Vadodara: કમાટીબાગમાં પ્રવેશેલા પૂરના પાણીએ હરણ અને નીલગાયનો ભોગ લીધો

કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજીના લીધે અબોલ પ્રાણીઓ ભોગ બન્યાંનીલ ગાય-હરણ મળી 15 પ્રાણીઓના નીપજેલા મોત અંગે કોર્પોરેશનના તંત્રનું મૌન પ્રાણીઓને બચાવવાની કામગીરી નહીં કરાતા નીલગાયનું મોત નીપજ્યું હતું. શહેરના કમાટીબાગમાં પ્રવેશેલા પુરના પાણીમાં ફસાયેલા પ્રાણીઓને બચાવવા માટેની કોઇ કામગીરી નહી કરાતા હરણ અને નીલ ગાયના મોત નિપજયા હતા. જોકે આ અંગે મ્યુ કોર્પોરેશનનુ તંત્ર કેટલા પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓના મોત નિપજયા તે અંગે મૌન સેવી રહ્યુ છે. શહેરમાં 23મી જુલાઇના રોજ પણ પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં વિશ્વનામિત્રી નદીના પાણી કમાટીબાગમાં પ્રવેશી ગયા હતા. જે સમયે પણ પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓના જીવ સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. જોકે આ સમય સર્જાયેલી સ્થિતિ ઉપરથી મ્યુ કોર્પોરેશનના કમાટીબાગના તંત્રએ કોઇ બોધપાઠ લીધો ના હતો. જયારે તા.27મી ઓગષ્ટના રોજ શહેરમાં વિશ્વામિત્રીનદીના પાણી પ્રવેશ્યા હતા. જેમાં કમાટીબાગમાં પુરના પાણી પ્રવેશ્યા ત્યારે બાગમાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટેની કોઇ કામગીરી કરવામાં આવી ના હતી. જેના લીધે બાગમાંના હરણ અને નીલગાયના મોત નિપજયા હતા. તેઓના મૃતદેહ ઉપર ઝાડી ઝાંખરા નાખી દેવામાં આવ્યા હતા. જયારે કેટલા હરણ કે કેટલી નીલગાયના મોત નિપજયા તેનો કોઇ ચોકકસ સંખ્યા કે બનાવ વિશે પણ કમાટીબાગના સત્તાધીશો મૌન સેવી રહી છે. જોકે હરણ અને નીલગાય મળી કુલ 15 પ્રાણીઓના મોત નિપજયા હોવાનું મનાઇ રહ્યુ છે. વુડા સર્કલ પાસેના ઢોરવાડામાં ગાયોના મોત વુડા સર્કલ પાસે આવેલા ઢોરવાડામાં ગાયો રાખવામાં આવે છે. આ ઢોરનાવાડાનું સંચાલન કરનારને મ્યુ કોર્પોરેશનના ઢોરશાખા તરફથી તા.26મીના રોજ ગાયોને અન્યત્ર શીફટ કરવા માટે જણાવ્યુ હતુ.આ માટે ગાયોને સયાજીપુરા પાંજરાપોળ લઇ જવા માટે ટ્રેકટર સહિતની ટીમ ગઇ હતી. જોકે સંચાલકે ગાયોને શીફટ કરવાની ના પાડી હતી. ત્યારબાદ ફરી વળેલા પુરના પાણીના લીધે ઢોરવાડામાંની ગાયોના મોત નિપજયા હતા. ખટંબાના ઢોરવાડામાં 40 પશુઓના મોત શહેરના વિવિધ વિસ્તારમાંથી મ્યુ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવતા ઢોરોને વાઘોડિયાના ખટંબાના ઢોરવાડામાં રાખવામાં આવે છે. ખટંબાના ઢોરવાડામાં પણ પુરના પાણી પ્રવેશી જતા 40 પશુઓના મોત નિપજયા છે. પશુઓને બચાવવા માટેની કોઇ કામગીરી કરવામાં નહી આવતા આ સ્થિતિ સર્જાઇ હતી. પોલ્ટ્રી ફાર્મમાં છ હજાર મરઘાના મોત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરમાલીયાપુરા ગામ પાસેથી દેવ નદી પસાર થાય છે. દેવ નદીના કિનારે પોલ્ટ્રી ફાર્મ આવેલુ છે. જેમાં દેવ નદીના પાણી પ્રવેશી જતા તેમના છ હજાર મરઘાના મોત નિપજયા હતા.જયારે વડોદરા જિલ્લામાં પુરના લીધે 12 પશુઓના મોત નિપજયા હતા. જેમાં 03 દુધાળા પશુઓ ઘેટા બકરાં 8 અને પાડો 01 મળી 12 પશુઓનો સમાવેશ થાય છે.

