જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી

Jun 14, 2026 - 08:00
જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ડબલ એન્જિન સરકારમાં રેલવેની મનમાની સામે આક્રોશ

લોકો-લોબી અને બ્રેકડાઉન કામગીરી અન્યત્ર ખસેડવા, ૭૨ રનિંગ સ્ટાફની સામૂહિક બદલીનો નિર્ણય પરત ખેંચવા ૧૦ દિવસનું અલ્ટિમેટમ

જેતલસર,જેતપુર: રાજકોટ જિલ્લાના ઐતિહાસિક જેતલસર જંકશન ખાતે રેલવે તંત્રની મનમાનીને કારણે ફરી એકવાર વિવાદ વકર્યો છે. અહીંથી લોકો-લોબી અને બ્રેકડાઉન જેવી મહત્વની કામગીરી અન્યત્ર ખસેડી લેવા અને ૭૨ જેટલા રનિંગ સ્ટાફ (લોકો પાયલટ અને ટ્રેન મેનેજર)ની સામૂહિક બદલીના નિર્ણય સામે સ્થાનિકો અને રેલવે બચાવ સમિતિએ લડત ચલાવ્યા બાદ કોઈ પરિણામ નહીં આવતા હવે ડબલ એન્જિન સરકારમાં રેલવેની મનમાની સામે ભાજપના જ ધારાસભ્ય મેદાને આવ્યા છે અને રેલરોકો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો છે.

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે આજે જેતલસર જંકશનની મુલાકાતે આવતા જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આકરા પાણીએ આવીને ૭૨ કર્મચારીઓના રનિંગ સ્ટાફની વાપસી, જેતલસર જંકશન પર એક્સિડન્ટ રિલીફ ટ્રેન અને એક્સિડન્ટ રિલીફ મેડિકલ ઇક્વિપમેન્ટની કાયમી વ્યવસ્થા, કોચિંગ ડેપોનું નિર્માણ અને જેતલસરને મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોનું ઓરિજિનેટિંગ સ્ટેશન જાહેર કરવા સહિત છ મુદાની માંગણી સાથે રેલપ્રશ્નોનો ઉકેલ લાવવા ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0