Chhotaudepurના નસવાડીમાં આઝાદી બાદ પાકો રોડ બનતા ગ્રામજનોમાં ખુશી, MLA નાચી ઉઠયા
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગનિયાબારી સાંકડીબારીનો પાકો ડામર રોડ આઝાદીના વર્ષો બાદ બન્યો છે જેમાં ઉંચા નીચા ડુંગરો કાપી છ કિલોમીટરનો રોડ એકદમ ઉંડાળ વાળા ગામ સુધી પોંહચતો કરાયો છે.સંખેડા ધારાસભ્યને ગ્રામજનોએ ઢોલના તાલે નચાવ્યા છે.MLA અભેસિંહમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ પણ ખુશીમાં ઝુમી ઉઠયા હતા. નવા રોડ બનવાથી ખુશી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા કાચા રસ્તા સૌથી મોટો પ્રશ્ન હોય સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ વિધાનસભામા રજૂઆત બાદ સરકાર દ્વારા ૧૩ કરોડથી વધુના ખર્ચે રોડ મંજૂર કરાયો હતો,પાકા રોડ ડુંગરો વચ્ચે એકદમ નીચાઈમા બનવાનો હોય એજન્સી માટે પણ ચેલેન્જ સમાન હતુ ત્યારે આખરે ડુંગરો વચ્ચેથી પાકો રોડ બન્યો અનેક સ્લેબ ડ્રેઈન પ્રો-વોલ સાથે ડામર રોડ બન્યો છે,સૌથી વધુ સગર્ભા મહિલાઓ હેરાન થતી હતી અને બીજી તરફ શિક્ષકો શાળા પગપાળા જવા મજબુર બનતા હતા અને ચોમાસામા તો આ વિસ્તારમા જવુ ખુબ મુશ્કેલ હતુ.ધારાસભ્ય નાચી ઉઠયા આઝાદી ના વર્ષો બાદ પાકો ડામર રોડ બનતા લોકાર્પણ કરવા પહચેલા ધારાસભ્યને ગ્રામજનો ઢોલના તાલે ખભે બેસાડી નચાવ્યા હતા આ ડામર રોડ નવો બનતા આદિવાસી ગ્રામજનો માટે નવા સુરજ ઉગ્યો સમાન કહેવાય છે.ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પછી ગામમાં પાકો રોડ બન્યો છે જેને લઈ તેમણે સરકાર અને ધારાસભ્યનો આભાર માન્યો હતો,ત્યારે ગ્રામજનોની એ પણ માગ છે કે આવનારા સમયમાં હજી પણ અન્ય જગ્યાઓ પર પાકો રોડ બને તો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પરિવારોને તકલીફ ના પડે. ગામડામાં બન્યા પાકા રોડ નસવાડી તાલુકાના ગામડાના ડામર રોડ એકદમ ખખડધજ હાલતમાં હોઇ સંખેડા ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર દ્વારા ડામર રોડ રિસરફેસિંગમાં લેવાયા હતા. જેમાં બજેટ ઉચ્ચક જોગવાઈ 2023/24 ટ્રાયબલ હેઠળ આ કામો લેવાયા હતા. જેમાં ધામસિયા એપ્રોચ રોડ, રાયસીંગપુરા એપ્રોચ રોડ, બરોલી, કડીકૂવા, બોતીયાકુંવા રોડ, રોઝિયા ખાપરીયા રોડ આમ ચાર રોડની રિસરફેસિંગ ડામર કામગીરી કરાઇ હતી. સાથે આરસીસી રોડ અને પાઇપ નાળાનું કામ કરાયું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગનિયાબારી સાંકડીબારીનો પાકો ડામર રોડ આઝાદીના વર્ષો બાદ બન્યો છે જેમાં ઉંચા નીચા ડુંગરો કાપી છ કિલોમીટરનો રોડ એકદમ ઉંડાળ વાળા ગામ સુધી પોંહચતો કરાયો છે.સંખેડા ધારાસભ્યને ગ્રામજનોએ ઢોલના તાલે નચાવ્યા છે.MLA અભેસિંહમાં પણ ખુશીનો માહોલ છે અને તેઓ પણ ખુશીમાં ઝુમી ઉઠયા હતા.
નવા રોડ બનવાથી ખુશી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા કાચા રસ્તા સૌથી મોટો પ્રશ્ન હોય સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવીએ વિધાનસભામા રજૂઆત બાદ સરકાર દ્વારા ૧૩ કરોડથી વધુના ખર્ચે રોડ મંજૂર કરાયો હતો,પાકા રોડ ડુંગરો વચ્ચે એકદમ નીચાઈમા બનવાનો હોય એજન્સી માટે પણ ચેલેન્જ સમાન હતુ ત્યારે આખરે ડુંગરો વચ્ચેથી પાકો રોડ બન્યો અનેક સ્લેબ ડ્રેઈન પ્રો-વોલ સાથે ડામર રોડ બન્યો છે,સૌથી વધુ સગર્ભા મહિલાઓ હેરાન થતી હતી અને બીજી તરફ શિક્ષકો શાળા પગપાળા જવા મજબુર બનતા હતા અને ચોમાસામા તો આ વિસ્તારમા જવુ ખુબ મુશ્કેલ હતુ.
ધારાસભ્ય નાચી ઉઠયા
આઝાદી ના વર્ષો બાદ પાકો ડામર રોડ બનતા લોકાર્પણ કરવા પહચેલા ધારાસભ્યને ગ્રામજનો ઢોલના તાલે ખભે બેસાડી નચાવ્યા હતા આ ડામર રોડ નવો બનતા આદિવાસી ગ્રામજનો માટે નવા સુરજ ઉગ્યો સમાન કહેવાય છે.ગ્રામજનોનું કહેવું છે કે વર્ષો પછી ગામમાં પાકો રોડ બન્યો છે જેને લઈ તેમણે સરકાર અને ધારાસભ્યનો આભાર માન્યો હતો,ત્યારે ગ્રામજનોની એ પણ માગ છે કે આવનારા સમયમાં હજી પણ અન્ય જગ્યાઓ પર પાકો રોડ બને તો છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી પરિવારોને તકલીફ ના પડે.
ગામડામાં બન્યા પાકા રોડ
નસવાડી તાલુકાના ગામડાના ડામર રોડ એકદમ ખખડધજ હાલતમાં હોઇ સંખેડા ધારાસભ્યની રજૂઆત બાદ સરકાર દ્વારા ડામર રોડ રિસરફેસિંગમાં લેવાયા હતા. જેમાં બજેટ ઉચ્ચક જોગવાઈ 2023/24 ટ્રાયબલ હેઠળ આ કામો લેવાયા હતા. જેમાં ધામસિયા એપ્રોચ રોડ, રાયસીંગપુરા એપ્રોચ રોડ, બરોલી, કડીકૂવા, બોતીયાકુંવા રોડ, રોઝિયા ખાપરીયા રોડ આમ ચાર રોડની રિસરફેસિંગ ડામર કામગીરી કરાઇ હતી. સાથે આરસીસી રોડ અને પાઇપ નાળાનું કામ કરાયું છે.