Chhotaudepur Rain News: પાણીના પ્રવાહમાં ધોવાયા 4 કરોડના ખર્ચે બનાવેલા ડાયવર્ઝન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટાઉદેપુરમાં ભારે વરસાદનો માહોલ છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. જળાશયો છલકાયા છે. રસ્તા પર નદીઓ જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. વાહનોના સ્થાને હોડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થાય છે. અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્રની બેદરકારીના કારણે રહીશો મુસીબતમાં મુકાયા છે. જન જીવન ખોરવાતા મોટી નુકસાની થઇ છે.
સમગ્ર પંથક પાણી-પાણી
છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ છે. ત્યારે નદીઓમાં પણ તોફાની વહેણ જોવા મળી રહ્યા છે. પાવી જેતપુર સિહોદ પાસે નેશનલ હાઇવે 56ની ભારજ નદી પર બનાવેલા ડાયવર્ઝનના બે ટુકડા થયા છે. બે મહિના અગાઉ 4 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યુ હતુ. પરંતુ ભારજ નદીના પાણીના પ્રવાહમાં તે ધોવાયુ છે. ડાયવર્ઝન ધોવાઇ જતા મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરથી આવતા લોકોને 40 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાનો વારો આવ્યો છે.
તંત્રની બેદરકારી
તંત્રની બેદરકારીના કારણે લોકો પરેશાન છે. અને કુદરત કોપાયમાન થતા ભારે નુકસાન થઇ રહ્યુ છે. રાજ્યમાં આગામી દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર શું કામગીરી કરશે. તે મહત્ત્વનું છે. હાલ તો તંત્ર જાગ્યુ છે અને લોકો સુધી મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. સંપર્ક વિહોણા ગામડાઓમાં પણ મદદ પહોંચાડવા માટે પ્રયાસ શરુ છે.
What's Your Reaction?






