Dahod News: ભોપાલમાં CMનો કાર્યક્રમમાંથી પરત ફરતી માહિતી વિભાગની બસ પલટી, ફોટોગ્રાફર સહિત 8 ઘાયલ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લાના કતવારા નજીક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમનું કવરેજ પૂરું કરીને પરત ફરી રહેલી ગુજરાત માહિતી વિભાગની બસને નડ્યો અકસ્માત નડ્યો હતો. કતવારા નજીક ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી, જેના પગલે ચીસાચીસ મચી ગઈ હતી.
22 સભ્યોની ટીમ અમદાવાદ આવી રહી હતી, 8 સભ્યો ઇજાગ્રસ્ત
મળતી વિગતો મુજબ, માહિતી વિભાગની આ ટીમ ભોપાલ ખાતે સીએમના કાર્યક્રમની મીડિયા અને ઓફિશિયલ કામગીરી માટે ગઈ હતી. કાર્યક્રમ સંપન્ન થયા બાદ 22 સભ્યોની આ આખી ટીમ બસ મારફતે અમદાવાદ પરત આવી રહી હતી. બસ પલટી મારવાના આ અકસ્માતમાં ઓફિશિયલ ફોટોગ્રાફર સહિત કુલ 8 વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા, તંત્ર એલર્ટ
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. બસમાંથી તમામ સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 8 લોકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માહિતી વિભાગની બસ પલટી જતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.
આ પણ વાંચો - Dahod: સરજૂમી ગામની વનવાસી માધ્યમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

