Bhavnagar: GSTના બોગસ બિલિંગ રોકવા તંત્રની કવાયત

સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ GST દ્વારા સ્પેશિયલ ટીમ ટીમ દ્વારા 150 કરોડની રિક્વરી કરવામાં આવશે બોગસ બિલિંગ બાદ રિકવરી કરવાનો આદેશ ભાવનગરમાં GSTના બોગસ બિલિંગની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ અને સ્ટેટ જી.એસ.ટી દ્વારા 150 કરોડની રિકવરી માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. ભાવનગરમાં બોગસ બિલિંગ બાદ હવે તંત્ર દ્વારા રિક્વરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બેંક ખાતાઓ અને મિલકતોને ટાંચમાં લેવાની કામગીરી કરવામાં આવશે. બોગસ બિલિંગમાંથી નવરા થયેલા કર્મચારીઓને હવે રિક્વરીના કામમાં લાગી જવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ બોગસ બિલિંગમાં પંકાયેલ ભાવનગરને સાફ સફાઈ કરવા જી.એસ.ટી તંત્રએ મહાઅભિયાન ચલાવ્યું છે. 11મી જુલાઈએ જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ૧૧મી જુલાઈએ બેઠક મળી હતી. તેના એજન્ડા પર બોગસ બિલિંગ કરતાં અને પાત્રતા વિના રજિસ્ટ્રેશન મેળવી જતાં લોકો પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. તેના પર અંકુશ આવવાની શક્યતા નહિવત છે. સૌ પ્રથમ તો બોગસ બિલિંગ રોકવા માટે સરકારે જે જે પ્રોડક્ટ્સમાં કાચા માલ પર લેવાતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધારે હોય અને તેમાંથી તૈયાર થતાં માર્કેટેબલ ગુડ્સ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓછો હોય તે તમામના ટેક્સના દરને રિસ્ટ્રક્ચર કરવા જોઈએ. વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટ કાયમને માટે સચવાયેલી જ રહે તેવી સ્થિતિને જીએસટીની ટેકનિકલ ભાષામાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચર તરીકે ઓળખાવવામાં આવી રહી છે. તેમાં કાચા માલ પર વધુ જીએસટી ભરવો પડી રહ્યો છે. તેમાંથી તૈયાર થયેલા માલ પર જીએસટીનો દર ઓછો હોવાથી વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાકી જ રહી જાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવા વેપારી બીજા કોઈ વેપારીને માત્ર બિલ વેચવાનો ધંધો કરી રહ્યા છે. જીએસટી કાઉન્સીલની ક્ષતિપૂર્ણ સિસ્ટમ આમ બોગસ બિલિંગનો આરંભ જીએસટી કાઉન્સિલની ક્ષતિપૂર્ણ સિસ્ટમને કારણે જ થાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે જ વેપારીઓ માલનું વેચાણ કર્યા વિના બોગસ બિલ બનાવીને બીજા વેપારીઓને આપી દે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. રસોઈ ઘરમાં વપરાતા કૂકરની વાત કરીએ. પ્રેશર કૂકર પર 12 ટકા જીએસટી લાગુ છે. પરંતુ કૂકર બનાવવા માટેના દરેક કાચા માલ પર 18 ટકા GST લાગુ પડે છે. મેટલ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના પ્રોડક્ટ્સમાં આ જ સ્થિતિ હોવાનું જોવા મળે છે. બીજું, GST કચેરીના અધિકારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાનો ખોટો રસ્તો અપનાવી રહ્યા છે. તેને પરિણામે પણ બોગસ બિલિંગ વધી રહ્યું છે. બિલ્ડર અને રેસ્ટોરાં માલિકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી જ નથી. તેથી તેઓ બિલ વિનાની જ ખરીદી કરે છે. તેમને સપ્લાય આપનાર બિલ બનાવ્યા વિના જ આપે છે. આમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે બોગસ બિલિંગ થશે. રોકડેથી ખરીદી કરવાની લિમિટ હટાવી લેવી જોઈએ ત્રીજું, ઇન્કમટેક્સમાં રોકડેથી ખરીદી કે વેચાણ કરવાની 10 હજારની મર્યાદા મૂકવામાં આવેલી છે તે હટાવી લેવી જોઈએ. આવકવેરા ધારાની કલમ 269 (એસટી) હેઠળ 10 હજારથી વધુ રકમની વેચાણ કરવામાં આવે તો 100 ટકા પેનલ્ટી લેવાય છે. તેમાં 10 હજારથી વધુ મૂલ્યની રોકડેથી ખરીદી કરવામાં આવે તો તે ખર્ચ કેન્સલ કરી દેવામાં આવે છે. તેથી કેટલાક લોકો બિલ લીધા વિના જ ખરીદી કરવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં જેણે બિલ વિના સપ્લાય આપ્યો છે તે અન્ય વ્યક્તિને માલનો સપ્લાય કર્યા વિના બિલ આપી રહ્યા છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા (1 હજારથી ઓછી કિંમતના) GST છે. પરંતુ તેને માટેના યાર્ન અને અન્ય રો મટિરિયલ પર 18 ટકા GST લેવાય છે. વેપારીઓ બિલ બુક છાપીને બિલ આપે છે પરિણામે ઘણાં વેપારીઓએ બિલ બુક છાપીને બિલ વેચવાનું ચાલુ કરી દીધું છે. તેમાં ૨એ કે ૩બી ભરવાની સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ હેઠળ દરેકના બિલનું મેળવણું ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરે તે પછી જ થાય છે. આ દરમિયાન બહુ મોટો વહેવાર થઈ શકે છે. બિલિયા રાજાઓ પકડાય તે પછી એકાદ બેને ઝડપી લઈને તેઓ તેની પાસેથી નાણાં વસૂલવાનો પ્રયાસ થાય છે. બહુધા લોકો પાસે પૈસા નહિ મળે તે માનીને તેમને જતાં કરે છે. ચોથું, વેપારીઓનો આધારકાર્ડ, પાનકાર્ડ હોવા છતાં તેમને રજિસ્ટ્રેશન આપવામાં ધાંધિયા કરવામાં આવે છે. તેના રેકોર્ડનો આવકવેરાના રિટર્ન સાથે મેળવીને તેની અસલિયતનો તાગ મેળવી લેવાને બદલે અધિકારીઓ તેમની પાસે સીમકાર્ડના બિલ માગે છે. તમે ઓફિસને બદલે ઘરમાંથી ધંધો કેમ કરો છો તેવા સવાલ ઊઠાવીને રજિસ્ટ્રેશન આપવાનું ટાળે છે. રજિસ્ટ્રેશન અટકાવી દેવાથી બોગસ બિલિંગ અટકી જશે તે GST અધિકારીઓનો ભ્રમ જ છે. જીએસટી કાઉન્સિલની સિસ્ટમમાં રેડ ફ્લેગની સિસ્ટમ પણ છે. તેમાં બે લાખની આવક ધરાવનારા વેપારીના ખાતામાં એકાએક 50 કરોડનું ટર્નઓવર થવા માંડે તો પણ તેને પકડવામાં આવતા નથી.

