Vadodara: પાણી રે પાણી: અસંખ્ય સોસાયટીમાં પૂરના પાણી ફરી વળતાં ભારે મુશ્કેલી
ઘરવખરી, અનાજ-કરિયાણું, ફર્નિચર, ગાદલા, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, વાહનોને નુકસાનપાણીના કુદરતી પ્રવાહને અવરોધતા પૂરની પરિસ્થિતિ બેકાબૂ બની ડોર ટુ ડોરના વાહનો કચરા કલેક્શન માટે ફરકતા નથી ! ઠેર-ઠેર કચરાના ઢગલાંથી રહીશો ત્રાહિમામ આજવા સરોવરના 62 દરવાજા વિચાર્યા વગર કસમયે ખોલાતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રીના કિનારા વિસ્તારની વસાહતો બેટમાં ફેરવાઇ હતી. એટલુંજનહિં, શહેરની અસંખ્ય સોસાયટીઓમાં પણ પૂરના પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. શહેરના કેટલાક અધિકારીઓ-બિલ્ડરો-રાજકારણીઓ-સ્થાપિતહિતોની ટોળકીએ વરસાદી કાંસ પર ચણી દીધેલી ઇમારતોએ પાણીના કુદરતી પ્રવાહને અવરોધતા પૂરની પરિસ્થિતી બેકાબૂ બની છે. નદી કિનારાની વસાહતોના રહીશો ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતીમાં રહે છે. જ્યારે, અસંખ્ય સોસાયટીઓમાં પૂરના ધસમસતા પાણી ફરી વળતા ઘરવખરી, અનાજ-કરિયાણું, ફર્નિચર, રાચરચિલું, ગાદલા, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, ઘરવપરાશની ચીજવસ્તુઓ વિશ્વામિત્રીના દુષિત જળમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તદુપરાંત પાર્ક કરેલી મોટરકારો, ટુ-વ્હિલર્સ પાણીમાં ગરકાવ થતા એન્જીન ઠપ થઇ જતા જે તે કંપનીના સર્વિસ સ્ટેશનો, ગેરેજમાં વાહનો રિપેર કરવા લાંબી લચક લાઇનો લાગી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સોસાયટી વિસ્તારોની હાલત પણ નર્કાગાર જેવી થવા છતા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહનો નથી આવતા, જેથી ગંદકીના ઢગ સર્જાતા રોગચાળો વકરે એવી દહેશત વ્યાપી છે. નેતાઓને હડધૂત કરાયા તંત્રની ધરાર નિષ્કાળજીને લીધે શહેરમાં પૂરના પાણી ફરી વળતા નાગરિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. મત લીધા બાદ મતદારોને વિસરેલા નેતાઓ માત્ર દેખાડો કરવા દેખાતા નાગરિકો અકળાય છે. પૂરની પરિસ્થિતીમાં સપડાયેલા નાગરિકાને ફુડ પેકેટ્સ-દૂધ વિતરણ કરવા જતા નેતાઓને હડધૂત કરવામાં આવે છે. વલ્લભ નગરમાં 7 ફૂટ પાણી કારેલીબાગમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામે બનેલી વલ્લભનગર સોસાયટીમાં પૂરના પાણી 7 ફુટે પહોંચતા બોટ તરે એવી પરિસ્થિતી સર્જાઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલના નામે બનેલી સોસાયટીના જૂના મકાનોમાં પ્રથમ વખત પૂરના પાણી ફરી વળ્યા હતા. એક ટુ વ્હિલર રિપેર કરાવવાનો ખર્ચ રૂપિયા 700 થી 2500 શહેરમાં પૂરના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે ત્યારે ઓટો ગેરેજવાળાઓને ત્યાં સવારના 7 વાગ્યાથી લોકો તેઓના ટુ વ્હીલર રિપેર કરવા માટે લાઈનમાં લાગી ગયા હતા. 24 થી 48 કલાક સુધી પૂરના પાણીમા વાહનો ડૂબી રહેતા પૂરના પાણી ઓસર્યા બાદ વાહનોને રિપેર કરાવવા માટે શહેરમાં આવેલા 250 થી વધારે ઓટો ગેરેજમાં સવારથી જ ટુ વ્હીલર પડાપડી થઈ ગઈ હતી. એક ગેરેજમાં અંદાજિત 60 જેટલા ટુ વ્હીલર રિપેર થયા હતા. નોન ગિયર વ્હીકલમાં ઓઇલ ચેન્જ કરવાનું, પેટ્રોલની ટાંકી સાફ કરવાની અને ફિલ્ટર બદલવાના રૂપિયા 700 થી 750, આજ પ્રકારની કામગિરી કરવા માટે નોર્મલ બાઈકના રૂપિયા 1200 થી 1500 જ્યારે સ્પોર્ટ્સ બાઈક માટે રૂપિયા 2000 થી 2500 સુધીનો ચાર્જ ગેરેજવાળાઓએ વસુલ્યો હતો. આ સાથે જે સ્પોર્ટ્સ બાઈકમાં આટલી કામગિરી કર્યા બાદ પણ સ્પાર્ક નહતો આવ્યો તેઓએ કંપનીમાં બાઈક લઇ ગતા હતા જ્યાં તેઓને રૂપિયા 3500 થી 15000 સુધીનો ખર્ચ આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઘરવખરી, અનાજ-કરિયાણું, ફર્નિચર, ગાદલા, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, વાહનોને નુકસાન
