BZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો

6 હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકડાયરાના સુપરસ્ટાર કલાકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો મહાઠગ નજરે પડી રહ્યો છે. મહાઠગ એજન્ટને ગાડી ગીફ્ટમાં આપતો હોય તેવો વીડિયો વાયરલ મહાઠગે એજન્ટને સુંદર કામગીરી સામે મોંઘીદાટ કાર ગીફ્ટમાં આપ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. CID ક્રાઈમની ટીમે છેલ્લા પાંચ દિવસથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CID ક્રાઈમની ટીમે કાર્યવાહી કરતા હજારો કરોડનું ફુલેકું ફેરવનાર મહાઠગ હજુપણ પોલીસ પકડથી દૂર છે. CID ક્રાઈમની ટીમે હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતનાં વિસ્તારોમા એજન્ટની શોધખોળ હાથ ધરી છે. CID ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે મહાઠગના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રોકાણકારો ચિંતિત બન્યા છે. પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી ગયો છે. એટલું જ નહીં પરંતુ પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા છે. એક કા ડબલની લાલચ આપીને અસંખ્ય લોકોને ભૂપેન્દ્રસિંહે ચૂનો લાગાડ્યો છે. અત્યારે તે વિદેશ ભાગી ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે અત્યારે પોલીસ અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. એવું જાણવા મળ્યું છે કે, તે ધરપડકથી બચવા માટે વિદેશમાં જઈને છુપાઈ ગયો છે.

BZ ગ્રૂપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6 હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકડાયરાના સુપરસ્ટાર કલાકાર કિર્તીદાન ગઢવીના ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતો મહાઠગ નજરે પડી રહ્યો છે.

મહાઠગ એજન્ટને ગાડી ગીફ્ટમાં આપતો હોય તેવો વીડિયો વાયરલ

મહાઠગે એજન્ટને સુંદર કામગીરી સામે મોંઘીદાટ કાર ગીફ્ટમાં આપ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. CID ક્રાઈમની ટીમે છેલ્લા પાંચ દિવસથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. CID ક્રાઈમની ટીમે કાર્યવાહી કરતા હજારો કરોડનું ફુલેકું ફેરવનાર મહાઠગ હજુપણ પોલીસ પકડથી દૂર છે. CID ક્રાઈમની ટીમે હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતનાં વિસ્તારોમા એજન્ટની શોધખોળ હાથ ધરી છે. CID ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે મહાઠગના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રોકાણકારો ચિંતિત બન્યા છે.

પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા

ભૂપેન્દ્રસિંહ ઝાલા શિક્ષકોની જીવનભરની મૂડી ચાંઉ કરી ગયો છે. એટલું જ નહીં પરંતુ પોન્ઝી સ્કીમમાં અસંખ્ય લોકોના રૂપિયા ભૂપેન્દ્રસિંહે ડૂબાડ્યા છે. એક કા ડબલની લાલચ આપીને અસંખ્ય લોકોને ભૂપેન્દ્રસિંહે ચૂનો લાગાડ્યો છે. અત્યારે તે વિદેશ ભાગી ગયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે અત્યારે પોલીસ અને સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહીં છે. એવું જાણવા મળ્યું છે કે, તે ધરપડકથી બચવા માટે વિદેશમાં જઈને છુપાઈ ગયો છે.