Bhavnagar: GSTના બોગસ બિલિંગ રોકવા તંત્રની કવાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ GST દ્વારા સ્પેશિયલ ટીમ
  • ટીમ દ્વારા 150 કરોડની રિક્વરી કરવામાં આવશે
  • બોગસ બિલિંગ બાદ રિકવરી કરવાનો આદેશ

ભાવનગરમાં GSTના બોગસ બિલિંગની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ અને સ્ટેટ જી.એસ.ટી દ્વારા 150 કરોડની રિકવરી માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે.

ભાવનગરમાં બોગસ બિલિંગ બાદ હવે તંત્ર દ્વારા રિક્વરીની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા બેંક ખાતાઓ અને મિલકતોને ટાંચમાં લેવાની કામગીરી કરવામાં આવશે. બોગસ બિલિંગમાંથી નવરા થયેલા કર્મચારીઓને હવે રિક્વરીના કામમાં લાગી જવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ બોગસ બિલિંગમાં પંકાયેલ ભાવનગરને સાફ સફાઈ કરવા જી.એસ.ટી તંત્રએ મહાઅભિયાન ચલાવ્યું છે.

11મી જુલાઈએ જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ૧૧મી જુલાઈએ બેઠક મળી હતી. તેના એજન્ડા પર બોગસ બિલિંગ કરતાં અને પાત્રતા વિના રજિસ્ટ્રેશન મેળવી જતાં લોકો પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. તેના પર અંકુશ આવવાની શક્યતા નહિવત છે. સૌ પ્રથમ તો બોગસ બિલિંગ રોકવા માટે સરકારે જે જે પ્રોડક્ટ્સમાં કાચા માલ પર લેવાતો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વધારે હોય અને તેમાંથી તૈયાર થતાં માર્કેટેબલ ગુડ્સ પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઓછો હોય તે તમામના ટેક્સના દરને રિસ્ટ્રક્ચર કરવા જોઈએ. વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટ કાયમને માટે સચવાયેલી જ રહે તેવી સ્થિતિને જીએસટીની ટેકનિકલ ભાષામાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રક્ચર તરીકે ઓળખાવવામાં આવી રહી છે. તેમાં કાચા માલ પર વધુ જીએસટી ભરવો પડી રહ્યો છે. તેમાંથી તૈયાર થયેલા માલ પર જીએસટીનો દર ઓછો હોવાથી વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાકી જ રહી જાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવા વેપારી બીજા કોઈ વેપારીને માત્ર બિલ વેચવાનો ધંધો કરી રહ્યા છે.

