Crime Branchએ 5 ખાનગી હોસ્પિટલોને મોકલ્યા સમન્સ, ખ્યાતિકાંડના આરોપીઓના કનેક્શન આવ્યા સામે

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે અને હવે ક્રાઈમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આરોપી ડો. પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલવામાં આવતી હતી. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. PMJAY દ્વારા રૂપિયા 16 કરોડથી વધુની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજુરી મેળવતા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં રહેલા દર્દી અને હોસ્પિટલે કરેલી સારવાર અંગે તપાસ કરવાની સત્તા છતાં નિદ્રાધીન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે.ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને ગ્રામ્ય કોર્ટનો ઝટકો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાને ઝટકો આપ્યો છે અને સંજય પટોળીયાના જામીન ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન રહ્યું છે. 

Crime Branchએ 5 ખાનગી હોસ્પિટલોને મોકલ્યા સમન્સ, ખ્યાતિકાંડના આરોપીઓના કનેક્શન આવ્યા સામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે અને હવે ક્રાઈમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને સમન્સ પાઠવ્યા છે. હોસ્પિટલોને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ખાનગી હોસ્પિટલનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું અને ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલની પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આરોપી ડો. પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે.

PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા

બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. PMJAYનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઈમરજન્સીમાં મોકલવામાં આવતી હતી. PMJAY યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં 3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. PMJAY દ્વારા રૂપિયા 16 કરોડથી વધુની રકમ ખ્યાતિ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજુરી મેળવતા હોવા છતાં આરોગ્ય વિભાગે કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. ઓપરેશન થયા બાદ પણ આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં રહેલા દર્દી અને હોસ્પિટલે કરેલી સારવાર અંગે તપાસ કરવાની સત્તા છતાં નિદ્રાધીન જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે PMJAYના 8 કલાકમાં 100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે.

ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને ગ્રામ્ય કોર્ટનો ઝટકો

બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી સંજય પટોળીયાને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રામ્ય કોર્ટે આરોપી સંજય પટોળીયાને ઝટકો આપ્યો છે અને સંજય પટોળીયાના જામીન ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે. રાહત આપવા લાયક આરોપી ન હોવાનું ગ્રામ્ય કોર્ટનું અવલોકન રહ્યું છે.