Dabhoi: ડભોઇના જેસિંગપુરા ગામે વૃક્ષ કાપવા મુદ્દે તકરાર

May 25, 2026 - 06:00
Dabhoi: ડભોઇના જેસિંગપુરા ગામે વૃક્ષ કાપવા મુદ્દે તકરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડભોઇ : ડભોઇ તાલુકાના જેસિંગપુરા ગામે સહિયારી આમલીનું વૃક્ષ કાપવાના પ્રશ્ન તકરાર થતા હુમલો થયો હોવાની ફરિયાદ ચાણોદ પોલીસ મથકમાં નોંધાવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના જેસિંગપુરા ગામે રહેતા 65 વર્ષના ગોવિંદ ભાઈલાલ તડવીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા તેમના પરિવારના જ સંજય રમણ તડવી સાથે તેમની સહિયારી આમલીનું વૃક્ષ છે.આ વૃક્ષ ગોવિંદભાઈએ કટીંગ કર્યું હતું. તેથી 21મી તારીખે રાત્રે 8:30 વાગ્યે હાથમાં લોખંડની વાસી અને લાક્ડાના દંડા લઈને ગોવિંદભાઈ ના ઘરે સંજય ઉપરાંત તેનો દીકરો વિશાલ, અને رવિદાસ ઉપરાતે જયરાજ અરવિંદ તડવી આવ્યા હતા અને સહિયારી આમલીના વૃક્ષને કાપવાના પ્રશ્ને તકરાર તકરાર કરી હતી અને અમને કેમ કાપવા દેતા નથી તેમ કહી ગોવિંદભાઈના માથા પર વાસી ફ્ટકારી હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે મંજુલાબેન અને સુરેશભાઈ આવી ગયા હતા. તો તેમને પણ માર મારી ચારેય વ્યક્તિ નાસી ગયા હોવાની ફરિયાદ ચાણોદ પોલીસ મથકમાં નોંધાવાઈ છે. આ બનાવમાં રવિ સંજય તડવીએ પણ ગોવિંદભાઈ લાલ તડવી અને તેના દીકરા સંજય ગોવિંદ તડવી સામે વૃક્ષ કાપવાની બબાલમાં હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0