Bhavnagarમાં ડેન્ગ્યૂના 2 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમા મચી દોડધામ

2 કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં અનેક વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે શરૂ કરાયો વિવિધ વિસ્તારોમાં ફોગીંગ, દવાનો છંટકાવ કરાયો ભાવનગરમાં ડેન્ગ્યૂના 2 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.શહેરના રુવાપરી રોડ પાસે રહેતી 25 વર્ષીય યુવતી અને કુંભારવાડા માઢીયા રોડ પાસે રહેતી 10 વર્ષીય બાળકીને ડેન્ગયૂ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે.ભાવનગર શહેરમાં છેલ્લા 7 માસમાં ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે. દવાનો છંટકાવ કરવાનીની કરવામાં આવી કામગીરી સમગ્ર ઘટનાને લઈ ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્રારા અલગ-અલગ વિસ્તારોમાં ફોંગીગની તેમજ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે,ભાવનગર શહેરમાં વરસાદ બાદ રોગચાળો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે,સાથે સાથે અલગ-અલગ વિસ્તારોમાં ઘર દીઠ સર્વે કરવામાં આવી રહ્યો છે,જે લોકોને તાવ આવી રહ્યો છે તે લોકોના રીપોર્ટ કરાવવાની પણ કામગીરી કરાઈ રહી છે. વરસાદ બાદ રોગચાળો વધ્યો ભાવનગર શહેરમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે,ડેન્ગ્યૂની સાથે સાથે મેલેરીયા અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે,ત્યારે વહેલી સવારથી દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચી રહ્યાં છે,ડેન્ગયૂ તેમજ તાવને લઈ આરોગ્ય વિભાગ દ્રારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરાયો છે જે પાત્ર અથવા માટલામાં પાણી ભરીએ તે પાણીને ઢાંકીને રાખવું જોઈએ જેના કારણે મચ્છર પાણીમાં જાય છે. ખાડામાં પાણી ભરતા રોગચાળો વધે છે મોટા ભાગે વરસાદી પાણી અથવા ગટરનું પાણી ખાબોચિયામાં ભરાઈ જવાના કારણે રોગચાળો વધતો હોય છે,જો તમારી આસપાસ નાના મોટા ખાડામા પાણી ભરાયું હોય તો તે ખાડાને પહેલા પૂરી દેવા જોઈએ અને ત્યારબાદ નગરપાલિકા અથવા કોર્પોરેશનનો સંપર્ક કરી દવાનો છંટકાવ કરવો જોઈએ આવુ કરવાના કારણે રોગચાળા પર કાબુ મેળવી શકાશે.

Bhavnagarમાં ડેન્ગ્યૂના 2 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમા મચી દોડધામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2 કેસ નોંધાતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં
  • અનેક વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે શરૂ કરાયો
  • વિવિધ વિસ્તારોમાં ફોગીંગ, દવાનો છંટકાવ કરાયો

ભાવનગરમાં ડેન્ગ્યૂના 2 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે.શહેરના રુવાપરી રોડ પાસે રહેતી 25 વર્ષીય યુવતી અને કુંભારવાડા માઢીયા રોડ પાસે રહેતી 10 વર્ષીય બાળકીને ડેન્ગયૂ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે.ભાવનગર શહેરમાં છેલ્લા 7 માસમાં ડેન્ગ્યૂના 13 કેસ નોંધાયા છે.

દવાનો છંટકાવ કરવાનીની કરવામાં આવી કામગીરી

સમગ્ર ઘટનાને લઈ ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્રારા અલગ-અલગ વિસ્તારોમાં ફોંગીગની તેમજ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે,ભાવનગર શહેરમાં વરસાદ બાદ રોગચાળો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે,સાથે સાથે અલગ-અલગ વિસ્તારોમાં ઘર દીઠ સર્વે કરવામાં આવી રહ્યો છે,જે લોકોને તાવ આવી રહ્યો છે તે લોકોના રીપોર્ટ કરાવવાની પણ કામગીરી કરાઈ રહી છે.

વરસાદ બાદ રોગચાળો વધ્યો

ભાવનગર શહેરમાં વરસાદ બાદ રોગચાળો વધ્યો છે,ડેન્ગ્યૂની સાથે સાથે મેલેરીયા અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે,ત્યારે વહેલી સવારથી દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચી રહ્યાં છે,ડેન્ગયૂ તેમજ તાવને લઈ આરોગ્ય વિભાગ દ્રારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરાયો છે જે પાત્ર અથવા માટલામાં પાણી ભરીએ તે પાણીને ઢાંકીને રાખવું જોઈએ જેના કારણે મચ્છર પાણીમાં જાય છે.

ખાડામાં પાણી ભરતા રોગચાળો વધે છે

મોટા ભાગે વરસાદી પાણી અથવા ગટરનું પાણી ખાબોચિયામાં ભરાઈ જવાના કારણે રોગચાળો વધતો હોય છે,જો તમારી આસપાસ નાના મોટા ખાડામા પાણી ભરાયું હોય તો તે ખાડાને પહેલા પૂરી દેવા જોઈએ અને ત્યારબાદ નગરપાલિકા અથવા કોર્પોરેશનનો સંપર્ક કરી દવાનો છંટકાવ કરવો જોઈએ આવુ કરવાના કારણે રોગચાળા પર કાબુ મેળવી શકાશે.