Vadodara: કમાટીબાગમાં પ્રવેશેલા પૂરના પાણીએ હરણ અને નીલગાયનો ભોગ લીધો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્પોરેશનના તંત્રની નિષ્કાળજીના લીધે અબોલ પ્રાણીઓ ભોગ બન્યાં
  • નીલ ગાય-હરણ મળી 15 પ્રાણીઓના નીપજેલા મોત અંગે કોર્પોરેશનના તંત્રનું મૌન
  • પ્રાણીઓને બચાવવાની કામગીરી નહીં કરાતા નીલગાયનું મોત નીપજ્યું હતું.
શહેરના કમાટીબાગમાં પ્રવેશેલા પુરના પાણીમાં ફસાયેલા પ્રાણીઓને બચાવવા માટેની કોઇ કામગીરી નહી કરાતા હરણ અને નીલ ગાયના મોત નિપજયા હતા. જોકે આ અંગે મ્યુ કોર્પોરેશનનુ તંત્ર કેટલા પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓના મોત નિપજયા તે અંગે મૌન સેવી રહ્યુ છે.

શહેરમાં 23મી જુલાઇના રોજ પણ પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેમાં વિશ્વનામિત્રી નદીના પાણી કમાટીબાગમાં પ્રવેશી ગયા હતા. જે સમયે પણ પ્રાણીઓ પશુઓ અને પક્ષીઓના જીવ સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. જોકે આ સમય સર્જાયેલી સ્થિતિ ઉપરથી મ્યુ કોર્પોરેશનના કમાટીબાગના તંત્રએ કોઇ બોધપાઠ લીધો ના હતો. જયારે તા.27મી ઓગષ્ટના રોજ શહેરમાં વિશ્વામિત્રીનદીના પાણી પ્રવેશ્યા હતા. જેમાં કમાટીબાગમાં પુરના પાણી પ્રવેશ્યા ત્યારે બાગમાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટેની કોઇ કામગીરી કરવામાં આવી ના હતી. જેના લીધે બાગમાંના હરણ અને નીલગાયના મોત નિપજયા હતા. તેઓના મૃતદેહ ઉપર ઝાડી ઝાંખરા નાખી દેવામાં આવ્યા હતા. જયારે કેટલા હરણ કે કેટલી નીલગાયના મોત નિપજયા તેનો કોઇ ચોકકસ સંખ્યા કે બનાવ વિશે પણ કમાટીબાગના સત્તાધીશો મૌન સેવી રહી છે. જોકે હરણ અને નીલગાય મળી કુલ 15 પ્રાણીઓના મોત નિપજયા હોવાનું મનાઇ રહ્યુ છે.

વુડા સર્કલ પાસેના ઢોરવાડામાં ગાયોના મોત
વુડા સર્કલ પાસે આવેલા ઢોરવાડામાં ગાયો રાખવામાં આવે છે. આ ઢોરનાવાડાનું સંચાલન કરનારને મ્યુ કોર્પોરેશનના ઢોરશાખા તરફથી તા.26મીના રોજ ગાયોને અન્યત્ર શીફટ કરવા માટે જણાવ્યુ હતુ.આ માટે ગાયોને સયાજીપુરા પાંજરાપોળ લઇ જવા માટે ટ્રેકટર સહિતની ટીમ ગઇ હતી. જોકે સંચાલકે ગાયોને શીફટ કરવાની ના પાડી હતી. ત્યારબાદ ફરી વળેલા પુરના પાણીના લીધે ઢોરવાડામાંની ગાયોના મોત નિપજયા હતા.

ખટંબાના ઢોરવાડામાં 40 પશુઓના મોત
શહેરના વિવિધ વિસ્તારમાંથી મ્યુ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવતા ઢોરોને વાઘોડિયાના ખટંબાના ઢોરવાડામાં રાખવામાં આવે છે. ખટંબાના ઢોરવાડામાં પણ પુરના પાણી પ્રવેશી જતા 40 પશુઓના મોત નિપજયા છે. પશુઓને બચાવવા માટેની કોઇ કામગીરી કરવામાં નહી આવતા આ સ્થિતિ સર્જાઇ હતી.
પોલ્ટ્રી ફાર્મમાં છ હજાર મરઘાના મોત વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરમાલીયાપુરા ગામ પાસેથી દેવ નદી પસાર થાય છે. દેવ નદીના કિનારે પોલ્ટ્રી ફાર્મ આવેલુ છે. જેમાં દેવ નદીના પાણી પ્રવેશી જતા તેમના છ હજાર મરઘાના મોત નિપજયા હતા.જયારે વડોદરા જિલ્લામાં પુરના લીધે 12 પશુઓના મોત નિપજયા હતા. જેમાં 03 દુધાળા પશુઓ ઘેટા બકરાં 8 અને પાડો 01 મળી 12 પશુઓનો સમાવેશ થાય છે.