Cadilaના રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીની હાઈકોર્ટમા ફરિયાદ, તપાસ અટકી ગઈ !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેડીલાના રાજીવ મોદી સામે જાતીય સતામણીની ફરિયાદને લઈ બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં દ્વારા ખખડાવ્યા છે,તપાસ ઢીલી હોવાને લઈ યુવતી ફરીથી હાઈકોર્ટ પહોંચી છે,પીડિતાને સાંભળ્યા વિના ફરિયાદ રદ કરતા વિવાદ HCમાં પહોંચ્યો છે,બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે કલેકટર, નેશનલ કમિશનર ઓફ વુમન્સને નોટિસ ફટકારવામાં આવી છે,તો NCW અને કલેકટર ફરિયાદ રદ્દ કરવા મુદ્દે આપશે જવાબ.
પોલીસે આ મામલે કલીનચીટ આપી હતી
આ કેસ બાદ કામકાજનાં સ્થળે મહિલાઓ સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે બનેલા કાયદાની જોગવાઈનું પાલન નહીં થયું હોવા મામલે અમદાવાદ કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ કરાઈ હતી. જો કે, ફરિયાદ બાદ પણ ઠોસ પગલાં નહીં લેવાતા HCમાં અરજી કરાઈ છે. આ બાબતે કલેક્ટર અને અન્યો સામે તપાસ થાય તેવી માંગણી કરાઈ છે.કેડીલાના સીએમજી રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો સતત વણસી રહ્યો છે. તાજેતરમાં જ પોલીસે રાજીવ મોદીને આ મામલે ક્લીનચીટ આપી હતી.
જાણો શું છે A સમરી
રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી ગઈ હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે હવે પોલીસે આ કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે. A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે. પરંતુ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય. ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી. વળી આ કેસમાં ફરિયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. જોકે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે. પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલ અરજી નિરર્થક થઈ છે. જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે.
અત્યાર સુધીમાં શું બની છે ઘટના
રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસની તપાસ માટે SIT નિમવામાં આવી હતી. તેમજ એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળ SITએ કેસના તમામ સાક્ષીઓના નિવેદન લીધા.આ મામલે પોલીસે તપાસમાં રાજીવ મોદીને ક્લીનચિટ આપી દીધી હતી. જે પછી ફરી એકવાર યુવતીએ આરોપ લગાવ્યો કે, રાજીવ મોદી સામે ફરિયાદ ના કરવા તેના પર પોલીસ દ્વારા જ દબાણ કરવામાં આવ્યું હતું.આ પછી કેડિલાના રાજીવ મોદી સામે યુવતીએ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી હતી. જેમાં પોતાના કેસની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવા માટે
What's Your Reaction?






