Bharuch સાયબર ક્રાઈમે 1.38 કરોડની છેતરપિંડીનો કેસ ઉકેલ્યો, 2 લોકોની કરી ધરપકડ

ભરૂચમાં સાયબર ક્રાઈમ છેતરપિંડીનો કેસ સાયબર ક્રાઈમ પોલીસે ઉકેલી કાઢ્યો છે. રૂપિયા 1 કરોડ 38 લાખથી વધુની છેતરપિંડીનો કેસ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને સુરતના 2 આરોપીઓની ધરપકડ પણ આ કેસમાં ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કરી છે.ભેજાબાજોએ ફરિયાદીને પહેલા રૂપિયા 1.63 લાખ ચૂકવીને લાલચ જગાવી ગૂગલ ટાસ્ક પૂર્ણ કરવાની લોભામણી જાહેરાતમાં ફરિયાદીએ 1 કરોડ 38 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી આચરવા માટે ટેલિગ્રામના માધ્યમથી એપ્લિકેશનની લીંક મોકલી હતી અને આ ભેજાબાજોએ અલગ અલગ યુપીઆઈઆઈડી અને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં લગભગ 1,38,48,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી. ભેજાબાજોએ 1,63,380નું પ્રથમ વળતર ચૂકવીને ફરિયાદીને લાલચ જગાવી હતી અને ત્યારબાદ રૂપિયા 1 કરોડ 30 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હતો. સ્ટેટ સાયબર ક્રાઈમે દેશભરમાં સૌથી વધુ રૂપિયા 285 કરોડ ફ્રીઝ કર્યા તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં સાયબર ગઠીયાઓ પાસેથી રૂપિયા 108 કરોડ રીકવર કરવામાં આવ્યા છે. સ્ટેટ સાયબર ક્રાઈમે આ તમામ રુપિયા રીકવર કર્યા છે. લોક અદાલતમાં 40,509 અરજીઓ આવી. ભોગ બનનાર લોકોને વધુ 75 કરોડ રૂપિયા પરત મળશે. અત્યાર સુધી સ્ટેટ સાયબર ક્રાઈમે દેશભરમાં સૌથી વધુ રૂપિયા 285 કરોડ ફ્રીઝ કર્યા છે. એક જ વર્ષમાં સાયબર ક્રાઈમનની ટીમને 1.31 લાખ ફરિયાદ મળી છે.

Bharuch સાયબર ક્રાઈમે 1.38 કરોડની છેતરપિંડીનો કેસ ઉકેલ્યો, 2 લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચમાં સાયબર ક્રાઈમ છેતરપિંડીનો કેસ સાયબર ક્રાઈમ પોલીસે ઉકેલી કાઢ્યો છે. રૂપિયા 1 કરોડ 38 લાખથી વધુની છેતરપિંડીનો કેસ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે ઉકેલી કાઢ્યો છે અને સુરતના 2 આરોપીઓની ધરપકડ પણ આ કેસમાં ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસે કરી છે.

ભેજાબાજોએ ફરિયાદીને પહેલા રૂપિયા 1.63 લાખ ચૂકવીને લાલચ જગાવી

ગૂગલ ટાસ્ક પૂર્ણ કરવાની લોભામણી જાહેરાતમાં ફરિયાદીએ 1 કરોડ 38 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા હતા. છેતરપિંડી આચરવા માટે ટેલિગ્રામના માધ્યમથી એપ્લિકેશનની લીંક મોકલી હતી અને આ ભેજાબાજોએ અલગ અલગ યુપીઆઈઆઈડી અને અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં લગભગ 1,38,48,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી. ભેજાબાજોએ 1,63,380નું પ્રથમ વળતર ચૂકવીને ફરિયાદીને લાલચ જગાવી હતી અને ત્યારબાદ રૂપિયા 1 કરોડ 30 લાખથી વધુનો ચૂનો લગાવ્યો હતો.

સ્ટેટ સાયબર ક્રાઈમે દેશભરમાં સૌથી વધુ રૂપિયા 285 કરોડ ફ્રીઝ કર્યા

તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં સાયબર ગઠીયાઓ પાસેથી રૂપિયા 108 કરોડ રીકવર કરવામાં આવ્યા છે. સ્ટેટ સાયબર ક્રાઈમે આ તમામ રુપિયા રીકવર કર્યા છે. લોક અદાલતમાં 40,509 અરજીઓ આવી. ભોગ બનનાર લોકોને વધુ 75 કરોડ રૂપિયા પરત મળશે. અત્યાર સુધી સ્ટેટ સાયબર ક્રાઈમે દેશભરમાં સૌથી વધુ રૂપિયા 285 કરોડ ફ્રીઝ કર્યા છે. એક જ વર્ષમાં સાયબર ક્રાઈમનની ટીમને 1.31 લાખ ફરિયાદ મળી છે.