- પાણીના કુદરતી પ્રવાહને અવરોધતા પૂરની પરિસ્થિતિ બેકાબૂ બની
- ડોર ટુ ડોરના વાહનો કચરા કલેક્શન માટે ફરકતા નથી ! ઠેર-ઠેર કચરાના ઢગલાંથી રહીશો ત્રાહિમામ
આજવા સરોવરના 62 દરવાજા વિચાર્યા વગર કસમયે ખોલાતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. વિશ્વામિત્રીના કિનારા વિસ્તારની વસાહતો બેટમાં ફેરવાઇ હતી. એટલુંજનહિં, શહેરની અસંખ્ય સોસાયટીઓમાં પણ પૂરના પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
શહેરના કેટલાક અધિકારીઓ-બિલ્ડરો-રાજકારણીઓ-સ્થાપિતહિતોની ટોળકીએ વરસાદી કાંસ પર ચણી દીધેલી ઇમારતોએ પાણીના કુદરતી પ્રવાહને અવરોધતા પૂરની પરિસ્થિતી બેકાબૂ બની છે. નદી કિનારાની વસાહતોના રહીશો ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતીમાં રહે છે. જ્યારે, અસંખ્ય સોસાયટીઓમાં પૂરના ધસમસતા પાણી ફરી વળતા ઘરવખરી, અનાજ-કરિયાણું, ફર્નિચર, રાચરચિલું, ગાદલા, ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ, ઘરવપરાશની ચીજવસ્તુઓ વિશ્વામિત્રીના દુષિત જળમાં પલળી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. તદુપરાંત પાર્ક કરેલી મોટરકારો, ટુ-વ્હિલર્સ પાણીમાં ગરકાવ થતા એન્જીન ઠપ થઇ જતા જે તે કંપનીના સર્વિસ સ્ટેશનો, ગેરેજમાં વાહનો રિપેર કરવા લાંબી લચક લાઇનો લાગી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સોસાયટી વિસ્તારોની હાલત પણ નર્કાગાર જેવી થવા છતા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે વાહનો નથી આવતા, જેથી ગંદકીના ઢગ સર્જાતા રોગચાળો વકરે એવી દહેશત વ્યાપી છે.
નેતાઓને હડધૂત કરાયા
તંત્રની ધરાર નિષ્કાળજીને લીધે શહેરમાં પૂરના પાણી ફરી વળતા નાગરિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. મત લીધા બાદ મતદારોને વિસરેલા નેતાઓ માત્ર દેખાડો કરવા દેખાતા નાગરિકો અકળાય છે. પૂરની પરિસ્થિતીમાં સપડાયેલા નાગરિકાને ફુડ પેકેટ્સ-દૂધ વિતરણ કરવા જતા નેતાઓને હડધૂત કરવામાં આવે છે.
વલ્લભ નગરમાં 7 ફૂટ પાણી
કારેલીબાગમાં સરદાર વલ્લભભાઇ પટેલના નામે બનેલી વલ્લભનગર સોસાયટીમાં પૂરના પાણી 7 ફુટે પહોંચતા બોટ તરે એવી પરિસ્થિતી સર્જાઇ હતી. સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલના નામે બનેલી સોસાયટીના જૂના મકાનોમાં પ્રથમ વખત પૂરના પાણી ફરી વળ્યા હતા.
એક ટુ વ્હિલર રિપેર કરાવવાનો ખર્ચ રૂપિયા 700 થી 2500
શહેરમાં પૂરના પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે ત્યારે ઓટો ગેરેજવાળાઓને ત્યાં સવારના 7 વાગ્યાથી લોકો તેઓના ટુ વ્હીલર રિપેર કરવા માટે લાઈનમાં લાગી ગયા હતા. 24 થી 48 કલાક સુધી પૂરના પાણીમા વાહનો ડૂબી રહેતા પૂરના પાણી ઓસર્યા બાદ વાહનોને રિપેર કરાવવા માટે શહેરમાં આવેલા 250 થી વધારે ઓટો ગેરેજમાં સવારથી જ ટુ વ્હીલર પડાપડી થઈ ગઈ હતી. એક ગેરેજમાં અંદાજિત 60 જેટલા ટુ વ્હીલર રિપેર થયા હતા. નોન ગિયર વ્હીકલમાં ઓઇલ ચેન્જ કરવાનું, પેટ્રોલની ટાંકી સાફ કરવાની અને ફિલ્ટર બદલવાના રૂપિયા 700 થી 750, આજ પ્રકારની કામગિરી કરવા માટે નોર્મલ બાઈકના રૂપિયા 1200 થી 1500 જ્યારે સ્પોર્ટ્સ બાઈક માટે રૂપિયા 2000 થી 2500 સુધીનો ચાર્જ ગેરેજવાળાઓએ વસુલ્યો હતો. આ સાથે જે સ્પોર્ટ્સ બાઈકમાં આટલી કામગિરી કર્યા બાદ પણ સ્પાર્ક નહતો આવ્યો તેઓએ કંપનીમાં બાઈક લઇ ગતા હતા જ્યાં તેઓને રૂપિયા 3500 થી 15000 સુધીનો ખર્ચ આવ્યો હતો.