Commonwealth Games-2030 પૂર્વે અમદાવાદમાં 800 AMTS બસ સ્ટોપનું સ્માર્ટ આધુનિકીકરણ

Nov 23, 2026 - 14:00
Commonwealth Games-2030 પૂર્વે અમદાવાદમાં 800 AMTS બસ સ્ટોપનું સ્માર્ટ આધુનિકીકરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 ‘કોમનવેલ્થ ગેમ્સ-2030’ અને ‘વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2029’ જેવા આંતરરાષ્ટ્રીય આયોજનોની તૈયારીરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર પરિવહનને વૈશ્વિક સ્તરનું બનાવવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આગામી અઢીથી ત્રણ વર્ષમાં AMTSના અંદાજે 800 મુખ્ય બસ સ્ટોપને સ્માર્ટ બસ સ્ટોપ તરીકે વિકસાવાશે, જેનાથી અમદાવાદ ઉપરાંત ઔડા વિસ્તારના 7 લાખથી વધુ નાગરિકોને લાભ મળશે.

સેન્સર આધારિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા

દરેક સ્માર્ટ શેલ્ટરમાં GPS આધારિત રિયલ-ટાઇમ ETA ડિસ્પ્લે, રૂટ મેપ, સેન્સર આધારિત LED લાઇટિંગ અને બેઠક વ્યવસ્થા હશે, જ્યારે પસંદગીના સ્ટોપ પર Wi-Fi, મોબાઇલ ચાર્જિંગ અને ચા-કોફી જેવી રિફ્રેશમેન્ટ સુવિધા પણ અપાશે. સ્થાનિક હવામાનને અનુરૂપ મજબૂત છત અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે રેમ્પ, ટેક્સ્ચર પેવિંગ અને વ્હીલચેરની સુવિધા પણ રખાશે.

AMTS bus stops in Ahmedabad to become smart

ડિજિટલ ટેક્નોલોજી અને સિંગલ વિન્ડો ટિકિટિંગ

મુસાફરોનો રાહ જોવાનો સમય ઘટાડવા અને મુસાફરીનું આયોજન સરળ બનાવવા માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન વિકસાવવાનું આયોજન છે. આ એપ દ્વારા નાગરિકો ઘરે બેઠાં જ બસનું લાઇવ લોકેશન, આગમનનો અંદાજિત સમય અને રિઝર્વેશનની સુવિધા મેળવી શકશે. સાથે જ શહેરની પરિવહન સેવાઓ વચ્ચે સરળ સંકલન માટે મેટ્રો, BRTS અને AMTS માટે ‘સિંગલ વિન્ડો ટિકિટ સિસ્ટમ’ અમલમાં મૂકવાનું આયોજન છે, જેથી મુસાફરોએ અલગ-અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને એક જ ટિકિટથી વિવિધ માધ્યમોમાં પ્રવાસ કરી શકાશે.BOT મોડલ, ફીડર કનેક્ટિવિટી અને પ્રાયોગિક અમલ

આ પ્રોજેક્ટ BOT (Build, Operate and Transfer) ધોરણે સાકાર કરાશે, જેમાં AMTSનું સીધું મૂડીરોકાણ નહીં થાય અને કોન્ટ્રાક્ટરે નિર્ધારિત SLA મુજબ સંચાલન, સ્વચ્છતા અને જાળવણી કરવાની રહેશે. નવા રૂટ અને વધારાની ફીડર બસો દ્વારા બજારો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો સ્ટેશનોને જોડાશે. પ્રાયોગિક ધોરણે સિંધુભવન રોડ, આનંદનગર, સી.જી. રોડ, સાયન્સ સિટી અને ટીવી ટાવર સહિત પશ્ચિમમાં તથા પૂર્વ અમદાવાદમાં ચાર સ્થળોએ સ્માર્ટ બસ સ્ટોપ ઊભા કરાયા છે, જેના અનુભવના આધારે અન્ય વિસ્તારોમાં કામગીરી આગળ ધપાવાશે.

AMTS bus stops in Ahmedabad to become smart

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0