Bhavnagarના ગારિયાધારમાં મધરાતે મારણની શોધમાં સાવજના આંટાફેરા

ભાવનગરમાં મધરાતે સિંહો લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગારિયાધાર તાલુકાના મેસનકા ગામમાં ચાર સિંહો આંટાફેરા કરી રહ્યા છે. સિંહો રાતે મારણની શોધમાં નીકળ્યા. મધરાતે શિકારની શોધમાં કૂતરાનું મારણ કરવા સિંહો ગામમાં ઘૂસ્યા. ગારિયાધારમાં મારણની શોધમાં નીકળેલા 4 સિંહોનો વીડિયો વાયરલ થયો.સિંહોનો આંટાફેરાગારિયાધારના સિંહોનો આંટાફેરા કરતા વીડિયોમાં દેખાય છે કે શિયાળાની મધરાતે પોતાનો શિકાર શોધી રહ્યા છે. ગામમાં એક સિંહ કૂતરાનો અવાજ આવતા તેની પાછળ જાય છે પરંતુ અને તેની પાછળ બીજા બે સિંહો પણ આવે છે. અને ત્યાર બાદ વધુ એક સિંહ પણ વીડિયોમાં જોવા મળે છે. મારણની પાછળ ગયેલા ત્રણ સિંહો લાંબા સમય સુધી પરત ના ફરતા ચોથા નંબરનો સિંહ પણ તેમની પાછળ જાય છે. સિંહોના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો. ગીરના સાવજ હવે જંગલ બહાર વધુ જોવા મળે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી તેમજ ભાવનગરમાં સિંહે મારણ કર્યાના બનાવ વધ્યા છે. ભાવનગરમાં ગારિયાધારના એક ગામમાં રાતે સિંહ આધેડ શખ્સ પર હુમલો કર્યો હતો. ગામમાં આવેલ પોતાના ઢોરવાડામાં આ આધેડ શખ્સ સૂઈ રહ્યા હતા ત્યારે સિંહે તેમના પર હુમલો કર્યો. આધેડ શખ્સ સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ચઢતા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં સિંહોની અવર-જવર વધીભાવનગર ઉપરાંત અમરેલીના ખાંભા તાલુકામાં પણ સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા. ડિસેમ્બરના અંતમાં ખાંભામાં રહેણાંક પરિવારમાં આવેલ સિંહો મારણની શોધમાં નીકળ્યા હતા. પરંતુ કોઈ શિકાર ના મળતાં આટાંફેરા મારી પાછા ગયા. એવું માનવામાં આવે છે કે ખાંભામાં જોવા મળેલ સિંહો એક જ પરિવારના છે. સિંહ પરિવારમાં સિંહણ અને બે સિંહ બાળ છે. અને આ સિંહ પરિવાર દ્વારા હજુ સુધી કોઈ માનવનું મારણ નથી કરાયું.રાજ્યમાં અનેક વિસ્તારોમાં સિંહ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં ફરતા દેખાય છે. સિંહોની રહેણાંક વિસ્તારની વધુ મુલાકાતને લઈને વન વિભાગ પણ ચિંતિત છે.

Bhavnagarના ગારિયાધારમાં મધરાતે મારણની શોધમાં સાવજના આંટાફેરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરમાં મધરાતે સિંહો લટાર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગારિયાધાર તાલુકાના મેસનકા ગામમાં ચાર સિંહો આંટાફેરા કરી રહ્યા છે. સિંહો રાતે મારણની શોધમાં નીકળ્યા. મધરાતે શિકારની શોધમાં કૂતરાનું મારણ કરવા સિંહો ગામમાં ઘૂસ્યા. ગારિયાધારમાં મારણની શોધમાં નીકળેલા 4 સિંહોનો વીડિયો વાયરલ થયો.

સિંહોનો આંટાફેરા

ગારિયાધારના સિંહોનો આંટાફેરા કરતા વીડિયોમાં દેખાય છે કે શિયાળાની મધરાતે પોતાનો શિકાર શોધી રહ્યા છે. ગામમાં એક સિંહ કૂતરાનો અવાજ આવતા તેની પાછળ જાય છે પરંતુ અને તેની પાછળ બીજા બે સિંહો પણ આવે છે. અને ત્યાર બાદ વધુ એક સિંહ પણ વીડિયોમાં જોવા મળે છે. મારણની પાછળ ગયેલા ત્રણ સિંહો લાંબા સમય સુધી પરત ના ફરતા ચોથા નંબરનો સિંહ પણ તેમની પાછળ જાય છે. સિંહોના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો.

ગીરના સાવજ હવે જંગલ બહાર વધુ જોવા મળે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અમરેલી તેમજ ભાવનગરમાં સિંહે મારણ કર્યાના બનાવ વધ્યા છે. ભાવનગરમાં ગારિયાધારના એક ગામમાં રાતે સિંહ આધેડ શખ્સ પર હુમલો કર્યો હતો. ગામમાં આવેલ પોતાના ઢોરવાડામાં આ આધેડ શખ્સ સૂઈ રહ્યા હતા ત્યારે સિંહે તેમના પર હુમલો કર્યો. આધેડ શખ્સ સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ચઢતા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.

રહેણાંક વિસ્તારમાં સિંહોની અવર-જવર વધી

ભાવનગર ઉપરાંત અમરેલીના ખાંભા તાલુકામાં પણ સિંહો રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યા. ડિસેમ્બરના અંતમાં ખાંભામાં રહેણાંક પરિવારમાં આવેલ સિંહો મારણની શોધમાં નીકળ્યા હતા. પરંતુ કોઈ શિકાર ના મળતાં આટાંફેરા મારી પાછા ગયા. એવું માનવામાં આવે છે કે ખાંભામાં જોવા મળેલ સિંહો એક જ પરિવારના છે. સિંહ પરિવારમાં સિંહણ અને બે સિંહ બાળ છે. અને આ સિંહ પરિવાર દ્વારા હજુ સુધી કોઈ માનવનું મારણ નથી કરાયું.રાજ્યમાં અનેક વિસ્તારોમાં સિંહ શિકાર માટે રહેણાંક વિસ્તારમાં ફરતા દેખાય છે. સિંહોની રહેણાંક વિસ્તારની વધુ મુલાકાતને લઈને વન વિભાગ પણ ચિંતિત છે.