Bhavnagar News: મોરારીબાપુના તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ, ગ્રામજનોએ ગામમાં નહીં પ્રવેશવાનો કર્યો આગ્રહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રામ કથાકાર મોરારીબાપુના તલગાજરડા ગામમાં ગયેલા સ્વામિનારાયણ સંતોનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગામના લોકોએ સંતોને ગામમાં જતાં અટકાવ્યા હતાં. સ્વામિનારાયણના સંતો તલગાજરડા ગામમાં એક સભા માટે ગયા હતાં. સ્થાનિક લોકોએ તેમને અટકાવ્યા હતાં. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગ્રામજનોએ સંતોને ગામમાં નહીં પ્રવેશવા આગ્રહ કર્યો હતો. લોકોએ તલગાજરડા ગામ સનાતન ધર્મનું હોવાની દલીલ કરી હતી. સ્વામિનારાયણ સંતોએ હરિભક્તોના આમંત્રણ પણ ગામમાં ગયા હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.
તલગાજરડામાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ
સોશિયલ મીડિયામાં તલગાજરડા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તલગાજરડા ગામમાં જઈ રહ્યાં છે અને ગામ લોકો દ્વારા તેમને અટકાવી પરત ફરવા આગ્રહ કરવામાં આવે છે. લોકો તેમને કહી રહ્યા છે કે, તમારૂ ભાષણ ગામના લોકોને પસંદ નથી. આ ગામમાં સનાતન ધર્મ ચાલે છે બીજા ધર્મને જગ્યા નથી. જો કે સંતોએ તેમને હરિભક્તો દ્વારા બોલાવવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. પરંતુ ગામ લોકોએ તેમને ભક્તોને મંદિરમાં બોલાવવાની સલાહ આપી હતી. ત્યાર બાદ સંતોને પાછા ફરવાની ફરજ પડી હતી.
What's Your Reaction?