જીએસટી કાઉન્સીલની ક્ષતિપૂર્ણ સિસ્ટમ

આમ બોગસ બિલિંગનો આરંભ જીએસટી કાઉન્સિલની ક્ષતિપૂર્ણ સિસ્ટમને કારણે જ થાય છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે જ વેપારીઓ માલનું વેચાણ કર્યા વિના બોગસ બિલ બનાવીને બીજા વેપારીઓને આપી દે છે. ઉદાહરણ આપીને વાત કરીએ. રસોઈ ઘરમાં વપરાતા કૂકરની વાત કરીએ. પ્રેશર કૂકર પર 12 ટકા જીએસટી લાગુ છે. પરંતુ કૂકર બનાવવા માટેના દરેક કાચા માલ પર 18 ટકા GST લાગુ પડે છે. મેટલ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના પ્રોડક્ટ્સમાં આ જ સ્થિતિ હોવાનું જોવા મળે છે. બીજું, GST કચેરીના અધિકારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાનો ખોટો રસ્તો અપનાવી રહ્યા છે. તેને પરિણામે પણ બોગસ બિલિંગ વધી રહ્યું છે. બિલ્ડર અને રેસ્ટોરાં માલિકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી જ નથી. તેથી તેઓ બિલ વિનાની જ ખરીદી કરે છે. તેમને સપ્લાય આપનાર બિલ બનાવ્યા વિના જ આપે છે. આમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે બોગસ બિલિંગ થશે.

રોકડેથી ખરીદી કરવાની લિમિટ હટાવી લેવી જોઈએ

ત્રીજું, ઇન્કમટેક્સમાં રોકડેથી ખરીદી કે વેચાણ કરવાની 10 હજારની મર્યાદા મૂકવામાં આવેલી છે તે હટાવી લેવી જોઈએ. આવકવેરા ધારાની કલમ 269 (એસટી) હેઠળ 10 હજારથી વધુ રકમની વેચાણ કરવામાં આવે તો 100 ટકા પેનલ્ટી લેવાય છે. તેમાં 10 હજારથી વધુ મૂલ્યની રોકડેથી ખરીદી કરવામાં આવે તો તે ખર્ચ કેન્સલ કરી દેવામાં આવે છે. તેથી કેટલાક લોકો બિલ લીધા વિના જ ખરીદી કરવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં જેણે બિલ વિના સપ્લાય આપ્યો છે તે અન્ય વ્યક્તિને માલનો સપ્લાય કર્યા વિના બિલ આપી રહ્યા છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા (1 હજારથી ઓછી કિંમતના) GST છે. પરંતુ તેને માટેના યાર્ન અને અન્ય રો મટિરિયલ પર 18 ટકા GST લેવાય છે.

વેપારીઓ બિલ બુક છાપીને બિલ આપે છે

પરિણામે ઘણાં વેપારીઓએ બિલ બુક છાપીને બિલ વેચવાનું ચાલુ કરી દીધું છે. તેમાં ૨એ કે ૩બી ભરવાની સિસ્ટમ હોય છે. આ સિસ્ટમ હેઠળ દરેકના બિલનું મેળવણું ત્રણ મહિને રિટર્ન ફાઈલ કરે તે પછી જ થાય છે. આ દરમિયાન બહુ મોટો વહેવાર થઈ શકે છે. બિલિયા રાજાઓ પકડાય તે પછી એકાદ બેને ઝડપી લઈને તેઓ તેની પાસેથી નાણાં વસૂલવાનો પ્રયાસ થાય છે. બહુધા લોકો પાસે પૈસા નહિ મળે તે માનીને તેમને જતાં કરે છે. ચોથું, વેપારીઓનો આધારકાર્ડ, પાનકાર્ડ હોવા છતાં તેમને રજિસ્ટ્રેશન આપવામાં ધાંધિયા કરવામાં આવે છે. તેના રેકોર્ડનો આવકવેરાના રિટર્ન સાથે મેળવીને તેની અસલિયતનો તાગ મેળવી લેવાને બદલે અધિકારીઓ તેમની પાસે સીમકાર્ડના બિલ માગે છે. તમે ઓફિસને બદલે ઘરમાંથી ધંધો કેમ કરો છો તેવા સવાલ ઊઠાવીને રજિસ્ટ્રેશન આપવાનું ટાળે છે. રજિસ્ટ્રેશન અટકાવી દેવાથી બોગસ બિલિંગ અટકી જશે તે GST અધિકારીઓનો ભ્રમ જ છે. જીએસટી કાઉન્સિલની સિસ્ટમમાં રેડ ફ્લેગની સિસ્ટમ પણ છે. તેમાં બે લાખની આવક ધરાવનારા વેપારીના ખાતામાં એકાએક 50 કરોડનું ટર્નઓવર થવા માંડે તો પણ તેને પકડવામાં આવતા નથી.