BZ ગ્રૂપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાતા CID ક્રાઈમે પ્રાંતિજમાં તપાસનો ધમધમાટ કર્યો

BZ ગ્રૂપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે જેમાં ઝાલા ઝડપાતા ફરીથી CID ક્રાઈમે પ્રાંતિજમાં ધામ નાખ્યા છે.પ્રાંતિજમાં રાતોરાત BZ ઓફિસનું બોર્ડ ઉતરી ગયું છે અને CID ક્રાઈમે આસપાસની દુકાનદારોના નિવેદન લીધા છે,BZની ઓફિસ ફરથી ખોલીને તપાસ હાથધરી છે.આરોપી એજન્ટ નિકેશ પટેલ હાલ ફરાર છે અને નિકેશ પટેલ પ્રાંતિજ બ્રાંચનું સંચાલન કરતો હોવાની વાત સામે આવી છે. દુકાન માલિકનું ફરથી CID ક્રાઈમે લીધું નિવેદન પ્રાંતિજની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે,દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે,મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે જેમાં 7 બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.BZમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખૂલ્યાં છે.એક કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખૂલ્યાં છે,આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઇલથી પોલીસને મળી શકે છે વધુ પૂરાવા તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં, વ્યવહારોની વિગતો મંગાઈ છે.  

BZ ગ્રૂપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાતા CID ક્રાઈમે પ્રાંતિજમાં તપાસનો ધમધમાટ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ ગ્રૂપનો સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ રહ્યાં છે જેમાં ઝાલા ઝડપાતા ફરીથી CID ક્રાઈમે પ્રાંતિજમાં ધામ નાખ્યા છે.પ્રાંતિજમાં રાતોરાત BZ ઓફિસનું બોર્ડ ઉતરી ગયું છે અને CID ક્રાઈમે આસપાસની દુકાનદારોના નિવેદન લીધા છે,BZની ઓફિસ ફરથી ખોલીને તપાસ હાથધરી છે.આરોપી એજન્ટ નિકેશ પટેલ હાલ ફરાર છે અને નિકેશ પટેલ પ્રાંતિજ બ્રાંચનું સંચાલન કરતો હોવાની વાત સામે આવી છે.

દુકાન માલિકનું ફરથી CID ક્રાઈમે લીધું નિવેદન

પ્રાંતિજની બીઝેડની ઓફીસ ફરીથી ખોલીને સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે અને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે,દુકાનમાં કોણ આવતુ હતુ અને કોણ જતું હતુ કયારે દુકાન ખુલતી હતી અને બંધ થતી હતી તેને લઈ તપાસ હાથધરી છે,મુખ્ય એજન્ટ નિલેશ પટેલ ફરાર થઈ ગયો છે જેને લઈ સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.બીઝેડ ગ્રૂપની પ્રાંતિજમાં જે જગ્યાએ ઓફિસ છે તેની આસપાસ જેટલી દુકાનો આવેલી છે તે લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત

હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે જેમાં 7 બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.BZમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખૂલ્યાં છે.એક કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખૂલ્યાં છે,આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઇલથી પોલીસને મળી શકે છે વધુ પૂરાવા તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં, વ્યવહારોની વિગતો મંગાઈ છે.