Botadમાં મતગણતરીના દિવસે મોબાઈલ-સેલ્યુલર ફોન-કોડલેસ ઉપરકરણોના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાગશે
મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળના આજુબાજુના વિસ્તારમાં અસામાજિક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતિથી પૂર્ણ થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે લોકોને ટોળા સ્વરૂપે એકઠા થવા પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે. તેથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા–૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલ સત્તાની રુઈએ હુકમ કર્યો છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા માટે સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા પ્રતિબંધ મુકવો આવશ્યક છે. જાણો શું નહી રખાય સાથે ૧-મતગણરી સ્થળ અને તેની આજુબાજુમાં ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમા એકઠા થવું નહીં, સભાઓ ભરવી નહીં. ૨-મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહીં. 18 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું થશે લાગુ ઉપર ક્રમ નં. ૧થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલા અધિકૃત કર્મચારી/અધિકારીઓ/મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતો લાગું પડશે નહીં. ઉપર ક્રમ નં.ર થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/અધિકારીઓને મતગણતરી સ્થળ પુરતો લાગું પડશે નહીં. આ હુકમ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નિયત થયેલા મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૨૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગું પડશે.આદેશનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ તા:૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરીના દિવસ માટે અમલમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મતગણતરીના દિવસે મતગણતરીના સ્થળના આજુબાજુના વિસ્તારમાં અસામાજિક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતિથી પૂર્ણ થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે લોકોને ટોળા સ્વરૂપે એકઠા થવા પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાય છે. તેથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા–૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલ સત્તાની રુઈએ હુકમ કર્યો છે.
ચૂંટણીનો કાર્યક્રમ જાહેર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા માટે સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમા અસામાજીક/અનઅધિકૃત તત્વો પ્રવેશ ન કરે અને મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પુરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતને સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન સાથે પ્રવેશવા પ્રતિબંધ મુકવો આવશ્યક છે.
જાણો શું નહી રખાય સાથે
૧-મતગણરી સ્થળ અને તેની આજુબાજુમાં ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજ્યમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમા એકઠા થવું નહીં, સભાઓ ભરવી નહીં.
૨-મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યકિતએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહીં.
18 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું થશે લાગુ
ઉપર ક્રમ નં. ૧થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલા અધિકૃત કર્મચારી/અધિકારીઓ/મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પુરતો લાગું પડશે નહીં. ઉપર ક્રમ નં.ર થી મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અધિકૃત કર્મચારી/અધિકારીઓને મતગણતરી સ્થળ પુરતો લાગું પડશે નહીં. આ હુકમ ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નિયત થયેલા મતગણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૨૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગું પડશે.આદેશનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામુ તા:૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મતગણતરીના દિવસ માટે અમલમાં રહેશે.