ભાવનગરના સિહોરમાં મિલમાં બોઈલર ફાટતા 3 શ્રમિકો ગંભીર રીતે દાઝયા છે,ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો બીજી તરફ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખેસડવામાં આવ્યા છે.બોઈલર ફાટકા કોલસા નીચે 3 શ્રમિકો દાઝયા છે.પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈ શ્રમિકોના નિવેદન નોંધ્યા છે.
ત્રણેય શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે
સિહોરના અરડેન્દ્રા મિલમાં બોઇલરની કોલસાની ટાંકી ફાટતા કોલસો બહાર નીકળતા ત્રણ મજૂરો ગંભીર રીતે દાઝયા હોવાની વાત સામે આવી છે,બે પરપ્રાંતીય તથા એક લોકલ શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે,થોડીકવારમાં તો ફેકટરીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,તો સિહોરની જીઆઈડીસીમાં આ બનાવ બન્યો હતો.તમામ શ્રમિકોને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસે શરૂ કરી તપાસ
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ થયેલા તમામ કામદારોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે
ઈજાગ્રસ્ત શ્રમિકોના નામ
1) રાજુભાઇ વર્મા-યુપી
2) સંજયભાઈ ચૌહાણ-સિહોર
3) શિવમંગલમ-યુપી