Bhavnagarના આ ગામમાં થાય છે ખીરનો હવન,વાંચો Special Story

ધાવડી માતાના મંદિરે વિશિષ્ઠ પરંપરા કરી ખીરનો હવન કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી, પારણાં નોમના દિવસે કૃષ્ણના મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર જિલ્લામાં થાય છે ખીરનો હવન ભાવનગરના ભંડારિયા ગામે ૧૧૦ વર્ષની પરંપરા સાથે ગામમાં ખીરનો હવન થાય છે.ધાવડી માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવસાના દિવસે આ ખીરનો હવન કરવામાં આવે છે.ઠાકર દ્વાર અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે પરંતુ માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવાસાના દિવસે આ પ્રકારે આયોજન યોજવામાં આવે છે. આજે કરાયો ખીરનો હવન ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ભાવનગરથી બાવીસ કિલોમીટર દૂર ભંડારિયા ગામથી અંદર તરફ ડુંગરોની વચ્ચે આવેલા નાના એવા મેલકડી ગામના પાદરમાં ધાવડી માતાનું પૌરાણિક મંદિર છે.જે પ્રકૃતિ પ્રેમીઓને પણ પ્રિય સ્થળ છે.મેલકડીના ડુંગરમાં આવેલા ધાવડી માતાજીના મંદિરે પરંપરાગત રીતે દિવાસાના પર્વે તા.4 ઓગસ્ટના રોજ ખીરનો વિશિષ્ઠ હવન યોજાયો હતો. આજુબાજુના ગામના લોકો પણ પ્રસાદ લે છે ભંડારિયામાં પ્રતિવર્ષ થતા ખીરના હવનની પરંપરા પાછળ ભયંકર રોગચાળાથી પશુઓને બચાવવા માતાજીની માનતા માનવામાં આવી અને માતાજીએ રક્ષણ કર્યાની લોકવાયકા છે. બસ ત્યારથી પ્રતિવર્ષ માતાજીને ખીરનો ભોગ ધરાવાની પરંપરા રહી છે, લગભગ દસ બાર દાયકા જૂની આ પરંપરા આજે પણ એટલા જ શ્રદ્ધા ભાવથી સચવાઈ છે.આ દિવસે અહી માત્ર ખીર જ બને છે. મોટા તપેલા ભરી ભરીને ખીરનો પ્રસાદ બને છે, સૌ ગ્રામજનો, ભાવિકો અહી ભરપેટ ખીરનો પ્રસાદ જમે છે અને બરણી ભરીને ઘરે લઈ જવાની પ્રથા પણ છે. માત્ર ભંડારિયા ગામ નહી આજુ બાજુના ગામના લોકો પણ ભાવથી ખીરનો પ્રસાદ લેવા આવે છે. પ્રકૃતિની વચ્ચે છે મંદિર દરેક જ્ઞાતિજનો માતાજીના સાનિધ્યમાં એકત્ર થઇ ખીરનો પ્રસાદ લે છે જે ગામની એકતાનું પણ ઉદાહરણ જોવા મળે છે. અસલ ગામઠી શૈલીમાં લોકોને થાળી મોઢે પ્રસાદ જમતા જોવું તે પણ શહેરના લોકો માટે લહાવો છે.પ્રકૃતિના ખોળે બિરાજતા ધાવડી માતાનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તો અહીંની આબોહવા, લીલા ડુંગરાઓ અને ઘેઘુર વડલાની વડવાઈઓ પ્રકૃતિપ્રેમીઓને અહીં ખેચી લાવે છે.  

Bhavnagarના આ ગામમાં થાય છે ખીરનો હવન,વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધાવડી માતાના મંદિરે વિશિષ્ઠ પરંપરા કરી ખીરનો હવન કરવામાં આવે છે
  • સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી, પારણાં નોમના દિવસે કૃષ્ણના મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે
  • સૌરાષ્ટ્રમાં એકમાત્ર ભાવનગર જિલ્લામાં થાય છે ખીરનો હવન

ભાવનગરના ભંડારિયા ગામે ૧૧૦ વર્ષની પરંપરા સાથે ગામમાં ખીરનો હવન થાય છે.ધાવડી માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવસાના દિવસે આ ખીરનો હવન કરવામાં આવે છે.ઠાકર દ્વાર અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે પરંતુ માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવાસાના દિવસે આ પ્રકારે આયોજન યોજવામાં આવે છે.

આજે કરાયો ખીરનો હવન

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ભાવનગરથી બાવીસ કિલોમીટર દૂર ભંડારિયા ગામથી અંદર તરફ ડુંગરોની વચ્ચે આવેલા નાના એવા મેલકડી ગામના પાદરમાં ધાવડી માતાનું પૌરાણિક મંદિર છે.જે પ્રકૃતિ પ્રેમીઓને પણ પ્રિય સ્થળ છે.મેલકડીના ડુંગરમાં આવેલા ધાવડી માતાજીના મંદિરે પરંપરાગત રીતે દિવાસાના પર્વે તા.4 ઓગસ્ટના રોજ ખીરનો વિશિષ્ઠ હવન યોજાયો હતો.


આજુબાજુના ગામના લોકો પણ પ્રસાદ લે છે

ભંડારિયામાં પ્રતિવર્ષ થતા ખીરના હવનની પરંપરા પાછળ ભયંકર રોગચાળાથી પશુઓને બચાવવા માતાજીની માનતા માનવામાં આવી અને માતાજીએ રક્ષણ કર્યાની લોકવાયકા છે. બસ ત્યારથી પ્રતિવર્ષ માતાજીને ખીરનો ભોગ ધરાવાની પરંપરા રહી છે, લગભગ દસ બાર દાયકા જૂની આ પરંપરા આજે પણ એટલા જ શ્રદ્ધા ભાવથી સચવાઈ છે.આ દિવસે અહી માત્ર ખીર જ બને છે. મોટા તપેલા ભરી ભરીને ખીરનો પ્રસાદ બને છે, સૌ ગ્રામજનો, ભાવિકો અહી ભરપેટ ખીરનો પ્રસાદ જમે છે અને બરણી ભરીને ઘરે લઈ જવાની પ્રથા પણ છે. માત્ર ભંડારિયા ગામ નહી આજુ બાજુના ગામના લોકો પણ ભાવથી ખીરનો પ્રસાદ લેવા આવે છે.

પ્રકૃતિની વચ્ચે છે મંદિર

દરેક જ્ઞાતિજનો માતાજીના સાનિધ્યમાં એકત્ર થઇ ખીરનો પ્રસાદ લે છે જે ગામની એકતાનું પણ ઉદાહરણ જોવા મળે છે. અસલ ગામઠી શૈલીમાં લોકોને થાળી મોઢે પ્રસાદ જમતા જોવું તે પણ શહેરના લોકો માટે લહાવો છે.પ્રકૃતિના ખોળે બિરાજતા ધાવડી માતાનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તો અહીંની આબોહવા, લીલા ડુંગરાઓ અને ઘેઘુર વડલાની વડવાઈઓ પ્રકૃતિપ્રેમીઓને અહીં ખેચી લાવે છે.