પણ મદદમાં જોડાયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,તમામ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે તો મૃતદેહને લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા છે,ત્યારે મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,ત્યારે પોલીસે ટ્રકના ડ્રાઈવરનું નિવેદન લીધું છે.
યુપીમાં પણ અકસ્માતમાં 10ના મોત
પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં પરત ફરતી બસને મોટો અકસ્માત નડ્યો. શ્રદ્ધાળુઓથી ભરેલ બસ મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતી હતી દરમિયાન ભીષણ અકસ્માતની ઘટના બની. બસની બોલેરો કાર સાથે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માતને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પંહોચી ગયો. અકસ્માતમાં ભોગ બનેલ 10 શ્રદ્ધાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.