BZ ગ્રૂપના કૌભાંડમાં અત્યાર સુધી માત્ર 2 ફરિયાદથી પોલીસને પડકાર, જાણો કેમ?
BZ ગ્રૂપના કૌભાંડમાં રોકાણકારો સામે ન આવતા આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી પોલીસને માટે પડકાર સાબિત થઇ રહ્યો છે. આ કૌભાંડમાં સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું ધ્યાને આવ્યું છે. તંત્રને લેખિત ફરિયાદ બાદ જાણવાજોગ વિગત આપી છે. વિગતો અપાયા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ નહીં હોવાનું લાગી રહ્યું છે.BZ કૌભાંડ મામલે ફરિયાદને આજે 21મો દિવસ છે છતા આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી પોલીસને પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. આ સમગ્ર મામલે સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું આવ્યું ધ્યાને આવ્યું છે જેને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સહિત મોટાભાગ ના ટેબલ ખાલી જોવા મળી રહ્યા છે. BZ કૌભાંડ મામલે તંત્રને લેખિત ફરિયાદ બાદ જાણવાજોગ વિગતો પણ આપી છે. વિગતો અપાયા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ નહી થયા હોવાનું પણ રોકાણકોરો જણાવી રહ્યા છે. જોકે આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી તંત્રને તપાસમાં અડચણરૂપ થઇ શકે તેવું પણ લાગી રહ્યું છે.6000 કરોડ ક્યાંથી આવ્યા? BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્યમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારે મહત્ત્વનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં મહત્ત્વની વાત સામે આવી હોવાની સરકારે કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે.અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જેના પર કોર્ટે પૂછ્યું કે 6000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? જવાબમાં સરકારી વકીલે કહ્યું કે હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે અને તેમાંથી 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાઇસન્સ આ સાથે જ સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી છે.આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 35 કરોડથી વધુની મિલકત ખરીદીઆ સાથે જ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો, પોર્ષ અને મર્સિડિઝ જેવી મોંઘીદાટ ગાડીઓ પણ ખરીદવામાં આવી છે. 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 22 સ્થાવર મિલકત ખરીદી છે જેની બજાર કિંમત 30થી 35 કરોડ માનવામાં આવી રહી છે.આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પણ પ્રાથમિક માહિતી છે. 19 કરોડ જેટલી રકમ 2 એકાઉન્ટમાંથી રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરકારે BZ કૌભાંડ મામલે 49 પીડિતોનો રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ ગ્રૂપના કૌભાંડમાં રોકાણકારો સામે ન આવતા આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી પોલીસને માટે પડકાર સાબિત થઇ રહ્યો છે. આ કૌભાંડમાં સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું ધ્યાને આવ્યું છે. તંત્રને લેખિત ફરિયાદ બાદ જાણવાજોગ વિગત આપી છે. વિગતો અપાયા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ નહીં હોવાનું લાગી રહ્યું છે.
BZ કૌભાંડ મામલે ફરિયાદને આજે 21મો દિવસ છે છતા આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી પોલીસને પડકારરૂપ સાબિત થઇ રહ્યો છે. આ સમગ્ર મામલે સૌથી વધુ રોકાણ શિક્ષકોનું હોવાનું આવ્યું ધ્યાને આવ્યું છે જેને લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, સહિત મોટાભાગ ના ટેબલ ખાલી જોવા મળી રહ્યા છે. BZ કૌભાંડ મામલે તંત્રને લેખિત ફરિયાદ બાદ જાણવાજોગ વિગતો પણ આપી છે. વિગતો અપાયા બાદ પણ કોઈ ચોક્કસ તપાસ નહી થયા હોવાનું પણ રોકાણકોરો જણાવી રહ્યા છે. જોકે આટલા દિવસમાં માત્ર 2 ફરિયાદથી તંત્રને તપાસમાં અડચણરૂપ થઇ શકે તેવું પણ લાગી રહ્યું છે.
6000 કરોડ ક્યાંથી આવ્યા?
BZના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાની અમદાવાદ ગ્રામ્યમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારે મહત્ત્વનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં મહત્ત્વની વાત સામે આવી હોવાની સરકારે કોર્ટ સમક્ષ કબૂલાત કરી છે.અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. જેના પર કોર્ટે પૂછ્યું કે 6000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? જવાબમાં સરકારી વકીલે કહ્યું કે હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે અને તેમાંથી 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાઇસન્સ
આ સાથે જ સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 35 કરોડથી વધુની મિલકત ખરીદી
આ સાથે જ સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું કે, BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો, પોર્ષ અને મર્સિડિઝ જેવી મોંઘીદાટ ગાડીઓ પણ ખરીદવામાં આવી છે. 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 22 સ્થાવર મિલકત ખરીદી છે જેની બજાર કિંમત 30થી 35 કરોડ માનવામાં આવી રહી છે.આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા બિટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાની પણ પ્રાથમિક માહિતી છે. 19 કરોડ જેટલી રકમ 2 એકાઉન્ટમાંથી રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરકારે BZ કૌભાંડ મામલે 49 પીડિતોનો રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો છે.