Palanpurમાં ઓઈલ મિલનું બોઈલર ફાટ્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત થયા

જગાણા નજીક ઈસુદુ ઓઈલ મિલમાં બોઈલર ફાટ્યુંબોઈલર નજીક કામ કરતા 4 લોકોને ગંભીર ઈજા ઘટના પર પડદો પાડવા મિલ સંચાલકોના પ્રયાસ બનાસકાંઠાના પાલનપુરમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં ઓઈલ મિલનું બોઈલર ફાટતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાલનપુરના જગાણા નજીક ઓઈલ મિલનું બોઈલર ફાટ્યું છે. ત્યારે 4 ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચી છે. બોઈલર ફાટવાની ઘટનાના કારણે આસપાસમાં ભારે અફરા તફરી મચી પાલનપુરની ઈસુદુ ઓઈલ મિલમાં બોઈલર ફાટવાની ઘટનાના કારણે આસપાસમાં ભારે અફરા તફરી મચી ગઈ છે. બોઈલર ફાટતા જ બોઈલર નજીક કામ કરી રહેલા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટના પર પડદો પાડવાનો મિલ સંચાલકો પ્રયાસ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા મોરબીના બગથળા નજીક ફેક્ટરીમાં બોઈલર ફાટતા ભીષણ આગ લાગી હતી થોડા મહિના પહેલા જ મોરબીના બગથળા ગામમાં આવેલી Eve synthetic નામની ફેકટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતુ. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. આગ લાગતા જ ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગને કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. આ દુર્ઘટનાને કારણે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને આસપાસમાં દોડધામ સર્જાઈ હતી. સુરતની સચિન GIDC વિસ્તારમાં કેમિકલ કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગી હતી અગાઉ સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી અનુપમ કોકો કોલા કેમિકલ મિલમાં પણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 મજુરો દાઝ્યા થયા હતા. જેમાંથી ગંભરી રીતે ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે તાબડતોબ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Palanpurમાં ઓઈલ મિલનું બોઈલર ફાટ્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગાણા નજીક ઈસુદુ ઓઈલ મિલમાં બોઈલર ફાટ્યું
  • બોઈલર નજીક કામ કરતા 4 લોકોને ગંભીર ઈજા
  • ઘટના પર પડદો પાડવા મિલ સંચાલકોના પ્રયાસ

બનાસકાંઠાના પાલનપુરમાં બોઈલર ફાટવાની ઘટના સામે આવી છે. પાલનપુરમાં ઓઈલ મિલનું બોઈલર ફાટતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાલનપુરના જગાણા નજીક ઓઈલ મિલનું બોઈલર ફાટ્યું છે. ત્યારે 4 ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા પહોંચી છે.

બોઈલર ફાટવાની ઘટનાના કારણે આસપાસમાં ભારે અફરા તફરી મચી

પાલનપુરની ઈસુદુ ઓઈલ મિલમાં બોઈલર ફાટવાની ઘટનાના કારણે આસપાસમાં ભારે અફરા તફરી મચી ગઈ છે. બોઈલર ફાટતા જ બોઈલર નજીક કામ કરી રહેલા 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટના પર પડદો પાડવાનો મિલ સંચાલકો પ્રયાસ કરી રહ્યા છે.

થોડા મહિના પહેલા મોરબીના બગથળા નજીક ફેક્ટરીમાં બોઈલર ફાટતા ભીષણ આગ લાગી હતી

થોડા મહિના પહેલા જ મોરબીના બગથળા ગામમાં આવેલી Eve synthetic નામની ફેકટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતુ. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. આગ લાગતા જ ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગને કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા. આ દુર્ઘટનાને કારણે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને આસપાસમાં દોડધામ સર્જાઈ હતી.

સુરતની સચિન GIDC વિસ્તારમાં કેમિકલ કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગી હતી

અગાઉ સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં આવેલી અનુપમ કોકો કોલા કેમિકલ મિલમાં પણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 મજુરો દાઝ્યા થયા હતા. જેમાંથી ગંભરી રીતે ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે તાબડતોબ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.