Botad: રાણપુરના બરાનિયાની સરકારી હાઈસ્કૂલની ઈમારતમાં વર્ગ ખંડ પાયામાંથી બેસી ગયા

પ્રવેશોત્સવના શોરબકોર વચ્ચે બોટાદ જિલ્લામાં સરકારી શાળાની વરવી વાસ્તવિકતા સામે આવીજીવના જોખમે અભ્યાસ કરવા છાત્રો મજબૂર બરાનિયા ગામની જર્જરિત સ્કૂલ મામલે જિલ્લા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે બોટાદ જિલ્લાનું વહીવટી તંત્ર વધુ એક રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને સુરત તક્ષશિલા જેવાં કાંડની રાહમાં હોય તેવુ લાગી રહ્યું છે. રાણપુર તાલુકાના બરાનીયા ગામની સરકારી હાઈસ્કૂલના રૂમ પાયામાંથી બેસી જતા ભયનો માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર થયા છે.  બોટાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વ્યસ્ત છે, ત્યારે રાણપુર તાલુકાના બરાનીયા ગામની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર થયા છે. બરાનીયા ગામ કે જ્યાં ગામથી દૂર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ આવેલી છે. સ્કૂલમાં ધો. 9 અને 10 કાર્યરત છે અને સ્કૂલમાં 5 પાંચ ઓરડા છે. શાળામાં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં જે 5 રૂમ આવેલા છે. તેમાંથી ત્રણ રૂમના પાયા બેસી ગયા છે. રૂમમાં મોટા ખાડા પડી ગયા છે. તે દરમિયાન ગત તા. 27મી જૂન, 2024ના રોજ સવારના સમયે એક રૂમ જમીનમાં બેસી ગયો હતો. ત્યારે હાલ માત્ર બે રૂમમાં જ શિક્ષણ કાર્ય શરૂ છે. પરંતુ આ રૂમ પણ ક્યારે બેસી જાય તે નક્કી નથી. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર પણ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લોકોમાં ચર્ચા થઈ રહી છે. વર્ષ 2015માં બનેલી સ્કૂલમાં હાલ માત્ર 45 વિદ્યાર્થીઓ ધો. 9 અને 10માં અભ્યાસ કરે છે. ત્યારે થોડા દિવસ પહેલા આ શાળાના બે રૂમ નીચે બેસી ગયા હોવાનો વીડિયો પણ પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બરાનિયા ગામની જર્જરિત સ્કૂલ મામલે જિલ્લા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. સ્કૂલના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ બરાનીયા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બગોદરિયાએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલના રૂમો ખરાબ છે અને ગમે ત્યારે સ્કૂલ ધરાસાઈ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે સ્કૂલના બાંધકામમાં મોટા પાય ભ્રષ્ટાચાર થયો હોવાનું અને સ્કૂલના પાયાનું કામ નબળું થયું છે જેવી શાળાના રૂમો બેસી ગયા છે તો તંત્ર દ્વારા તાત્કાલિક નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. લો હવે શાળામાં ભૂવો રાણપુર તાલુકા ગ્રામ્યની શાળાની જોખમી સ્થિતિ છતાંય જીવના જોખમે અભ્યાસ કરવા છાત્રો મજબૂર

Botad: રાણપુરના બરાનિયાની સરકારી હાઈસ્કૂલની ઈમારતમાં વર્ગ ખંડ પાયામાંથી બેસી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રવેશોત્સવના શોરબકોર વચ્ચે બોટાદ જિલ્લામાં સરકારી શાળાની વરવી વાસ્તવિકતા સામે આવી
  • જીવના જોખમે અભ્યાસ કરવા છાત્રો મજબૂર
  • બરાનિયા ગામની જર્જરિત સ્કૂલ મામલે જિલ્લા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે
બોટાદ જિલ્લાનું વહીવટી તંત્ર વધુ એક રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને સુરત તક્ષશિલા જેવાં કાંડની રાહમાં હોય તેવુ લાગી રહ્યું છે.
રાણપુર તાલુકાના બરાનીયા ગામની સરકારી હાઈસ્કૂલના રૂમ પાયામાંથી બેસી જતા ભયનો માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર થયા છે.
 બોટાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વ્યસ્ત છે, ત્યારે રાણપુર તાલુકાના બરાનીયા ગામની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર થયા છે. બરાનીયા ગામ કે જ્યાં ગામથી દૂર સરકારી માધ્યમિક હાઈસ્કૂલ આવેલી છે. સ્કૂલમાં ધો. 9 અને 10 કાર્યરત છે અને સ્કૂલમાં 5 પાંચ ઓરડા છે. શાળામાં 45 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સ્કૂલમાં જે 5 રૂમ આવેલા છે. તેમાંથી ત્રણ રૂમના પાયા બેસી ગયા છે. રૂમમાં મોટા ખાડા પડી ગયા છે. તે દરમિયાન ગત તા. 27મી જૂન, 2024ના રોજ સવારના સમયે એક રૂમ જમીનમાં બેસી ગયો હતો. ત્યારે હાલ માત્ર બે રૂમમાં જ શિક્ષણ કાર્ય શરૂ છે. પરંતુ આ રૂમ પણ ક્યારે બેસી જાય તે નક્કી નથી. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર પણ જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લોકોમાં ચર્ચા થઈ રહી છે. વર્ષ 2015માં બનેલી સ્કૂલમાં હાલ માત્ર 45 વિદ્યાર્થીઓ ધો. 9 અને 10માં અભ્યાસ કરે છે. ત્યારે થોડા દિવસ પહેલા આ શાળાના બે રૂમ નીચે બેસી ગયા હોવાનો વીડિયો પણ પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બરાનિયા ગામની જર્જરિત સ્કૂલ મામલે જિલ્લા તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
સ્કૂલના બાંધકામમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ
બરાનીયા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બગોદરિયાએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલના રૂમો ખરાબ છે અને ગમે ત્યારે સ્કૂલ ધરાસાઈ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે સ્કૂલના બાંધકામમાં મોટા પાય ભ્રષ્ટાચાર થયો હોવાનું અને સ્કૂલના પાયાનું કામ નબળું થયું છે જેવી શાળાના રૂમો બેસી ગયા છે તો તંત્ર દ્વારા તાત્કાલિક નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે.
લો હવે શાળામાં ભૂવો
રાણપુર તાલુકા ગ્રામ્યની શાળાની જોખમી સ્થિતિ છતાંય જીવના જોખમે અભ્યાસ કરવા છાત્રો મજબૂર