Bhavnagar News: ઘોઘામાં કરોડોના ખર્ચે બનેલ કેનાલ પર અસ્તિત્વનો ખતરો

ડાબા કાંઠાની કેનાલમાં 35 વર્ષે પણ ન આવ્યું પાણીતુટેલી કેનાલોને કારણે બારમાસી સિંચાઇ ન થવાની સ્થિતિ રિપેરિંગ કરવા માટે સરકારમાં મોકલાયું એસ્ટીમેટ: અધિકારી ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરાવી દીધું. પરંતુ, આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. જેના કારણે આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમ માં મુકાયું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 2 વર્ષથી ચોમાસા દરમિયાન સાનુકુળ વરસાદને કારણે શેત્રુંજી જળાશય વારંવાર ઓવરફલો થઇને લાંબા સમય સુધી છલક સપાટી પર આવ્યું હતું. શેત્રુંજી ડેમ છલોછલ ભરાય તો પણ 196 કિ.મી.માં પથરાયેલી ઠેક ઠેકાણે તુટેલી કેનાલોને કારણે બારમાસી સિંચાઇ ન થાય તેવી નહેરની સ્થિતિ જોવા મળે છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાને ખેત સમૃધ્ધ બનાવવા સાડા છ દાયકા પહેલા ગોહિલવાડનાં ગૌરવ સમી પાલીતાણા શેત્રુંજી સિંચાઇ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે, ભાવનગર જીલ્લાનાં તળાજા, પાલીતાણા, મહુવા અને ઘોઘાનાં 125 થી વધુ ગામોની 35750 હેકટર જમીનની બારમાસી ખેતીને વેગ આપવા શેત્રુંજીય પર્વતની ગોદમાં 415.41 મીલીયન ઘન મીટરની સમૃધ્ધ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા વિશાળ જળાશયમાંથી શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તાર ડાબા કાંઠાની 96 કિ.મી. અને જમણા કાંઠાની 60 કિ.મી.ની મેઇન કેનાલો અને માઇનોર કેનાલો દ્વારા ખેતી માટે પાણી પિયત અપાતુ હતું. ત્યારબાદ, જરૂરિયાત મુજબ બીટ કેનાલમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે જે ત્રણ દાયકાબાદ ઠેર ઠેર તુટીને બિસ્માર થતી જાય છે. જેનાં કારણે જ્યારે જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. જો કે કેનાલ મામલે અધિકારીનો દાવો છે મેઇન કેનાલ રીપેર થઈ ગઈ છે અને નાની કેનાલ માટે સરકારમાં એસટીમેન્ટ મોકલવામાં આવું છે જે પાસ થાય એટલે કેનાલ રિપેર થઈ જશે.

Bhavnagar News: ઘોઘામાં કરોડોના ખર્ચે બનેલ કેનાલ પર અસ્તિત્વનો ખતરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાબા કાંઠાની કેનાલમાં 35 વર્ષે પણ ન આવ્યું પાણી
  • તુટેલી કેનાલોને કારણે બારમાસી સિંચાઇ ન થવાની સ્થિતિ
  • રિપેરિંગ કરવા માટે સરકારમાં મોકલાયું એસ્ટીમેટ: અધિકારી

ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ તો કરાવી દીધું. પરંતુ, આ કેનાલમાં 35 વર્ષ બાદ પણ પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. જેના કારણે આજે આ કેનાલનું અસ્તિત્વ પણ જોખમ માં મુકાયું છે.


મળતી માહિતી મુજબ, છેલ્લા 2 વર્ષથી ચોમાસા દરમિયાન સાનુકુળ વરસાદને કારણે શેત્રુંજી જળાશય વારંવાર ઓવરફલો થઇને લાંબા સમય સુધી છલક સપાટી પર આવ્યું હતું. શેત્રુંજી ડેમ છલોછલ ભરાય તો પણ 196 કિ.મી.માં પથરાયેલી ઠેક ઠેકાણે તુટેલી કેનાલોને કારણે બારમાસી સિંચાઇ ન થાય તેવી નહેરની સ્થિતિ જોવા મળે છે.


મહત્વનું છે કે, ભાવનગર જિલ્લાને ખેત સમૃધ્ધ બનાવવા સાડા છ દાયકા પહેલા ગોહિલવાડનાં ગૌરવ સમી પાલીતાણા શેત્રુંજી સિંચાઇ યોજનાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે, ભાવનગર જીલ્લાનાં તળાજા, પાલીતાણા, મહુવા અને ઘોઘાનાં 125 થી વધુ ગામોની 35750 હેકટર જમીનની બારમાસી ખેતીને વેગ આપવા શેત્રુંજીય પર્વતની ગોદમાં 415.41 મીલીયન ઘન મીટરની સમૃધ્ધ જળ સંગ્રહ ક્ષમતા ધરાવતા વિશાળ જળાશયમાંથી શેત્રુંજી નહેર કમાન્ડ વિસ્તાર ડાબા કાંઠાની 96 કિ.મી. અને જમણા કાંઠાની 60 કિ.મી.ની મેઇન કેનાલો અને માઇનોર કેનાલો દ્વારા ખેતી માટે પાણી પિયત અપાતુ હતું. ત્યારબાદ, જરૂરિયાત મુજબ બીટ કેનાલમાં વધારો કરવામાં આવ્યો હતો.


ત્યારે આજે જે ત્રણ દાયકાબાદ ઠેર ઠેર તુટીને બિસ્માર થતી જાય છે. જેનાં કારણે જ્યારે જ્યારે નહેર વાટે પાણી છોડવામાં આવે ત્યારે ભારે માત્રામાં પાણીનો પ્રવાહ જમીનમાં જતો રહે છે. જો કે કેનાલ મામલે અધિકારીનો દાવો છે મેઇન કેનાલ રીપેર થઈ ગઈ છે અને નાની કેનાલ માટે સરકારમાં એસટીમેન્ટ મોકલવામાં આવું છે જે પાસ થાય એટલે કેનાલ રિપેર થઈ જશે.