Bharuch :પાલેજ પોસ્ટ ઓફિસમાં 3 દિવસથી સર્વર ઠપ થતાં ગ્રાહકોમાં ભારે રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી જેવા પ્રકાશના મહાપર્વ અને મોટા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. પાલેજ સ્થિત મુખ્ય પોસ્ટ ઓફીસમાં સતત ત્રણ દિવસથી ટેકનિકલ ખામી અને સર્વર ડાઉનની સમસ્યાને કારણે ખાતાધારકો પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. તહેવારોના ટાણે જ ખરીદી કરવા માટે પોતાના જ મહેનતની કમાણીના નાણાં ન મળતા પાલેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોમાં તંત્ર સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મધ્યમ વર્ગના લોકો, નાના વેપારીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો ખરીદી અને તહેવારની અન્ય સામગ્રી માટે પોસ્ટ ઓફીસના બચત ખાતા પર નિર્ભર હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જયારે પણ ગ્રાહકો વિડ્રોઅલ (પૈસા ઉપાડવા) માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે ત્યારે કર્મચારીઓ દ્વારા લિંક નથી અથવા સર્વર ડાઉન છે તેવો જવાબ આપી દેવામાં આવે છે. જેના કારણે છે ક ગ્રામ્ય વિસ્તારથી ધક્કો ખાઈને આવતા ખાતેદારોને ખાલી હાથે પરત ફરવુ પડે છે. પાલેજ પોસ્ટ ઓફીસે આવેલા ખાતેદારો અને મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યુ હુ કે, આ અમારા હકના રૂપિયા છે કોઈ લોન કે ભીખ નથી માંગતા. જો દિવાળી જેવા મોટા તહેવારોના સમયે જ અમે અમારા પૈસા ન વાપરી શકીએ તો આ બચતનો શું ફાયદો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો જેઓ પેન્શન અથવા માસિક આવક યોજનાના વ્યાજના ભરોસે તહેવાર ઉજવવાનું આયોજન કરી રહ્યા હતા તેઓ આ લાચાર સિસ્ટમની બેદરકારીના કારણે સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે અને આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં પોસ્ટ ઓફીસમાં ટ્રાન્ઝેકશન અને ભીડ વધી જતી હોય છે ત્યારે ઈન્ડિયા પોસ્ટ દ્વારા અગાઉથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ટેકનિકલ અપગ્રેડેશન કેમ ન કરાયુ તેને લઈને પાલેજની જનતા સવાલો ઉઠાવી રહી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

